Thursday, November 21, 2024
More
    હોમપેજદેશબહરાઈચમાં જેમણે પકડી હતી માતા દુર્ગાની મૂર્તિ, તેમણે પણ કર્યો મસ્જિદમાંથી હુમલાના...

    બહરાઈચમાં જેમણે પકડી હતી માતા દુર્ગાની મૂર્તિ, તેમણે પણ કર્યો મસ્જિદમાંથી હુમલાના એલાનનો દાવો: કહ્યું- પથ્થરમારામાં મુસ્લિમ મહિલાઓ પણ હતી સામેલ, હિંદુઓને મારવા પર ઇનામની થઇ હતી જાહેરાત

    પથ્થરમારાની વચ્ચે હિંદુઓ પોતાને બચાવવા માટે અહીં-તહીં ભાગવા લાગ્યા. મુસ્લિમોની ભીડને સામેથી આવતી જોઈને પદ્માકર દીક્ષિત પણ જીવ બચાવવા દોડવા લાગ્યા. તેમણે કહ્યું કે નાસભાગ દરમિયાન તેમણે મસ્જિદોમાંથી થઇ રહેલ એલાન સાંભળ્યા.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લામાં (Bahraich Violence) 13 ઓક્ટોબર 2024ના રોજ મા દુર્ગાની મૂર્તિના વિસર્જન દરમિયાન મુસ્લિમ ટોળાએ ભક્તો (Attack By Islamist) પર હુમલો કર્યો હતો. આ હુમલામાં રામગોપાલ મિશ્રાની હત્યા (Ramgopal Mishra Murder) કરવામાં આવી હતી, તથા અન્ય ઘણા શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. ઘાયલોમાં પદ્માકર દીક્ષિત પણ સામેલ છે. બહરાઈચ પોલીસના દાવાથી વિપરીત, પદ્માકર દીક્ષિતે પણ પોતાને પીડિત અને પ્રત્યક્ષદર્શી ગણાવ્યા અને કહ્યું કે વિસર્જન યાત્રા પર હુમલાની જાહેરાત મસ્જિદમાંથી કરવામાં આવી હતી.

    પદ્માકર દીક્ષિત મૂર્તિ વિસર્જન યાત્રામાં માતા દુર્ગાની મૂર્તિ લઈને ચાલી રહ્યા હતા. બહરાઈચ હુમલામાં ઘાયલ થતાં તેમને સારવાર બાદ ઘરે પરત મોકલી દેવામાં આવ્યા હતા. પીડિત પદ્માકર દીક્ષિત મૂળ મહારાજગંજ પાસે સ્થિત સિપાહિયા પ્યૂલી ગામના રહેવાસી છે. તેઓ થોડી ખેતીવાડી કરીને તથા દૂધ વગેરે વેચીને તેમના પરિવારનું ભરણપોષણ કરે છે.

    જે દિવસે આ ઘટના બની તે દિવસે તે 9 દિવસના નવરાત્રિ ઉપવાસ પર હતા અને અન્ય હિંદુઓ સાથે સંપૂર્ણ ભક્તિભાવ સાથે વિસર્જન યાત્રામાં જઈ રહ્યા હતા. પદ્માકર દીક્ષિત ટ્રેક્ટર ટ્રોલીમાં મા દુર્ગાની મૂર્તિ પકડીને જઈ રહ્યા હતા. રસ્તામાં અન્ય ભક્તોની જેમ તેઓ પણ ‘જય માતા દી’ના નારા લગાવી રહ્યા હતા. આ જ દરમિયાન પથ્થરમારો થયો હતો.

    - Advertisement -

    પથ્થરમારામાં મૂર્તિ તોડી, પછી મસ્જિદમાંથી થાય એલાન

    પદ્માકર દીક્ષિતે ઑપઇન્ડિયાને જણાવ્યું કે તેઓ મૂર્તિ સાથે આગળ વધી રહ્યા હતા ત્યારે એક પથ્થર આવ્યો અને તેમને વાગ્યો. જેના કારણે મા દુર્ગાની મૂર્તિનો હાથ તૂટી ગયો હતો. કોઈ પરિસ્થિતિને સમજી શકે તે પહેલા બીજો પથ્થર આવ્યો. જેના કારણે પ્રતિમાના ગળાને નુકસાન થયું હતું. આ પછી પ્રતિમા અને ભક્તો પર જાણે પથ્થરોનો વરસાદ થવા લાગ્યો.

    પથ્થરમારાની વચ્ચે હિંદુઓ પોતાને બચાવવા માટે અહીં-તહીં ભાગવા લાગ્યા. મુસ્લિમોની ભીડને સામેથી આવતી જોઈને પદ્માકર દીક્ષિત પણ જીવ બચાવવા દોડવા લાગ્યા. તેમણે કહ્યું કે નાસભાગ દરમિયાન તેમણે મસ્જિદોમાંથી થઇ રહેલ એલાન સાંભળ્યા. જેમાં કહેવામાં આવી રહ્યું હતું, “અલ્લાહ હુ અકબર. જે દેખાય એને કાપી નાખો” પદ્માકરના કહેવા પ્રમાણે, મુસ્લિમ ટોળાએ કહ્યું કે તમે જેટલા હિંદુને મારશો તેટલું વધુ ઈનામ મળશે.

    મુસ્લિમ ટોળાનું હિંસક સ્વરૂપ જોઈને ત્યાં ભાગદોડનો માહોલ સર્જાયો હતો. ભક્તોમાં નાના બાળકો પણ હતા. તેથી લોકો તેમની સલામતી વિશે વધુ ચિંતિત બન્યા હતા. બહરાઈચ હિંસા મામલે પદ્માકર દાવો કરે છે કે મુસ્લિમ ટોળા દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઘણા સગીર બાળકો પણ ઘાયલ થયા છે, પરંતુ તેમના પરિવારો ડરના કારણે તેમના નામ જાહેર કરવા માંગતા નથી.

    મુસ્લિમ મહિલાઓએ પણ કર્યો હતો પથ્થરમારો

    પદ્માકર દીક્ષિતે અમને વધુમાં જણાવ્યું કે પોતાનો જીવ બચાવવા દોડતી વખતે તેમણે જોયું કે હુમલાખોર ભીડમાં કેટલીક મુસ્લિમ મહિલાઓ પણ સામેલ હતી. તે છત પરથી ભક્તો પર પથ્થરો વરસાવી રહી હતી. આ સિવાય હથિયારો સાથે રસ્તા પર ઉતરી ગયેલા કટ્ટરપંથીઓની ભીડમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધા સામેલ હતા. તેમની પાસે લાકડીઓ અને ધારદાર હથિયારો પણ હતા. પદ્માકર દાવો કરે છે કે હિંદુ પક્ષના ઘણા વડીલો શાંતિ માટે અપીલ કરી રહ્યા હતા, પરંતુ મુસ્લિમ પક્ષમાંથી કોઈ શાંતિની અપીલ કરતા જોવા મળ્યું નહીં.

    ક્યાંથી આવી આટલી બધી કાચની બોટલો?

    પદ્માકરને એ વાતનું પણ આશ્ચર્ય છે કે હુમલાખોરો પાસે એટલી બધી કાચની બોટલો ક્યાંથી આવી. તેમણે કહ્યું કે મહારાજગંજ બજારમાં ઠંડા પીણા વગેરેનો કોઈ દુકાનદાર નથી. આવી સ્થિતિમાં, આટલી બધી બોટલો પહેલેથી કેવી રીતે સંગ્રહિત કરવામાં આવી? પદ્માકરના કહેવા પ્રમાણે, અચાનક આટલા પત્થરો અને હથિયારોમાંથી બહાર આવવું એ સંકેત છે કે અબ્દુલ હમીદ અને તેના સાથીઓએ હુમલાની તૈયારીઓ અગાઉથી જ કરી લીધી હતી.

    પદ્માકરનો દાવો છે કે જ્યારે બહરાઈચ પોલીસે હિંદુઓને મદદ કરવાને બદલે દોડાવી દોડાવીને મારવાનું શરૂ કરી દીધું. જેના કારણે પદ્માકર સહિત અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલામાં કોઈનો હાથ ભાંગી ગયો હતો તો કોઈનું મોં ફાટી ગયું હતું. આખરે પદ્માકરે પોતાનો જીવ બચાવ્યો અને ખેતરોમાં થઈને ઘર તરફ ભાગ્યા પરંતુ ઘાયલ થવાના કારણે તે રસ્તામાં બેભાન થઈને પડી ગયા.

    પદ્માકરના કહેવા પ્રમાણે, તેમના મિત્રોએ તેના પર પાણીના છાંટા નાખ્યા અને તેમને ઉપાડીને ઘરે લઈ ગયા. તેમના પગમાં ઈજા થઈ હતી. ઘરે પહોંચતા જ તેમનો પરિવાર તેમને સારવાર માટે મહાસીની હોસ્પિટલમાં લઈ ગયો હતો. પગમાં હજુ પણ ઈજાઓ જોઈ શકાય છે, જેની સારવાર ચાલી રહી છે. પદ્માકર દીક્ષિતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે હુમલાખોરો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

    પોતાના બચાવમાં ખોટા આક્ષેપ કરી રહેલ મુસ્લિમ પક્ષ

    જ્યારે અમે પદ્માકર દીક્ષિતને મુસ્લિમ પક્ષ દ્વારા લગાવવામાં આવી રહેલા આરોપો વિશે પૂછ્યું તો તેમણે તે આરોપોને સત્ય નહીં પરંતુ ષડયંત્ર ગણાવ્યું. તેમણે કહ્યું કે મુસ્લિમ પક્ષ આક્ષેપો કરી રહ્યું છે જેથી પોતાને બચાવી શકાય અને દોષ હિંદુઓ પર થોપી શકાય. હિંદુઓને પીડિત ગણાવતા પદ્માકરે કહ્યું કે હિંદુઓ અને મૂર્તિઓ પર હુમલો કરનાર મુસ્લિમ પક્ષ હતો. તેમણે સરફરાઝ અને તાલિબના એન્કાઉન્ટર પર પણ અસંતોષ વ્યક્ત કર્યો હતો.

    પદ્માકર દીક્ષિતે કહ્યું કે બંને આરોપીઓને પગને બદલે છાતીમાં ગોળી મારવી જોઈતી હતી. અત્યાર સુધીની પોલીસ કાર્યવાહીને અપૂરતી ગણાવતા પદમાકરે કહ્યું કે આનાથી હુમલાખોરોનું મનોબળ વધુ વધ્યું છે. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે આ વખતે તેઓએ એકની હત્યા કરી હતી, પરંતુ આગલી વખતે તેઓ ચારની હત્યા કરી શકે છે. પદ્માકરને ડર છે કે રામગોપાલ મિશ્રાના હત્યારાઓ ટૂંક સમયમાં છૂટી શકે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં