Saturday, June 14, 2025
More
    હોમપેજદેશહિંદુ તાંત્રિકની ઓળખ સાથે મહિલાઓને ફસાવતો મુબારક મન્સૂરી, નશીલો પદાર્થ સૂંઘાડીને આચરતો...

    હિંદુ તાંત્રિકની ઓળખ સાથે મહિલાઓને ફસાવતો મુબારક મન્સૂરી, નશીલો પદાર્થ સૂંઘાડીને આચરતો બળાત્કાર, 45-50 સ્ત્રીઓના શોષણનો આરોપ: ધરપકડ બાદ ઘરેથી મળી આવ્યાં અશ્લીલ પુસ્તકો

    મંદસૌર જિલ્લાના ગરોઠ સ્થિત બલૌદા ગામની આ ઘટના છે. સ્થાનિક લોકો અનુસાર, મુબારક મન્સૂરી પોતાને હિંદુ ગણાવતો હતો અને આધાર કાર્ડ સાથે છેડછાડ કરીને કોઈ અન્યના આધાર કાર્ડ પર પોતાનો ફોટો લગાવતો હતો. આરોપ છે કે, તેના ટાર્ગેટ પર હિંદુ મહિલાઓ રહેતી હતી.

    - Advertisement -

    મધ્ય પ્રદેશના મંદસૌર (Mandsaur, Madhya Pradesh) જિલ્લામાં એક મુસ્લિમ શખ્સની ધરપકડ કરવામાં આવી છે. તેના પર આરોપ છે કે, તે હિંદુ નામ ધારણ કરીને તાંત્રિક હોવાનો દાવો કરીને હિંદુ મહિલાઓને (Hindu women) ફસાવતો હતો અને નશીલા પદાર્થ સૂંઘવીને બળાત્કાર (Rape) ગુજારતો હતો. પીડિત પરિવારની ફરિયાદ બાદ આરોપી મહોમ્મદ મુબારક મન્સૂરીની (MD Mubarak Mansuri) ધરપકડ કરી લેવામાં આવી છે. તેની પાસેથી વશીકરણના પુસ્તકો અને અશ્લીલ સાહિત્ય મળી આવ્યું છે. વધુમાં તે 10 વર્ષથી આ ધંધો કરતો હોવાનું પણ સામે આવ્યું છે. 

    વિગતો અનુસાર, મંદસૌર જિલ્લાના ગરોઠ સ્થિત બલૌદા ગામની આ ઘટના છે. સ્થાનિક લોકો અનુસાર, મુબારક મન્સૂરી પોતાને હિંદુ ગણાવતો હતો. તેણે આધાર કાર્ડ સાથે છેડછાડ કરીને કોઈ અન્યના આધાર કાર્ડ પર પોતાનો ફોટો લગાવી રાખ્યો હતો. આરોપ છે કે, તેના ટાર્ગેટ પર હિંદુ મહિલાઓ રહેતી હતી. તે ઘણા વર્ષોથી તંત્રના નામે ડરાવીને હિંદુ મહિલાઓનું શોષણ કરતો હોવાનો આરોપ છે. સાથે એ પણ આરોપ છે કે, ગામની લગભગ 45-50 હિંદુ મહિલાઓ આરોપીની શિકાર બની ચૂકી છે. તે મહિલાઓને નશીલા પદાર્થ સૂંઘાડીને બળાત્કાર ગુજારતો અને બાદમાં તંત્ર-મંત્રનો ડર બતાવીને ચૂપ કરાવી દેતો હતો.

    પીડિત પરિવારના યુવકને ગણાવ્યો ગાંડો, પરિવારની મહિલાને ફસાવી

    આ સમગ્ર ઘટનાની હકીકત ત્યારે સામે આવી જ્યારે એક પરિવારની મહિલાએ તેના પતિના સ્વાસ્થ્યને લઈને આરોપીનો સંપર્ક કર્યો હતો. પીડિત પરિવાર અનુસાર, અનેક દવખાના અને હૉસ્પિટલમાં ફર્યા હોવા છતાં યુવક બીમાર રહેતો હતો, જેના કારણે તેના પત્નીએ આરોપીનો સંપર્ક કર્યો હતો. આરોપીએ પોતે હિંદુ નામ ધારણ કર્યું હતું. સંપર્કના ઘણા દિવસો સુધી હિંદુ મહિલા તેના ઘરે જતી હતી અને દવા લઈને તેના પતિને લગાવતી હતી. જોકે, દવાની અસર ઊંધી પડતાં પરિવારે તપાસ ચાલુ કરી હતી. તે સમયે આરોપીએ દર્દીને ગાંડો ગણાવ્યો હતો. દરમિયાન મહિલાના મોબાઈલમાં આરોપી અને મહિલાના આપત્તિજનક ફોટા મળી આવ્યા હતા. 

    - Advertisement -

    આ ઘટના બાદ મહિલાની પૂછપરછ કરતા તેણે હકીકત જણાવી હતી. પીડિત પરિવારે આ મામલે ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને તેના ઘરની તપાસ પણ કરી હતી. તેના ઘરેથી અનેક વિવાદાસ્પદ વસ્તુઓ મળી આવી છે. જેમાં યૌનશક્તિ વધારવા સંબંધિત અશ્લીલ સામગ્રી ધરાવતા પુસ્તકનો પણ સમાવેશ થાય છે. એક પુસ્તકનું નામ છે ‘ઇસ્લામ ઔર સેક્સ’. વધુમાં પરિવારનો આરોપ છે કે, આરોપીએ 45-50 હિંદુ મહિલાઓનું શોષણ કર્યું છે. હાલ આ મામલે પોલીસ તપાસ કરી રહી હોવાનું સામે આવ્યું છે. 

    ઘટનાને લઈને ગરોઠ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું છે કે, ફરિયાદ મળ્યા બાદ તરત જ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીએ પોતાની ઓળખ છુપાવવા માટે ખોટા આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજો બનાવ્યા હતા. તેણે હમણાં સુધીમાં ઘણા લોકોને શિકાર બનાવ્યા હશે તેવી શંકા છે, હાલ તે વિશેની તપાસ ચાલી રહી છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં