Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમબુલંદશહેરના ઝાકિર અલી પર તેની 9 દીકરીઓમાંથી ત્રણે યૌન શોષણનો આરોપ લગાવતી...

    બુલંદશહેરના ઝાકિર અલી પર તેની 9 દીકરીઓમાંથી ત્રણે યૌન શોષણનો આરોપ લગાવતી ફરિયાદ નોંધાવ્યા બાદ તેની ધરપકડ

    ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં એક પિતા પોતાનીજ પુત્રીઓનું યૌન શોષણ કરતા હોવાનો મામલો સામે આવ્યો છે. પોતાના પિતા વિરુદ્ધ ખુદ પુત્રીએ ફરિયાદ કરતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના બુલંદશ્રરમાં, ઝાકિર અલી નામના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે, જેના પર તેની જ પુત્રીઓ દ્વારા છેડતી અને ત્રાસ આપવાનો આરોપ છે. તેની એક પુત્રીએ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને ટ્વિટર પર અપીલ કરી, વિનંતી કરી કે તેના પિતા અને તેના મિત્રોને તેનું યૌન શોષણ કરવા અને તેમને મારી નાખવાની ધમકી આપવા બદલ સજા કરવામાં આવે. તેણીએ એક વિડિયો પણ ટ્વીટ કર્યો છે જે દર્શાવે છે કે તેના પિતા તેમને ધમકી આપવા માટે ગેરકાયદેસર હથિયારનો ઉપયોગ કરે છે.

    પત્રકાર સચિન ગુપ્તાએ ટ્વીટ કર્યું, “યુપીના બુલંદશહેર જિલ્લાના 45 વર્ષીય ઝાકિર અલીને 9 પુત્રીઓ છે. આજે 3 દીકરીઓએ એસએસપીને ફરિયાદ કરી છે. આરોપ છે કે પિતા તમામ દીકરીઓની છેડતી કરે છે, તેમના પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કરે છે અને તેમની સાથે સૂવા માટે દબાણ કરે છે. પોલીસે તપાસ શરૂ કરી છે.”

    ટ્વીટના જવાબમાં બુલંદશહેર પોલીસે જણાવ્યું કે, ‘પિતા પર આરોપ લગાવતી પુત્રીઓની યૌન શોષણ ની ફરિયાદના આધારે, પોલીસ સ્ટેશનમાં કેસ નોંધીને તાત્કાલિક કાનૂની કાર્યવાહીનું આશ્વાસન આપવામાં આવી રહ્યું છે.’

    - Advertisement -

    ગુરુવારે, બુલંદશહેરના સિયાના વિસ્તારની એક યુવતીએ ટ્વિટ કર્યું કે તેના પિતાએ તેની અને તેની બહેનો પર હુમલો કર્યો હતો. તેણે કહ્યું કે તેના પિતા દારૂ પીધા પછી તેને અને તેના ભાઈ-બહેનો સાથે દુર્વ્યવહાર કરે છે અને જ્યારે બહેનો વિરોધ કરે છે, ત્યારે તે તેમને માર મારે છે અને તેમને વેચવાની, બળાત્કાર કરવાની અને હત્યા કરવાની ધમકી આપે છે.

    પીડિતા દ્વારા કરવામાં આવેલા ટ્વિટ બાદ જિલ્લા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. એસએસપી સંતોષ કુમાર સિંહ પીડિત છોકરીને મળ્યા હતા, તેણીની દુર્દશા સાંભળી હતી અને પોલીસને કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. જેના પગલે સ્થાનિક પોલીસ સ્ટેશને તપાસ શરૂ કરી છે. આરોપીને પણ પૂછપરછ માટે કસ્ટડીમાં લાવવામાં આવ્યો છે. એસએસપી સંતોષ કુમાર સિંહે કહ્યું કે કેસની તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે. પીડિતાની ફરિયાદનો પત્ર ઇન્ટરનેટ પર વાયરલ થયો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં