કોલકાતામાં મહિલા ડૉક્ટર પર રેપ અને હત્યાના કેસ મામલે દેશભરમાં આક્રોશ વ્યાપેલો છે, તે વચ્ચે જ હવે વધુ એક કિસ્સો પશ્ચિમ બંગાળમાંથી સામે આવ્યો છે. અહીં હુગલીમાં એક 15 વર્ષીય સગીરા અર્ધનગ્ન હાલતમાં રસ્તા પર બેભાન અવસ્થામાં મળી આવી હતી, ત્યારબાદ પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
માહિતી અનુસાર, આ ઘટના શુક્રવાર (6 સપ્ટેમ્બર) રાત્રે બનવા પામી હતી. પશ્ચિમ બંગાળના હુગલીમાં 15 વર્ષીય સગીર વિદ્યાર્થીની ટ્યુશનથી ઘરે પરત ફરી રહી હતી. સ્થાનિક લોકો અને પીડિત પરિવાર અનુસાર, પરત ફરતી વખતે તેને અજાણ્યા શખ્સોએ પકડી લીધી હતી અને બળજબરીથી કારમાં બેસાડીને તેનું અપહરણ કરી લીધું હતું. ત્યારબાદ આરોપ છે કે, તે અજાણ્યા શખ્સો બાળકીને અવાવરુ જગ્યાએ લઈ ગયા અને તેના પર દુષ્કર્મ આચર્યું. ત્યારબાદ સ્થાનિક લોકોને હુગલી જિલ્લાના હરિપાલમાં સગીરા અર્ધનગ્ન અને બેભાન અવસ્થામાં મળી આવી હતી.
સ્થાનિકોએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસની ટીમ ઘટનાસ્થળ પર આવી હતી. પોલીસે પીડિતાને નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી અને સારવાર બાદ તેને પોલીસ સ્ટેશન પૂછપરછ માટે લઈ જવામાં આવી હતી. પરિવારની ફરિયાદના આધારે પોલીસે POCSO એક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. જોકે, પોલીસ હજુ તે દિશામાં તપાસ કરી હોવાનું સામે આવ્યું છે. બંગાળ પોલીસે દુષ્કર્મ થયું હોવાના દાવા નકાર્યા છે અને કહ્યું છે કે, દુષ્કર્મના કોઈ પુરાવા નથી મળ્યા, માત્ર છેડતી કરવામાં આવી છે. જ્યારે સ્થાનિકો અને પરિવારનો આરોપ છે કે, સગીરા પર દુષ્કર્મ થયું હતું. આ મામલે ભાજપે બંગાળ પોલીસ પર ઘટનાને છુપાવવાના આરોપ પણ લગાવ્યા છે.
ભાજપે મમતા સરકાર પર કર્યો પ્રહાર
15 વર્ષની વિદ્યાર્થિની પર રેપના આરોપ વચ્ચે ભાજપે પણ મમતા બેનર્જીની સરકાર પર પ્રહાર કર્યો છે. ભાજપે પશ્ચિમ બંગાળને મહિલાઓ માટેનું સૌથી અસુરક્ષિત સ્થાન ગણાવ્યું છે. આ ઉપરાંત ભાજપે પોલીસ પર ઘટનાને છુપાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ પણ લગાવ્યો છે. ભાજપ નેતાઓએ કહ્યું છે કે, પોલીસે હોસ્પિટલની ઘેરાબંધી કરી લીધી છે અને મીડિયાને અંદર જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
A teenager was sexually assaulted *twice* in a single day in Haripal. This is the state of law and order in Bengal under @MamataOfficial. Enough is enough! The safety of women and children is being sacrificed for political power. “Dafa Ek, Dabi Ek — Mamata’ r padotyag “is the…
— Agnimitra Paul BJP (@paulagnimitra1) September 7, 2024
ભાજપના સોશિયલ મીડિયા હેડ અમિત માલવિયાએ કહ્યું કે, “મમતા બેનર્જીની પોલીસે હોસ્પિટલને ઘેરી લીધી છે, મીડિયાને અંદર જવાથી મંજૂરી નથી આપવામાં આવી રહી અને સ્થાનિક TMC નેતાઓ એ સુનિશ્ચિત કરવા માટે આમતેમ ફરી રહ્યા છે કે, ઘટનાનો રિપોર્ટ ન થાય.”
As Bengal agitates the rape and murder of a young lady doctor, a 15 year old minor is raped and dropped off by the roadside, naked, in Haripal, Hoogly. This is part of Greater Kolkata region. The girl has been admitted to the local hospital.
— Amit Malviya (@amitmalviya) September 6, 2024
Mamata Banerjee’s police has cordoned…
માલવિયાએ પશ્ચિમ બંગાળને મહિલાઓ માટેની સૌથી અસુરક્ષિત જગ્યા ગણાવતા મુખ્યમંત્રી મમતા બેનર્જીના રાજીનામાંની માંગણી કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે, “મમતા બેનર્જી નિષ્ફળ ગયા છે. તેમણે તરત જ પદ છોડી દેવું જોઈએ. બહુ થઈ ગયું. તેમણે બળાત્કાર અને POCSO કેસોના ત્વરિત ન્યાયી માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટ પણ નથી બનાવી.”