Sunday, September 8, 2024
More
    હોમપેજદેશમંદિર સામે મુસ્લિમ આવાસનો દરવાજો બનાવવાની જીદ, વિરોધ કરતા આખા ગામમાં હિંદુઓનો...

    મંદિર સામે મુસ્લિમ આવાસનો દરવાજો બનાવવાની જીદ, વિરોધ કરતા આખા ગામમાં હિંદુઓનો બહિષ્કાર: હિંદુ સંગઠનોમાં પણ આક્રોશ, ગ્રાઉન્ડ ઝીરો સુધી પહોંચ્યું ઑપઇન્ડિયા

    સમગ્ર મુદ્દાના મૂળમાં જમીન વિવાદ છે. ગામમાં એક મંદિર છે, જે છોટેલાલ ગુપ્તાના ઘરની બાજુમાં છે. આ મંદિરને અડીને આવેલી જમીન પહેલા એક હિંદુની હતી. થોડા સમય પહેલા આ જમીન ગામના એક મુસ્લિમે ખરીદી લીધી હતી. આરોપ છે કે મુસ્લિમ ખરીદદાર હવે મંદિર તરફ પોતાનો દરવાજો પાડવા માંગે છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લાના પશ્ચિમ શરીરા વિસ્તાર હાલ ચર્ચામાં છે. કારણ છે સોશિયલ મીડિયા પર જાફરપુર ગામને લઈને ચાલી રહેલો વિવાદ. કહેવામાં આવી રહ્યું છે કે મુસ્લિમ પક્ષ દ્વારા હિંદુ સમુદાયનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. કેટલીક મીડિયા સંસ્થાઓએ પણ આ મામલે સમાચારો છાપ્યા છે. જોકે પોલીસ આ બાબતનું ખંડન કરી રહી છે. બીજી તરફ હિંદુ સંગઠનોને સ્થાનિક પ્રશાસનના વલણ પર અસંતોષ છે, જેને લઈને વિરોધ પ્રદર્શન પણ થયું છે. ઑપઇન્ડિયાએ આ મામલે તમામ પાસાઓ પર ઘન તપાસ કરી હતી.

    મુદ્દાના મૂળમાં જમીન વિવાદ

    કૌશામ્બી ખાતે હિંદુ સમાજનો બહિષ્કાર થયો તે સમગ્ર મુદ્દાના મૂળમાં જમીન વિવાદ છે. ગામમાં એક મંદિર છે, જે છોટેલાલ ગુપ્તાના ઘરની બાજુમાં છે. આ મંદિરને અડીને આવેલી જમીન પહેલા એક હિંદુની હતી. થોડા સમય પહેલા આ જમીન ગામના એક મુસ્લિમે ખરીદી લીધી હતી. આરોપ છે કે મુસ્લિમ ખરીદદાર હવે મંદિર તરફ પોતાનો દરવાજો પાડવા માંગે છે. આગળની તરફ દરવાજો હોવા છતાં મુસ્લિમ ખરીદનાર ‘મારી જમીન-મારો અધિકાર’ કહીને મંદિર સામેનો દરવાજો પાડવા માટે જીદ કરી રહ્યો છે. હિંદુ પક્ષનું માનવું છે કે આ કારણે ભવિષ્યમાં સાંપ્રદાયિક તણાવ ફેલાઈ શકે છે, કારણ કે મુસ્લિમ પરિવારના રીત-રીવાજોથી મંદિરનું અપમાન થઈ શકે છે.

    હિંદુ પક્ષે લગાવ્યા ગંભીર આરોપ

    આ મામલે ગામના રહીશો છોટેલાલ ગુપ્તા, મહેશ અને વિરેન્દ્ર દિવાકર વગેરેના નિવેદનો સામે આવ્યા છે. આ તમામે એક સૂરમાં કહ્યું છે કે, મુસ્લિમ પક્ષે હવે જમીન વિવાદની લડાઈથી આગળ વધીને સામાજિક બહિષ્કારનો આશરો લીધો છે. આરોપ છે કે ગામમાં મુસ્લિમ સમાજના લોકોની એક બેઠક મળી હતી અને તેમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો કે હિંદુઓના ઘરોથી કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવામાં ન આવે. ઑપઇન્ડિયાને સ્થાનિક નાયબ અધિક્ષકને ઉદ્દેશીને લખવામાં આવેલો એક પત્ર પણ મળ્યો છે. પત્રના નીચેના ભાગમાં છોટેલાલ, મહેશ, રાજેશ કુમાર, રૂપેન્દ્ર કુમાર શર્મા, ધીરેન્દ્ર સિંહ અને જગદીશ કુમારની સહી છે.

    - Advertisement -
    ફરિયાદની નકલ, સાભાર ऑपइंडिया

    આ પત્રમાં ગામના પ્રધાન નસીર અહેમદ, અબરારના પુત્ર ગુડ્ડુ, અકરમ, નૌશાદ અને વહાબને હિંદુઓના બહિષ્કારના સુત્રધાર તરીકે વર્ણવવામાં આવ્યા છે. આ બહિષ્કાર પર હિંદુઓની દુકાનમાંથી સામાન લેવાનો, તેમની સાથે વાત કરવાનો અને તેમના ખેતરોમાં પાણી અટકાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ ફરમાનનો અનાદર કરનારા મુસ્લિમોને 5000 રૂપિયાનો દંડ ફટકારવાની વાત કરવામાં આવી છે અને તેમને સમુદાયમાંથી હાંકી કાઢવાની ધમકી આપવામાં આવી છે. ફરિયાદમાં કહેવાયું છે કે, ગામના હિંદુઓની અંદર ભયનો માહોલ છે. સિંચાઈ માટે પાણી ન મળવાથી પ્રભાવિત હિંદુઓના નામ વૈજનાથ અને રાજેશ લખવામાં આવ્યા છે. સમગ્ર હિંદુ સમાજને અરજદાર તરીકે લખવામાં આવ્યો છે.

    ગામના મુખિયાએ આંશિક રીતે આરોપો સ્વીકાર્યા

    આ સમગ્ર વિવાદ પર ઑપઇન્ડિયાને ગામના મુખિયા નસ્સન ઉર્ફે નસીર અહમદની વિડીયો બાઇટ મળી છે. નસીર અહમદે સૌથી પહેલા હિંદુ-મુસ્લિમ એકતા જેવી તમામ વાતો કહી હતી. આગળ તેમણે જમીન વિવાદમાં મુસ્લિમ ખરીદનારનો પક્ષ પણ લીધો હતો અને તેમના દ્વારા કરવામાં આવતા બાંધકામને યોગ્ય ઠેરવ્યું હતું. ગામના મુખીએ કોઈપણ સામાજિક બહિષ્કારની વાતને નકારી કઢી હતી. અંતમાં તેમણે કબૂલ્યું હતું કે, હિંદુ-મુસ્લિમની વાતો કરનારા કેટલાક લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

    પોલીસ દ્વારા તમામ આરોપોનું ખંડન

    આ સમગ્ર મામલામાં કૌશાંબી પોલીસે સોમવારે (10 જૂન 2024) પોતાનું નિવેદન જાહેર કર્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર ગામમાં કોઇનો બહિષ્કાર કરવા જેવો ફતવો બહાર પાડવાની વાત પાયાવિહોણી અને ગેરમાર્ગે દોરનારી છે. સાથે જ પોલીસે એવી પણ સ્પષ્ટતા કરી છે કે, સિંચાઈ માટે પાણી ન આપવાનો મામલો સામૂહિક નહીં પણ વ્યક્તિગત હતો. ત્યારે ફકીરાએ પાણી લેતા પહેલા જૂની બાકી નીકળતી રકમ ચૂકવી દેવા જણાવ્યું હતું. ગામમાં આંતરિક શાંતિનો દાવો કરતાં પોલીસે કહ્યું છે કે, કેટલાક બહારના લોકો ત્યાંનું વાતાવરણ બગાડવા માંગે છે, જેમને કડક સૂચના આપવામાં આવી છે.

    પ્રશાસનની કામગીરીથી હિંદુ સંગઠનોમાં અસંતોષ

    બીજી તરફ હિંદુ સંગઠનોએ પ્રશાસનિક કામકાજ પર નારાજગી વ્યક્ત કરી છે. ગામમાં હિંદુઓ સાથે અન્યાયનો આરોપ લગાવતા, હિંદુ સંગઠન સાથે સંકળાયેલા લોકોએ 9 જૂન 2024 (રવિવાર) ના રોજ પશ્ચિમ શરા પોલીસ સ્ટેશનમાં ધરણા કર્યા હતા. ધરણા દરમિયાન, પોલીસ પર હિંદુ પક્ષને ધમકાવવા તેમજ મહેસૂલ અધિકારીઓ દ્વારા એકપક્ષીય નિર્ણયો લેવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સીધી ફરિયાદ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

    ગામમાં મુસ્લિમ અને હિંદુ વસ્તી લગભગ સમાન હોવાનું કહેવામાં આવ્યું હતું. હિંદુ સંગઠનોએ જાહેર કર્યું છે કે ગામના હિંદુઓ સાથે થનાર કોઈ અન્યાય સહન કરવામાં આવશે નહીં. હાલ ગામમાં શાંતિ છે. વહીવટીતંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. આ અંગે સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં