Tuesday, December 3, 2024
More
    હોમપેજક્રાઈમસંભલમાં ઇસ્લામિક ટોળાએ 14 હિંદુઓને સળગાવ્યા હતા જીવતા, મળ્યા હતા 25 મૃતદેહ:...

    સંભલમાં ઇસ્લામિક ટોળાએ 14 હિંદુઓને સળગાવ્યા હતા જીવતા, મળ્યા હતા 25 મૃતદેહ: પહેલાં ઈમામની હત્યા કરી સાધુઓ મસ્જિદમાં પૂજા કરતા હોવાની ફેલાવી અફવાહ… પછી થયો નરસંહાર

    સ્વાતિ ગોયલ શર્માએ પોતાના પોસ્ટમાં કહ્યું છે કે મીડિયામાં આ હિંસાનો ભાગ્યે જ કોઈ ઉલ્લેખ હશે. પરંતુ  Mob Violence in India  જેવા પુસ્તકોમાં આપણને તે હિંસાનો ઉલ્લેખ જોવા મળે છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) સંભલમાં આવેલ મસ્જિદ (Sambhal Jama Mosque) જે આજે ઇસ્લામિક કટ્ટરપંથીઓની (Radical Islamist) હિંસાના કારણે ચર્ચામાં આવી છે, એ જ મસ્જિદ 46 વર્ષ પહેલાં એક હિંદુ પરિવારના નરસંહારના કેન્દ્રમાં હતી. તે સમયે અફવાહ ફેલાવવામાં આવી હતી કે હિંદુઓએ ઈમામને મારી નાખ્યો છે અને સાધુઓ મસ્જિદમાં પૂજા કરવા લાગ્યા છે. આ અફવાહને પગલે હિંસા ફાટી નીકળી જેની આડમાં હિંદુઓનો નરસંહાર કરવામાં આવ્યો.

    સ્વરાજ્યની પત્રકાર સ્વાતિ ગોયલ શર્માએ 46 વર્ષ બાદ ફરી એકવાર સંભલમાં થયેલ એ નરસંહાર અને બર્બરતાની ઘટના દુનિયા સમક્ષ ઉજાગર કરી છે. તેમણે હિંદુ પરિવારના પીડિતો સાથે વાત કરી હતી. ત્યારપછી X પર એક પોસ્ટમાં જણાવ્યું કે કેવી રીતે અફવાહ સાંભળી તે દિવસે મુસ્લિમ લીગના નેતા મંજર શફીના સમર્થકોએ આતંક મચાવ્યો હતો. તે ઘટનામાં કુલ 25 લોકો માર્યા ગયા હતા, જેમાંથી 23 હિંદુ હતા.

    સ્વાતિએ પોતાની પોસ્ટમાં જણાવ્યું કે, 1978માં સંભલમાં મસ્જિદ નજીક નક્શા બજાર પાસે એક આટા મિલ હતી જે 4 વીઘામાં ફેલાયેલી હતી. આ મિલ બનવારીલાલ ગોયલની હતી અને બનવારી સંભલના પ્રતિષ્ઠિત લોકોમાંના એક હતા. સ્થાનિક લોકો તેમના ન્યાયી નિર્ણયો માટે તો તેમને જાણતા જ હતું પરંતુ તેઓ તેમના વ્યક્તિગત વિવાદો ઉકેલવા માટે પણ તેમની પાસે આવતા હતા.

    - Advertisement -

    આ સ્થાનિકોમાં ઘણા મુસ્લિમો પણ સામેલ હતા. સૌને ખબર હતી કે બનવારીલાલ સંભલના વિશ્વ હિંદુ પરિષદના પ્રમુખ હતા. તેમ છતાં ન મુસ્લિમો ક કોઈ અન્ય વ્યક્તિઓ પણ તેમની મદદ લેવાનું ટાળતા નહોતા. પરંતુ જ્યારે 29 માર્ચ, 1978ના રોજ સંભલમાં હિંસા ફાટી નીકળી, ત્યારે ઉપદ્રવીઓને એ પણ યાદ ન આવ્યું કે બનવારીલાલના તેમના પર કેટલા ઉપકાર છે.

    તે દિવસે બનવારીલાલ તેમના કમ્પાઉન્ડમાં જ હતા. હિંસા જોઈને તેમના કર્મચારીઓ અને સંબંધીઓ બધા તેમની સાથે જ છુપાઈ ગયા હતા. બધાએ વિચાર્યું કે કદાચ બનવારીલાલની ઓળખાણને કારણે આ હિંસામાં તેઓ બચી જશે. પરંતુ, આ બધાં જ ખોટાં સાબિત થયા. તે દિવસે સવારે 10 વાગ્યે મુસ્લિમ વિસ્તારમાંથી હિંસા ફાટી નીકળી અને 2 કલાકની અંદર ઉપદ્રવીઓએ મિલ કમ્પાઉન્ડને નિશાનો બનાવ્યું.

    કમ્પાઉન્ડ સુધી પહોંચવા માટે, પહેલા મિલની દિવાલો ટ્રેક્ટર વડે તોડી નાખવામાં આવી હતી અને પછી સળગતા ટાયર અંદર ફેંકવામાં આવ્યા હતા જેથી કોઈ પણ બચી ન શકે. પત્રકારના જણાવ્યા અનુસાર, તે હિંસામાં 25 લોકોના મોત થયા હતા, જેમાંથી 23 હિંદુ હતા અને 14ને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. આ ઘટનામાં બનવારીલાલ પણ રાખ થઈ ગયા હતા.

    છ કલાક પછી, જ્યારે તેમના પુત્રો વિનીત અને નવનીત (ઘટના સમયે 18 અને 16 વર્ષનાં) કમ્પાઉન્ડમાં પ્રવેશ્યા ત્યારે માત્ર રાખ જ બચી હતી. બાકીનું બધું જ ખાક થઇ ચુક્યું હતું. આગ એવી રીતે લગાડવામાં આવી હતી કે અંદરથી કોઈની લાશ મળી જ નહોતી. પરંતુ ઘણી શોધખોળ બાદ તેમના મારા પિતાના ચશ્મા મળ્યા જેનાથી સ્પષ્ટ થઈ ગયું કે તેઓ હવે આ દુનિયામાં નથી.

    સ્વાતિ ગોયલ દ્વારા કરવામાં આવેલી તપાસમાં ખુલાસો થયો છે કે તે સમયે એક માત્ર હરદાવરી લાલ જ આગમાં બચી ગયા હતા. તે પણ એટલા માટે કે તેઓ ડ્રમમાં છૂપાઈ ગયા હતા. તે દિવસે તેમણે તેમની આંખો સમક્ષ બધું બરબાદ થતું જોયું હતું.

    આ ઘટના પછી બનવારી લાલના ત્રણ પુત્રો નવનીત, વિનીત અને સુનિત 1993 સુધી સંભલમાં રહ્યા. બાદમાં, મિલનો મોટાભાગનો હિસ્સો વેચ્યા પછી, તેઓ દિલ્હી આવ્યા અને પીપરમિન્ટનો વ્યવસાય શરૂ કર્યો. હવે તેમની પાસે તે મિલનો એક નાનકડો ભાગ છે જ્યાં દાયકાઓથી રામ લીલા જેવા કાર્યક્રમો થઈ રહ્યા છે.

    આજે, ત્રણેય ભાઈઓ એ ઘટનામાં હિંદુઓની હત્યા માટે તત્કાલિન જિલ્લા મેજિસ્ટ્રેટ ફરહત અલીને જવાબદાર માને છે. પોસ્ટમાં વિનીત ગોયલના હવાલે કહેવામાં આવ્યું કે ફરહતે આ હિંસા દરમિયાન ઉપદ્રવીઓનું સમર્થન કર્યું હતું અને હિંદુઓનું રક્ષણ કર્યું નહોતું.

    આ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ ઘટના બાદ કેટલાક લોકો ત્રણેય ભાઈઓને મળ્યા હતા જેમણે જણાવ્યું હતું કે આ ઘટના પાછળ તેમના પિતાના બિઝનેસ પાર્ટનર હતા. આ જાણ્યા પછી, ત્રણેય ભાઈઓએ ભવિષ્યમાં ક્યારેય અન્ય સમુદાયના લોકો સાથે વેપાર કર્યો નહીં.

    ઉલ્લેખનીય છે કે સ્વાતિ ગોયલ શર્માએ પોતાના પોસ્ટમાં કહ્યું છે કે મીડિયામાં આ હિંસાનો ભાગ્યે જ કોઈ ઉલ્લેખ હશે. પરંતુ  Mob Violence in India  જેવા પુસ્તકોમાં આપણને તે હિંસાનો ઉલ્લેખ જોવા મળે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં