રાજસ્થાનના જોધપુરમાં સરકારી હેન્ડપંપને અડવા બદલ આદિવાસી વ્યક્તિની હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. અહીં કિશનલાલ ભીલ નામના વ્યક્તિએ હેન્ડપંપ પરથી પાણી લીધું હતું, ત્યારપછી તેને મુસ્લિમ યુવકોએ માર મારીને ગંભીર ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેનું મોત નીપજ્યું. પોલીસે આ કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરી છે. સાથે જ અન્ય આરોપીઓ ફરાર છે.
Police arrested the three accused, Shakeel, Naseer and Bablu alias Mohammed Hatam and a case has been registered…
— The Dalit Voice (@ambedkariteIND) November 8, 2022
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જોધપુરના સુરસાગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના એક ગામમાં આદિવાસી યુવક કિશનલાલ ભીલના સરકારી હેન્ડપંપને અડવા બદલ શકીલ, નાસિર, બબલુ ઉર્ફે મોહમ્મદ હાતમ અને અન્ય લોકોએ તેની સાથે મારામારી શરૂકરી હતી. આ પછી તેના પર બારીયા વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ પછી જ્યારે કિશનલાલના પરિવારના સભ્યો તેને હોસ્પિટલ લઈ જવા લાગ્યા તો મુસ્લિમ યુવકોએ તેને હોસ્પિટલ જતા પણ અટકાવ્યો હતો. ત્યારબાદ સંબંધીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસ આવતાં જ કિશનલાલને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આદિવાસી યુવકની હત્યા અંગે સુરસાગર પોલીસ સ્ટેશનના અધિકારી ડો.ગૌતમ દોતાસરા કહે છે કે પરિવારજનોની ફરિયાદ મળ્યા બાદ પોલીસે રાત્રે જ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. કેટલાક આરોપીઓ ફરાર છે, તેમની શોધ ચાલુ છે. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ શકીલ, નાસિર અને બબલુ ઉર્ફે મોહમ્મદ હાતમ તરીકે થઈ છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ અને ભારતીય દંડ સંહિતાની કલમ 302 હેઠળ કેસ નોંધ્યો છે.
કિશનલાલના મૃત્યુની માહિતી મળતાં જ તેમના સંબંધીઓ અને આદિવાસી સંગઠનના સભ્યો પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં, આ લોકો આરોપીઓ સામે કડક કાર્યવાહી અને સરકારી નોકરી અને મૃતકના પરિવારને 50 લાખ રૂપિયાના વળતરની માંગ સાથે મુર્દાઘર બહાર ધરણા પર બેઠા હતા. આદિવાસી સંગઠનના લોકોનું કહેવું છે કે જો યોગ્ય વળતર નહીં મળે તો આગામી દિવસોમાં વિરોધ વધારવામાં આવશે.
મુસ્લિમ યુવકો દ્વારા હિંસાનો ભોગ બનેલા મૃતક કિશનલાલના ભાઈ અશોક ભીલે જણાવ્યું છે કે સરકારી હેન્ડપંપમાં મોટર લગાવેલી છે જેના પર શકીલ, નાસિર અને બબલુએ કબ્જો કરી રાખ્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે આ લોકો અન્ય સમુદાયના લોકોને પાણી ભરવા દેતા નથી. જો કોઈ પાણી ભરે તો તેની પાઈપ કાપી નાખવામાં આવે છે. આરોપીઓએ કિશનલાલ અને તેમના પુત્ર પર પણ હુમલો કર્યો હતો.
આ ઘટના અંગે દલિત સમાજના નેતા અનિલ તેજીએ કહ્યું છે કે પાણી જેવી વસ્તુ માટે એક યુવકની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. તેમના ઘરમાં તે એકમાત્ર વ્યક્તિ હતો જે પરિવારના તમામ સભ્યોનું ભરણપોષણ કરવા માટે મજૂર તરીકે કામ કરતો હતો. તેમણે કહ્યું કે એક ખાસ જાતિના આ લોકોએ પાણી માટે કિશનલાલની હત્યા કરી હતી. તેમણે સવાલ કર્યો કે એક તરફ મીમ અને ભીમ સમાજમાં ભાઈ-ભાઈના નારા લગાવતા હતા, આજે તેઓ ક્યાં ગયા? તેમણે કહ્યું, “આ ભીમને મારવામાં આવ્યો છે, અહીં ધરણા પર કોઈ મીમ નથી પહોંચ્યો.”