Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાત'જિલ્લાને લવ જેહાદ, લેન્ડ જેહાદ સહિતના દૂષણોથી ઉગારો': આણંદમાં મુસ્લિમ સમુદાય દ્વારા...

    ‘જિલ્લાને લવ જેહાદ, લેન્ડ જેહાદ સહિતના દૂષણોથી ઉગારો’: આણંદમાં મુસ્લિમ સમુદાય દ્વારા શાંતિ ડહોળાતી હોવાના આરોપ સાથે હિંદુ સમાજની મહારેલી, 12 મુદ્દાઓ ટાંકીને આપ્યું આવેદનપત્ર

    ગુરુવારે આણંદમાં આવેલા હિંદુઓના અસ્થાના કેન્દ્ર એવા જાગનાથ મહાદેવ ખાતે બહોળી સંખ્યામાં હિંદુ સમાજ એકઠો થયો હતો. અહીં સમગ્ર હિંદુ સમાજની એક બેઠક મળી હતી. આ બેઠકમાં શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં હિંદુઓના પલાયન, લવ જેહાદ, લેન્ડ જેહાદ, હિંદુ મહિલાઓ વિરુદ્ધ ગુનાખોરી તેમજ ધર્માંતરણ જેવા ગંભીર વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.

    - Advertisement -

    છેલ્લા કેટલાક સમયથી આણંદ જિલ્લામાં મુસ્લિમ સમુદાય દ્વારા શાંતિ ડહોળવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોવાના આરોપ સાથે હિંદુ સંગઠનો આકરા પાણીએ જોવા મળ્યા. ગુરુવારે (1 ઓગસ્ટ 2024) આણંદમાં વિશાળ આક્રોશ યાત્રા કાઢવામાં આવી. આ યાત્રામાં બહોળી સંખ્યામાં હિંદુઓએ ભાગ લીધો હતો. આણંદ શહેરમાં લવ જેહાદ, લેન્ડ જેહાદ, ધર્માંતરણ સહિતના હિંદુઓ વિરુદ્ધની ગુનાખોરી વધતા આ મહાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. હિંદુ સંગઠનોએ વિવિધ 12 મુદ્દાઓને લઈને જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવીને ન્યાયની માંગણી કરી છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર ગુરુવારે આણંદમાં (Anand) આવેલા હિંદુઓના અસ્થાના કેન્દ્ર એવા જાગનાથ મહાદેવ ખાતે બહોળી સંખ્યામાં હિંદુ સમાજ એકઠો થયો હતો. અહીં સમગ્ર હિંદુ સમાજની એક બેઠક મળી હતી. આ બેઠકમાં શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં હિંદુઓના પલાયન, લવ જેહાદ (Love Jihad), લેન્ડ જેહાદ, હિંદુ મહિલાઓ વિરુદ્ધ ગુનાખોરી તેમજ ધર્માંતરણ જેવા ગંભીર વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવાયા બાદ આ પ્રકારના 12 મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને કલેક્ટરને આવેદન પત્ર પાઠવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

    જાગનાથ મહાદેવ મંદિરથી વિશાળ રેલી પહોંચી કલેકટર કચેરી

    આ આવેદન પત્ર પાઠવવા માટે જાગનાથ મહાદેવ મંદિરમાં એકઠા થયેલા હિંદુ સમાજે એક વિશાળ રેલીનું આયોજન કર્યું. આ રેલી મંદિરેથી પ્રસ્થાન થઈ કલેકટર કચેરી સુધી ગઈ હતી. આ રેલીમાં સ્થાનિક હિંદુ સંગઠનોના આગેવાનો કેતન પટેલ, આકાશ રાવ, ઉમેશ ઠક્કર, સુનિલસિંહ અને સંદીપ પરમાર તેમજ અન્ય કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કરી કલેકટર કચેરી ખાતે જઈ આવેદનપત્ર આપ્યું હતું. હિંદુ સમુદાયે એક થઈને લવ જેહાદ, લેન્ડ જેહાદ સહિતના વધી રહેલા હિંદુ વિરોધી ગુનાને ડામવા પ્રશાસન પાસે માંગ કરી હતી. હિંદુઓએ માંગ કરી હતી કે તેઓ શાંતિપ્રિય પ્રજા છે અને શાંતિથી રહેવા માંગે છે. તેમની શાંતિ ડહોળવાના પ્રયાસોને ડામવામાં આવે.

    - Advertisement -

    આ સમગ્ર મામલે વધુ માહિતી લેવા ઑપઇન્ડિયાએ હિંદુ જાગરણ મંચના (Hindu Jagran Manch) આગેવાન કેતન પટેલનો સંપર્ક કર્યો હતો. તેમણે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, “આણંદમાં મુસ્લિમ સમુદાય દ્વારા છેલ્લા ઘણા સમયથી શહેરની શાંતિ ડહોળવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. લેન્ડ જેહાદ, લવ જેહાદ, અશાંતધારાનો ભંગ, ધર્માંતરણ, હિંદુ બહેન-દીકરીઓનું શોષણ જેવા વિવિધ હિંદુ વિરુદ્ધના ગુના વધી રહ્યા છે. પરિસ્થિતિ ગંભીરતા તરફ જઈ રહી છે અને તે સાવ વણસે તે પહેલા આણંદના હિંદુ સમુદાયે જાગનાથ મહાદેવ ખાતે ચિંતન બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં મહિલાઓ સહિત બહોળી સંખ્યામાં હિંદુ સમુદાય જોડાયો હતો.”

    કોલેજોની બહાર મુસ્લિમ યુવકોના ટોળા બેસે છે, ફસાવે છે હિંદુ દીકરીઓને

    તેમણે આગળ જણાવ્યું કે, “આણંદ-વિદ્યાનગરમાં અનેક શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે, દેશ-વિદેશથી અહીં વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા આવે છે. અઢળક હિંદુ દીકરીઓ પણ અહીં ભણે છે. પણ કોલેજની બહાર, પાર્કિંગ તેમજ આસપાસના વિસ્તારોમાં મુસ્લિમ યુવકો ટોળા કરીને બેસે છે અને પ્લાનિંગ કરીને હિંદુ દીકરીઓને લવ જેહાદના દુષણોમાં ફસાવે છે. આટલું જ નહીં, છેલ્લા કેટલાક સમયથી દારૂ અને ડ્રગ્સ સહિતના નશાકારક પદાર્થોનું ચલણ પણ વધી રહ્યું છે, જે ચિંતાજનક છે. હિંદુ દીકરીઓને ફોસલાવી ફસાવીને અવળા રવાડે ચઢાવવામાં આવી રહી છે. અમારી માંગ છે કે શૈક્ષણિક સંસ્થાઓ આસપાસના આ દુષાનો દૂર કરવામાં આવે અને ગુનાખોરી પર અંકુશ લાવવામાં આવે.”

    અશાંતધારાનું કડક પણે અમલીકરણ કરવામાં આવે

    વ્યવસાયે વકીલ અને હિંદુ જાગરણ મંચના અગ્રણી કેતન પટેલે આગળ જણાવ્યું કે, “આણંદમાં બીજો એક મહત્વપૂર્ણ અને ચિંતાજનક મુદ્દો છે અશાંતધારાનો. શહેરમાં અશાંતધારો લાગેલો હોવા છતાં હિંદુ વિસ્તારોમાંથી હિંદુઓ પલાયન કરી રહ્યા છે. ષડ્યંત્ર રચીને તેમની મિલકતો ખરીદવામાં આવી રહી છે. ઉદાહરણ તરીકે સલાટીયા વિસ્તારની વાત કરીએ તો આજે તે આખો વિસ્તાર મુસ્લિમ વિસ્તાર બની ગયો છે. આથી જરૂર લાગે તે વિસ્તારમાં અશાંતધારો લાગુ થાય અને જ્યાં પહેલેથી લગાવવામાં આવ્યો છે ત્યાં તેનું ચુસ્તપણે પાલન થાય તેમજ જ્યાં-જ્યાં કાયદાનો ભંગ કરીને ગેરકાયદેસર મુસ્લિમોએ મિલકતો ખરીદી છે તેનો સરવે કરવામાં આવે તેવી અમારી માંગ છે.”

    બાંગ્લાદેશી ઘૂસણખોરી, ગૌ તસ્કરી, ધર્માંતરણ જેવા અનેક વિષયોને લઈને પણ માંગ

    વાત ખાલી આટલે જ નથી અટકતી, તેમણે ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં આગળ જણાવ્યું કે, “માત્ર આ બે જ વિષયો ચિંતાજનક છે એવું નથી. ભાલેજ, હાડગુડ, ત્રણોલ, સામરખા, કરમસદ, બોરિયા, ખંભાત અને પેટલાદ જેવા અનેક ગામોમાં હિંદુ પ્રતાડિત છે. ચોકડીવાળા વિસ્તારોમાં મોડે સુધી હોટલો અને અન્ય ધંધા ધમધમે છે. તેવામાં ગૌ તસ્કરી તેમજ અન્ય ગુનાખોરી વધે તેની ભીતિ સેવાઈ રહી છે. હાડગુડમાં જેમ બાંગ્લાદેશીઓ ઝડપાયા, તેવી જ રીતે અન્ય જગ્યાઓ પર પણ તપાસ કરવામાં આવે. એવી અમારી માંગ છે.”

    તેમણે જણાવ્યું કે, “ત્રણોલ ગામની વાત કરીએ તો ત્યાં સરકારી આવાસની જમીન પર મસ્જિદ તાણી દેવામાં આવી છે. સમરખા ગામે પણ લેન્ડ જેહાદને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, પેટલાદમાં હિંદુ સમાજના કિન્નરોને પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે. તેમને ખોટા કેસ કરીને ધર્માંતરણ કરવા દબાણ કરવામાં આવી રહ્યું છે. આમ આખા જિલ્લામાં અનેક એવા વિષયો છે જેને લઈને હિંદુ સમુદાય પ્રતાડિત થઈ રહ્યો હોય. આ તમામ બાબતોને આવરીને અમે આવેદનપત્ર આપ્યું છે અને અમારી માંગ છે કે આ તમામ બાબતો પર પ્રશાસન ધ્યાન આપે અને કાર્યવાહી કરે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં