નેપાળમાં આવેલા સુનસરી જિલ્લામાં સાંપ્રદાયિક હિંસા બાદ નેપાળની સરહદે આવેલા ભારતીય વિસ્તારોમાં એલર્ટ છે. સુનસરીના રામનગર ભુટાહામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમનો પ્રચાર કરી રહેલા હિંદુ સંગઠનના સભ્યો પર હુમલા બાદ વાતાવરણ બગડયું છે. આ પછી જીવન મહેતા નામના હિંદુ યુવકને ખરાબ રીતે મારવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોનું કહેવું છે કે, અયોધ્યામાં રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બાદથી જ કટ્ટરવાદીઓ ભડકે બળી રહ્યા હતા. આ કેસમાં અત્યાર સુધીમાં મુસ્લિમ સમુદાયના બે લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. બાગેશ્વર ધામ સરકારના દિવ્ય દરબાર પહેલાં જ નેપાળમાં મુસ્લિમો હિંસા પર ઉતરી આવ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાગેશ્વર સરકારનો કાર્યક્રમ 17 એપ્રિલે નેપાળમાં સ્થિત સુનસરીના ચતરા ખાતે આયોજિત થવાનો છે. આ કાર્યક્રમનો પ્રચાર કરી રહેલા વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો, જે બાદ સ્થિતિ તંગ બની ગઈ હતી. નેપાળ પ્રશાસને પીસ કમિટીની બેઠક બોલાવી હતી, પરંતુ મુસ્લિમ સમુદાયના પ્રતિનિધિઓએ તેમાં ભાગ લીધો ન હતો. નેપાળમાં આવી સ્થિતિમાં મુસ્લિમો હિંસા ફેલાવવા ‘અલ્લાહ હુ અકબર’ના નારા સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે. તણાવને જોતા ભારતની સરહદો પર પણ સતર્કતા વધારી દેવામાં આવી છે.
આ વિવાદ 4 એપ્રિલ 2024 (ગુરુવાર) ના રોજ શરૂ થયો હતો. જીવન મહેતા નામનો યુવક હરિનગર વિસ્તારના રામનગરમાં આવેલી સ્કૂલમાંથી પોતાની બહેનને ઘરે લઈ જવા માટે બાઇક પર ગયો હતો. તે સમયે લગભગ 150-200 મુસ્લિમોની ભીડ અહીં એકઠી થઈ હતી. મુસ્લિમોના ટોળાંએ જીવન મહેતાને નિર્દયતાથી માર માર્યો હતો. પોતાનો જીવ બચાવવા જીવન મહેતા શાળામાં પ્રવેશ્યા, પરંતુ ટોળાએ તેમને ત્યાં પણ છોડ્યા નહીં. હુમલાખોરોમાં બાળકો, વૃદ્ધો અને જવાન તમામ ઉંમરના લોકો સામેલ હતા.
ઘટનાના એક પ્રત્યક્ષદર્શીએ ઑપઇન્ડિયાને જણાવ્યું કે, ટોળાએ જીવન મહેતાને શાળામાંથી કાઢીને રામનગર ભુટહા બજારમાં દોડાવી-દોડાવીને માર્યા હતા. આરોપ છે કે, આ સમયગાળા દરમિયાન પોલીસ પ્રશાસન બધું જોતું હોવા છતાં મૂકપ્રેક્ષક બની રહ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ટોળાએ પોલીસ પાસેથી પણ જીવન મહેતાને છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. હોસ્પિટલમાં લઈ જતી વખતે પણ રસ્તામાં અવરોધો ઊભા કર્યા હતા. જીવન મહેતાને સુનસરી જિલ્લાની સરકારી હોસ્પિટલના ICU વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફૈયાઝ અંસારી મુસ્લિમ ટોળાનું નેતૃત્વ કરી રહ્યો હતો.
