Friday, November 22, 2024
More
    હોમપેજદેશ'જન્નતી મહિલાઓની નિશાનીઓ, જકાતના પૈસાનો ઉપયોગ': બહરાઈચમાં દરેક જગ્યાએ લગાવવામાં આવ્યા પોસ્ટરો,...

    ‘જન્નતી મહિલાઓની નિશાનીઓ, જકાતના પૈસાનો ઉપયોગ’: બહરાઈચમાં દરેક જગ્યાએ લગાવવામાં આવ્યા પોસ્ટરો, લોકોએ કહ્યું- ‘મહારાજગંજ ઇસ્લામિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર’

    હઝરત ખાનકાહ નામની જગ્યાનો ઉલ્લેખ કરીને પોસ્ટરમાં અપીલ કરવામાં આવી છે કે ત્યાં જકાત વગેરે પૈસા આપવામાં આવે. હઝરત ખાનકાહના સરનામાં તરીકે મહારાજગંજ બજારના જલાલિયા અશરફિયા કરીમિયા રઝાવિયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બહરાઈચ (Bahraich Violence) જિલ્લામાં 13 ઓક્ટોબર 2024ના રોજ ઇસ્લામિક ટોળા દ્વારા રામગોપાલ મિશ્રાની (Ramgopal Mishra Murder) હત્યા બાદ સ્થિતિ સામાન્ય થઈ રહી છે. પોલીસ હજુ પણ પીડિતોના ઘર તરફ જતા રસ્તાઓ પર સુરક્ષા કરી રહી છે. સરકારે મહારાજગંજ બજાર ખાતે ઘણા મકાનો અને દુકાનો પર તોડી પાડવાની કાર્યવાહીની નોટિસો ચોંટાડી દીધી છે, જેના પર હાલ પુરતી કોર્ટે રોક લગાવી દીધી છે.

    ઑપઇન્ડિયાની ટીમ જે દુકાનો અને મકાનો પર નોટિસો લગાવવામાં આવી છે ત્યાં પહોંચી હતી. આ દુકાનોની અંદર ઘણી મજહબી વસ્તુઓ લખેલી છે. ઑપઇન્ડિયા સાથે વાત કરતાં, સ્થાનિક હિંદુઓએ મહારાજગંજ બજારને ઇસ્લામિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર ગણાવ્યું હતું. અહીં અવારનવાર શંકાસ્પદ બહારના લોકો જોવા મળે છે. કેટલાક મૌલાના-મૌલવી પણ જોવા મળે છે.

    મસ્જિદ કેમ્પસમાં શેર-એ-ખુદા અલી મૌલાવાળી દુકાન

    પ્રશાસન તરફથી નોટિસ મળી છે તેમાંથી ઘણી દુકાનો મસ્જિદના પરિસરમાં આવેલી છે. મસ્જિદ પાસે એક નાનો દરવાજો છે, જેની જમણી અને ડાબી બાજુએ ઘણી દુકાનો છે. જેમાં બાઇક રિપેર, મેડિકલ સ્ટોર અને કરિયાણાની દુકાનો વગેરેનો સમાવેશ થાય છે. આમાંની મોટાભાગની દુકાનો એવી છે જે ખાલી થઇ ચૂકી છે.

    - Advertisement -
    મસ્જિદ કેમ્પસમાં મેરાજની દુકાન (ફોટો: ઑપઇન્ડિયા)

    અહીં આવેલી એક દુકાનની અંદર અરબી ભાષાના કેટલાક શબ્દોને સિંહનો આકાર આપવામાં આવ્યો હતો. તેના પર ‘શેર-એ-ખુદા અલી મૌલા’ લખેલું છે. નીચે અરબી ભાષામાં એક પાનું લખેલું હતું. જો કે, શું લખ્યું છે તે સ્પષ્ટ નથી. આ દુકાન મુકરમ અલીના પુત્ર મેરાજની છે.

    સ્વર્ગીય ઔરતના નિશાન

    નોટિસ મળેલ અન્ય એક ઘરમાં એવી મહિલાઓની નિશાનીઓ લખેલી છે જેમને ઇસ્લામ અનુસાર જન્નતમાં જગ્યા મળશે. એસ આલમના પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયેલા પેપરના આ પોસ્ટરમાં ખુર્શીદ અને જાવેદ સોનારાએ આદેશ જારી કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જે મહિલાઓ આ વાતો માનશે તેઓ કોઈક દરવાજાના માધ્યમથી જન્નતમાં જઈ શકે છે.

    આ કાગળ અનુસાર, ફક્ત તે જ મુસ્લિમ મહિલાઓ જન્નતમાં જઈ શકે છે જે દિવસમાં પાંચ વખત નમાઝ પઢે છે, રમઝાન દરમિયાન રોઝા કરે છે, તેમની ઇફ્ફ્ત (પવિત્રતા) અને ઇસ્મત (ચરિત્ર)નું રક્ષણ કરે છે અને તેમના શોહરના ફરમાનોનું પાલન કરે છે. સલાહ તરીકે મુસનાદ અહમદની દલીલ પણ લખવામાં આવી છે.

    જન્નતી સ્ત્રીઓની નિશાનીઓ (ફોટો: ઑપઇન્ડિયા)

    આ કાગળમાં એક શાયરી પણ લખવામાં આવી છે. શાયરીમાં કહેવાયું છે કે “કુદરત કો નાપસંદ હૈ સખ્તી જબાન મેં. રખતી નહીં ઇસીલિયે હડ્ડી જબાન મેં.” આ જ ઘરમાં અકરમ ભાઈ નામક કોઈ ઉર્સ હશ્મતી અને રઝવીનો પણ પ્રચાર કરવામાં આવ્યો છે. આ ઉર્સ બરેલી અને પીલીભીતમાં યોજાવાનો હતો, જેના માટે બસના પ્રસ્થાનનો સમય વગેરે લખાયેલ છે. ગયા વર્ષે ઉર્સની તારીખ 9 સપ્ટેમ્બર લખવામાં આવી હતી.

    સુન્ની, હનાફી અને બરેલવી મુસ્લિમોને નસીહત

    નોટિસ આપેલ કેટલાક ઘરોમાં મૌલાના રાફે મહોમ્મદ બહારાઈચીનો ફરમાન પણ ચોંટાડેલો છે. આ ફરમાનમાં તેમણે દેવબંદી વિચારધારાના લોકોની અવગણના કરતા બરેલવી, સુન્ની અને હનાફી મુસ્લિમોને નસીહત આપવામાં આવી છે. તેમણે આ નસીહતને જરૂરી એલાનનું નામ અપાયું છે. જરૂરી એલાનમાં કહેવામાં આવ્યું છે કે જકાત, ફિતરહ, અતિયા અને સદકા વગેરે દ્વારા એકત્ર કરાયેલા નાણાંનો યોગ્ય જગ્યાએ ઉપયોગ નથી થઈ રહ્યો.

    બરેલવી મુસ્લિમોને આપેલી નસીહત (ફોટો: ઑપઇન્ડિયા)

    હઝરત ખાનકાહ નામની જગ્યાનો ઉલ્લેખ કરીને પોસ્ટરમાં અપીલ કરવામાં આવી છે કે ત્યાં જકાત વગેરે પૈસા આપવામાં આવે. હઝરત ખાનકાહના સરનામાં તરીકે મહારાજગંજ બજારના જલાલિયા અશરફિયા કરીમિયા રઝાવિયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેની સાથે ઘણા મોબાઈલ નંબર પણ લખેલા છે. પોસ્ટર પર લોગો તરીકે મજહબી પુસ્તક છાપવામાં આવ્યું છે. આ પોસ્ટર છાપનાર પ્રિન્ટિંગ પ્રેસનું નામ લખવામાં આવ્યું નથી.

    મહારાજગંજ ઇસ્લામિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર

    ઑપઇન્ડિયાએ બહરાઈચ હિંસાના પ્રત્યક્ષદર્શી મારુતિ નંદન ત્રિપાઠી સાથે વાત કરી. મારુતિ નંદન ત્રિપાઠીએ કહ્યું કે મહારાજગંજ બજાર નજીકમાં થતી તમામ ઇસ્લામિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે. આ સ્થળથી લગભગ 10 કિલોમીટરના વિસ્તારમાં યોજાતા જલસા, ઉર્સ, તકરીર અને જુલૂસ વગેરે અહીંથી જ ઓપરેટ કરવામાં આવે છે.

    મારુતિ નંદન ત્રિપાઠીના કહેવા પ્રમાણે, કયા જુલૂસમાં કેટલા લોકો ભાગ લેશે અને DJમાં શું વગાડવામાં આવશે, આ બધું મહારાજગંજથી જ નક્કી થાય છે. અન્ય ઘણા પીડિત હિંદુઓએ પણ કહ્યું કે ઘણીવાર મહારાજગંજ અજાણ્યા લોકો બહારથી મૌલવી અને મૌલાનાનો વેશ લઈને આવે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં