મહિલાઓ પર બળાત્કારનો મામલો હજું શાંત નથી થયો ત્યાં પશ્ચિમ બંગાળ સરકાર નવા વિવાદના વંટોળમાં ફસાઈ છે. ત્રિપુરાના વિશાલગઢ સ્થિત સિપાહીજલા જુઓલોજીક્લ પાર્કમાં લાવવામાં આવેલા સિંહ-સિંહણના નામને લઈને હોબાળો થયો છે. પશ્ચિમ બંગાળમાં સિંહણનું નામ સીતા અને સિંહનું નામ અકબર રાખવા સામે વિશ્વ હિંદુ પરિષદ હાઈકોર્ટ ગયું છે. પરિષદનું કહેવું છે કે આ પ્રકારના નામ રાખીને સમગ્ર હિંદુ સમાજની લાગણીને ઠેસ પહોંચાડવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર આ સમગ્ર મામલે સિલીગુડી વિશ્વ હિંદુ પરિષદે DFO સામે પ્રદર્શન પણ કર્યું હતું. આ દરમિયાન પોલીસ કમિશનરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. પરિષદે કહ્યું છે કે આ પ્રકારના નામ રાખવાથી આખા હિંદુ સમાજનું અપમાન થશે. બીજી તરફ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં પણ કહેવામાં આવ્યું છે કે, “જાનવરોના આ પ્રકારે નામ રાખવાથી વિહિપને ઊંડો આઘાત લાગ્યો છે. માતા સીતા વિશ્વના તમામ હિંદુઓ માટે પવિત્ર દેવી છે. આ કૃત્ય ઈશનિંદા સમાન છે અને આ તમામ હિંદુઓની આસ્થા પર સીધો પ્રહાર છે.”
આ મામલે વિહિપ તરફથી એડવોકેટ શુભંકર દત્તાએ મીડિયાને જણાવ્યું હતું કે, “ઉત્તર બંગાળ વિહિપે ગત 16 જાન્યુઆરીએ અરજી દાખલ કરી હતી. આ મામલે આગામી સુનાવણી 20 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવે તેવી સંભાવના છે. અરજીમાં સિંહણનું નામ બદલવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં તેવી પણ માંગ કરવામાં આવી છે કે ભવિષ્યમાં પણ કોઈ જાનવરનું નામ દેવી-દેવતા પર ન રાખવામાં આવે.”
કાયદેસર ડોક્યુમેન્ટમાં સિંહ સિંહણના નામ અલગ- વિનોદ બંસલ
આ આખી ઘટનામાં વિશ્વ હિંદુ પરિષદના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, “જુઓલોજીકલ પાર્ક એક્સેન્જ પ્રોગ્રામ અંતર્ગત લગભગ ગત 8 તારીખે બંગાળ સરકારના તાબામાં આવતા પાર્કમાં એક સિંહ અને સિંહણને લાવવામાં આવ્યા હતા. આ દરમિયાન બનાવવામાં આવેલા પેપર્સમાં સિંહ-સિંહણનું નામ L-1 અને L-2 દર્શાવવામાં આવ્યું હતું. આ નર-માદાને અહીં લાવવા પાછળનું મૂળ કારણ તેમનું સંવર્ધન અને પ્રજનન હતું જેથી પાર્કમાં સિંહોની સંખ્યા વધારી શકાય. તેવામાં અચાનક સોશિયલ મીડિયામાં અભદ્ર ભાષામાં લોકો પોસ્ટ કરી રહ્યા હતા કે ‘સીતાને માંસ ખવડાવવામાં આવશે, અકબર અને સીતા એક જ પીંજરામાં રહેશે’ આ પ્રકારની અભદ્ર વાતો જયારે મીડિયા અને સોશિયલ મીડિયામાં થવા લાગી ત્યારે આ મામલો અમારા ધ્યાને આવ્યો.”
एक खबर है जो मन को झकझोरने वाली है…
— विनोद बंसल Vinod Bansal (@vinod_bansal) February 13, 2024
सिलीगुड़ी के बंगाल सफारी पार्क में जिन शेर-शेरनी को प्रजनन हेतु लाया गया है उनका नाम अकबर और सीता है।
आखिर ये किस दुष्ट के दिमाग की उपज है, जांच तो होनी ही चाहिए। साथ ही, इनके नाम भी अबिलंब बदल कर संबंधित अधिकारियों को हिन्दू जन-भावनाओं पर…
તેમણે આગળ જણાવ્યું કે, “વિષય ધ્યાનમાં આવતાની સાથે જ ઉત્તર બંગાળ પ્રાંતના અમારા મંત્રી લક્ષ્મણ બંસલ અને પ્રાંત સંગઠન મંત્રી અનુપ મંડલ દ્વારા સિલીગુડી રેંજ ફોરેસ્ટ ઓફિસર પાસે જઈ તપાસ કરતા ત્યાંથી નામ ન બદલાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. અમને લાગી રહ્યું છે કે બંગાળ સરકારે કદાચ નામ બદલ્યા હોય. ત્યાર બાદ અમે સીધા હાઈકોર્ટ પહોંચ્યા હતા. ત્યાંથી એક પીટીશન દાખલ કરી હતી. સરકાર મોં ફેરવીને બેસી ગઈ એટલે અમારે હાઈકોર્ટ જવું પડ્યું.”
The VHP Siliguri today protests against the DFO and submitted a memorandum to him alongwith the Siliguri police commissioner of @WBPolice . The VHP demands to check the conspiracy of calling Lion and lioness, recently reached in Bengal Safari, as 'Akbar' & 'Sita', hurting Hindu… pic.twitter.com/0fPswGDeFS
— विनोद बंसल Vinod Bansal (@vinod_bansal) February 13, 2024
પશ્ચિમ બંગાળમાં સિંહણનું નામ સીતા રાખવા પર વિનોદ બંસલે વધુમાં જણાવ્યું કે તેમની માંગ છે કે સિંહણનું તાત્કાલિક નામ બદલવામાં આવે. તેમણે કહ્યું કે, “આ કોઈ નાની મોટી બાબત નથી. બંગાળ સરકાર ક્યારેક અમારા તહેવારોને પ્રતિબંધિત કરે છે તો ક્યારેક અમારી ધાર્મિક માન્યતાઓને રોકે છે. અને હવે સિંહણનું નામ સીતા રાખીને એ તેને અકબર નામના સિંહ સાથે રાખીને હદ કરી દીધી છે. આ માતા સીતાનું અપમાન છે અને વિશ્વના તમામ હિંદુઓનું અપમાન છે. અગામી 20 તારીખે સુનાવણી છે અને જવાબદારોને સજા અપાવવાનો અમારો સંકલ્પ છે.”