अल्ल्हा हु अकबरको नारा लागाइ जीवन मेह्ता माथी भएको साङ्घातिक हमलाको दोसिमाथि अभिलम्भ कारबाही होस # जीवन भाइको सिघ्र स्वास्थ लाभको कामना गर्दछु जय श्री राम सन्दर्भ :""भुटाहा घटना@PM_nepal_ @NepalPoliceHQ @bbcnepali @NepaliTimes pic.twitter.com/rWTMOWKdft
— Sanjeet Maurya (@sanjeetmaurya_) April 5, 2024
ફૈયાઝ અંસારીનો અબ્બુ ગફ્ફાર હરિનગર ગ્રામપાલિકાનો પ્રમુખ છે. હરિનગર ગ્રામપાલિકા ભારતને અડીને આવેલ મુસ્લિમ બહુમતી વિસ્તાર છે. બીજા દિવસે શુક્રવારે (5 એપ્રિલ 2024) હિંદુઓએ આ ઘટના વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. રોડ બ્લોક કરી હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. મુસ્લિમ ટોળાએ વિરોધ કરી રહેલા લોકો પર પણ હુમલો કર્યો હતો. હુમલાખોરોની સંખ્યા 500 આસપાસ હતી. હિંસક ટોળું ‘નારા-એ-તકબીર’ અને ‘અલ્લા હુ અકબર’ના નારા લગાવી રહ્યું હતું. બંને પક્ષો વચ્ચે થયેલી અથડામણમાં ડઝનબંધ લોકો ઘાયલ થયા છે.
હિંદુ સમ્રાટ સેનાના અધ્યક્ષ રાજેશ યાદવે ઑપઇન્ડિયાને જણાવ્યું કે, વહીવટીતંત્રે હવામાં ગોળીબાર કરીને ભીડને વિખેરી નાખી હતી. આ ફાયરિંગમાં બે હિંદુ યુવકોને ગોળી વાગી હતી. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ બંનેની હાલત ખતરાની બહાર હોવાનું કહેવાય છે. હિંસક ટોળાએ બ્રહ્મદેવ મહેતા નામના નેપાળી પત્રકાર પર પણ હુમલો કર્યો હતો. તેમને પથ્થરો અને લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હતો. બ્રહ્મદેવનો કેમેરો આંચકી લીધો હતો અને મોબાઈલ તોડી નાખ્યો હતો. પત્રકાર પર હુમલાનો માસ્ટરમાઈન્ડ સજ્જાદ હોવાનું કહેવાય છે. સજ્જાદ અંસારી ગ્રામપાલિકા અધ્યક્ષ ગફ્ફારનો જમણો હાથ હોવાનું કહેવાય રહ્યું છે.
આ હિંસા બાદ સુનસરી જિલ્લાનો હિંદુ સમુદાય એક થઈ ગયો. વિરોધ દર્શાવતા તેમણે હુમલાખોરો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. નેપાળ પોલીસ વિડીયો ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ કરવા માટે કામ કરી રહી છે. હિંસાને કાબૂમાં લેતી વખતે 17 પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા અને તેમની સારવાર ચાલી રહી છે. એક પ્રત્યક્ષદર્શીએ ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, કેટલાક સ્થાનિક મુસ્લિમ પત્રકારો તેમના પોતાના સમુદાયને પીડિત બતાવવા માટે પ્રોપગેન્ડા ચલાવી રહ્યા છે. તેઓ હિંદુઓને બદલે મુસ્લિમોને પીડિત તરીકે રજૂ કરી રહ્યા છે. આ પત્રકારોમાં તાબિલ અંસારી, નસીમ, અજમલ નેપાળી અને મોહસીમ અંસારીનું નામ મુખ્ય હતું. આ તમામ પર હિંદુઓ વિરુદ્ધ ભ્રામક સમાચાર ફેલાવવાનો આરોપ છે.
ઘટનાના એક પ્રત્યક્ષદર્શીએ ઑપઇન્ડિયાને જણાવ્યું કે, આ ઘટના અયોધ્યામાં રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવથી શરૂ થઈ હતી. ત્યારે હરિનગરના ગૌતમપુર વિસ્તારમાં વોર્ડ નંબર 3માં મુસ્લિમ સમાજના કેટલાક લોકોએ હિંદુ યુવકો દ્વારા લગાવવામાં આવેલા ભગવા ધ્વજ ફાડીને ફેંકી દીધા હતા. આ દરમિયાન વહીવટીતંત્ર અને ગ્રામજનોએ બંને પક્ષોને સમજાવીને મામલો દબાવી દીધો હતો. આ ઘટનાના વિરોધમાં જીવન મહેતાએ એક વિડીયો જારી કર્યો હતો. વિડીયોમાં જીવન મહેતાએ ભગવા ધ્વજનું અપમાન કરવા બદલ મુસ્લિમોની ટીકા કરી હતી. ત્યારથી તે મુસ્લિમોના નિશાના પર હતા.