વડોદરાના સંવેદનશીલ વિસ્તાર ગણાતા જૂનીગઢી શીપવાડમાં પાડવામાં આવેલા દરોડામાં પોલીસે 326 કિલો ગૌમાંસ ઝડપ્યું છે. પોલીસે જ્યાં દરોડા પાડ્યા, તે પાણીગેટમાં ‘પ્રખ્યાત’ હુસૈની સમોસાવાળાનું ઘર હતું. બાતમીના આધારે જ્યારે પોલીસે દરોડા પાડ્યા, ત્યારે ઘરમાંથી ગૌમાંસ સહિત હાઈટેક ક્રશર અને મોટું રૂમ જેવડું ડીપ ફ્રીજ પણ મળી આવ્યું હતું. વડોદરાના હુસૈની સમોસાવાળાના સમોસામાં ગૌમાંસ ઝડપાતા ચકચાર મચી ગયો છે.
મળતી માહિતી અનુસાર વડોદરા ઝોન-4 LCB દ્વારા આ આખી કાર્યવાહી કરવામાં આવી હતી. વાસ્તવમાં પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થા ચલાવતા નેહા પટેલને ગૌમાંસની માહિતી મળતા તેમણે પોલીસની મદદ લીધી હતી. જે આધારે પોલીસે પાણીગેટના જૂનીગઢી છીપાવાડના હુસૈની મેન્શન નામના એક રહેણાંક મકાનમાં દરોડા પાડતા તેમને ત્યાં ગૌમાંસ અને ગૌમાંસમાંથી બનેલા સમોસા મળી આવ્યા હતા.
A famous samosa wala of Vadodara "Hussaini Samos" was selling samosas stuffed with Beef.
— Mr Sinha (Modi's family) (@MrSinha_) April 8, 2024
Gujarat Police arrested six people in this case & seized over 350 kg of beef from there.
Beef isn't a cheap item, yet they were doing this which clearly proves they wanted to feed Hindus… pic.twitter.com/96GWorbpON
દરોડામાં ગૌમાંસ અને કાચા સમોસા મળી આવ્યા
આ દરમિયાન પોલીસને અહીં, હાઈટેક કટર, ડીપ ફ્રીઝર, 152 કિલો માંસના માવાનો સામાન, ગૌમાંસ ભરેલા કાચા સમોસા 61 કિલો માંસ તેમજ 113 કિલો માંસ ભરેલ સમોસા એમ કૂલ 326 કિલો ગૌમાંસનો જથ્થો મળી આવ્યો હતો. જપ્ત કરેલા માંસના નમૂના તાત્કાલિક FSLમાં મોકલી તપાસ કરાવતા તે ગૌમાંસ હોવાની પુષ્ટિ થઈ હતી. હાલ પોલીસે કૂલ 6 લોકોને ઝડપીને કાર્યવાહી શરૂ કરી છે.
જ્યાંથી ગૌમાંસ પકડ્યું, ત્યાં અનેક હિંદુઓ પણ રહે છે- નેહા પટેલ
આ મામલે વધુ માહિતી મેળવવા ઑપઇન્ડિયાએ નેહા પટેલનો સંપર્ક કર્યો હતો, તેમણે અમારી ટીમને જણાવ્યું કે, “મને માહિતી મળી કે આ વિસ્તારમાં ફેમસ હુસૈની સમોસાવાળા ગૌમાંસના સમોસા વેચે છે. મને જેવી માહિતી મળી મેં ઝોન 4ના ડીસીપી પન્ના મોમાયા મેડમનો સંપર્ક કર્યો. તેમને ખબર પડતા જ તેમણે ઝોન 4 LCBટીમને નિર્દેશ આપી શીપવાડમાં હુસૈની સમોસાવાળાના ત્યાં દરોડા પાડ્યા.”
તેમણે ઑપઇન્ડિયાને જણાવ્યું કે, “આ વિસ્તારમાં અનેક હિંદુઓ રહે છે. જેવી પોલીસ ટીમ સાથે અમે ત્યાં પહોંચ્યા. જોયું તો એક 3/4 માળની મોટી બિલ્ડીંગ છે અને જેવા અમે અંદર ગયા, અમને ત્યાં મોટી માત્રામાં ગૌમાંસ મળી આવ્યું. સાથે જ હાઈટેક ક્રશર અને ડીપ ફ્રીઝર પણ હતું. અ ફ્રીઝર તેમણે દીવાલમાં ફીટ કરીને રાખ્યું હતું. ત્યાં અમને ગૌમાંસ સિવાય અન્ય કોઈ પશુનું માંસ ન મળ્યું. ત્યાં કાચા બનાવેલા સમોસા પણ પડ્યા હતા. લગભગ ત્રણ તગારા ભરીને માલ તૈયાર પડ્યો હતો.”
આરોપીઓ આખા વડોદરામાં માલ સપ્લાય કરતા
તેમણે આગળ જણાવ્યું કે, “માંસનો જથ્થો જપ્ત કરીને પોલીસે તેને FSLમાં મોકલી આપ્યું હતું, જેમાં ઝડપાયેલું બધું જ ગૌમાંસ હોવાનું સામે આવ્યું હતું. દરોડા દરમિયાન જાણવા મળ્યું કે આ લોકો છેલ્લા ઘણા વર્ષોથી ગૌમાંસના સમોસા બનાવીને વેચતા હતા. સહુથી વધુ ગંભીર બાબત તે છે કે, તે આખા વડોદરામાં કાચો માલ સપ્લાય કરતા હતા.”
જે વિસ્તારમાંથી ગૌમાંસ ઝડપાયું, તેના વિશે માહિતી આપતા નેહા પટેલે જણાવ્યું કે, “આ વિસ્તારમાં, હિંદુઓ પણ રહે છે. જ્યાંથી ગૌમાંસ ઝડપાયું, તેનાથી થોડે જ દૂર મેં એક હનુમાનજીનો ફોટો પણ જોયો. બિલ્ડીંગની બીજી બાજુમાં મુસ્લિમ બાળકીઓ માટે મદરેસા જેવું શૈક્ષણિક સંસ્થાન પણ ચાલે છે. બાકીની અનેક શેરીઓ હિંદુ વસ્તીની છે.”
કડક કાર્યવાહી કરીને બુલડોઝર એક્શન લેવામાં આવે- નેહા પટેલ
તેમણે આક્રોશ જતાવ્યો હતો કે, આ આખા વડોદરામાં પ્રખ્યાત છે, લોકો દૂર-દૂર અહીં સમોસા લેવા અને ખાવા આવે છે. આ લોકો પાસે કોઈ પણ પ્રકારના લાઈસન્સ કે પરવાના નહોતા અને તે છતાં ઘણા લાંબા સમયથી તેઓ આ પ્રકારે ગૌમાંસ ભરેલા સમોસા વેચી રહ્યા હતા. તેમણે પોતાની દુકાનમાં ક્યાય નથી લખ્યું કે આ સમોસામાં માંસ છે. કેટલાય લોકોનો ધર્મ આ લોકોએ ભ્રષ્ટ કર્યો હતો? અમારી માંગ છે કે આરોપીઓની મિલકતની તપાસ કરવામાં આવે અને જો તેમાં ક્ષતિ કે ગેરકાયદેસર દબાણ જણાય, તો તેમના પર બુલડોઝર એક્શન લેવામાં આવે.”
પોલીસે આ મામલે મહંમદ યુસુફ ફકીર મોહમ્મદ શેખ, મહંમદ નઈમ મહંમદ યુસુફ શેખ, મહંમદ હનીફ ગની ભઠીયારા, દિલાવરખાન ઈસ્માઈલખાન પઠાણ, મોઈન મહેબૂબશા હબદાલ અને મોબીન યુસુફ શેખ એક કૂલ 6ની ધરપકડ કરી છે. દરમિયાન પૂછપરછમાં તે પણ સામે આવ્યું હતું કે આ ગૌમાંસનો જથ્થો તેઓ આણંદથી લાવતા હતા.