ઉત્તર પ્રદેશના અમેઠીથી (Amethi) ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. મોહરમને લઈને કાઢવામાં આવેલા જુલૂસમાં જોડાયેલા મુસ્લિમ યુવકોએ આપત્તિજનક નારા લગાવીને આખો વિસ્તાર બાનમાં લીધો હતો. યુવકોએ ‘હિન્દુસ્તાન મેં રહેના હૈ, ય હુસૈન કહેના હૈ.”ના નારા લગાવ્યા અને આ ઘટનાનો એક વિડીયો પણ ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ઘટના બાદ પોલીસે કેટલાક યુવકોની ધરપકડ કરીને તપાસ આદરી છે. મહત્વનું છે કે મોહરમના જુલૂસમાં જોડાયેલા યુવકોએ અમેઠી પોલીસ સ્ટેશનની બહાર જ આ પ્રકારના મઝહબી નારા લગાવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ઘટના અમેઠીના મુસાફિરખાનાની (Musafirkhana) છે. અહીં મુસ્લિમ સમુદાય દ્વારા મોહરમને લઈને જુલૂસ કાઢવામાં આવ્યું હતું. આ જુલૂસમાં ભારે સંખ્યામાં મુસ્લિમ યુવકો જોડાયા હતા. તેવામાં અચાનક જ કેટલાક યુવકો ‘યા હુસૈન.. હિન્દુસ્તાનમેં રહેના હૈ… યા હુસૈન કહેના હૈ…’ના નારા લગાવવા લાગે છે. સામે આવેલા વિડીયોમાં પણ જોઈ શકાય છે કે ઢોલ નગારા વાગી રહ્યા છે, લીલા કલરના ઝંડા ફરકાવવામાં આવી રહ્યા છે અને યુવકોનું ટોળું આ આપત્તિજનક નારા લગાવી રહ્યું છે.
“If you want to live in Hindustan, you have to say Ya Hussain” – chants at Muharram in UP’s Amethi
— Swati Goel Sharma (@swati_gs) July 15, 2024
But as per their community leaders and media, they are being persecuted for their religion, living in fear and facing genocide pic.twitter.com/1nCnpX8Nz4
પોલીસ સ્ટેશનની સામે પહોંચતા જ નારેબાજી શરૂ કરી
Zee ન્યુઝે આપેલા અહેવાલ અનુસાર મહત્વપૂર્ણ બાબત તે છે કે આ આખી ઘટના પોલીસ સ્ટેશનના દરવાજાની સામે જ ઘટી હતી. અહેવાલમાં જણાવ્યા અનુસાર જેવુ મહોરમ (Muharram) જુલૂસ મુસાફિરખાના પોલીસ સ્ટેશનની સામે પહોંચ્યું, ટોળામાં રહેલા યુવકોએ જોર જોરથી નારા લગાવવાના શરૂ કરી દીધા. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વિડીયો વાયરલ થયા બાદ સ્થાનિક પોલીસ પ્રશાસને આ મામલે નોંધ લઈને કેટલાક યુવકોની ધરપકડ કરી ધારાધોરણ અનુસાર કાર્યવાહી શરૂ કરી છે.
આ મામલે અમેઠીના એસપી અનુપ સિંહે માહિતી આપતા જણાવ્યું હતું કે, “વિડીયોમાં દેખાઈ રહેલા યુવકોની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ તમામની પૂછપરછ કરવામાં આવી રહી છે. વિડીયોની પણ તપાસ કરવામાં આવી રહી છે. તમામ વિરુદ્ધ ધારા-ધોરણ અનુસાર ગુનો નોંધી દેવામાં આવ્યો છે અને જરૂરી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
#amethipolice थानाक्षेत्र मुसाफिरखाना से संबन्धित सोशल मीडिया पर वायरल वीडियो की जांच के क्रम में वीडियो में दिख रहे व्यक्तियों को हिरासत में लेकर पूछताछ व सुसंगत धाराओं में अभियोग पंजीकृत कर अन्य विधिक कार्यवाही के संबन्ध में #SP_अमेठी द्वारा दी गई बाइट । pic.twitter.com/JK8tOIQhGd
— AMETHI POLICE (@amethipolice) July 14, 2024
સંત સમાજમાં નારાજગી
ઉલ્લેખનીય છે કે મોહરમના જુલૂસમાં જોડાયેલા યુવકોએ અમેઠી પોલીસ સ્ટેશનની બહાર મઝહબી નારા લગાવવાની ઘટના સામે આવ્યા બાદ સંત સમુદાયમાં પણ નારાજગી જોવા મળી રહી છે. અમેઠીના બબુગંજ સગરા પીઠના પીઠાધીશ્વર મોની મહારાજે આ મામલે કહ્યું હતું કે, “મારી સીએમ યોગી આદિત્યનાથને વિનંતી છે કે આ પ્રકારના તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. જે લોકોને પકડી લેવામાં આવ્યા છે તેમને એવી સજા આપવામાં આવે કે ભવિષ્યમાં તેઓ કે અન્ય કોઈ ફરી આવી હરકત ન કરે.”