Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમસુરતમાં હિંદુ વિસ્તારમાં રહેવા માટે મોહમ્મદ તોહિદુલ બન્યો ‘રોહિત શર્મા’, બે બોગસ...

    સુરતમાં હિંદુ વિસ્તારમાં રહેવા માટે મોહમ્મદ તોહિદુલ બન્યો ‘રોહિત શર્મા’, બે બોગસ આધાર કાર્ડ બનાવ્યાં: હિંદુ યુવતી સાથે લગ્ન કર્યાં હતાં, ધરપકડ

    તોહિદુલ હક મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે. છેલ્લાં સાત વર્ષથી તે સુરતમાં રહે છે. થોડા સમય પહેલાં તેની સાથે નોકરી કરતી એક 35 વર્ષીય પરપ્રાંતીય યુવતી સાથે તેણે લગ્ન કરી લીધાં હતાં.

    - Advertisement -

    સુરત પોલીસે શહેરમાંથી હિંદુ નામ ધારણ કરીને રહેતા એક મુસ્લિમ યુવકને પકડી પાડ્યો છે. તેણે એક હિંદુ યુવતી સાથે લગ્ન કર્યાં હતાં અને હિંદુ નામથી રાંદેર વિસ્તારમાં રહેતો હતો. તેની પાસેથી બોગસ આધાર કાર્ડ પણ મળી આવ્યાં છે.  

    યુવક મોહમ્મદ તોહિદુલ હક મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે. છેલ્લાં સાત વર્ષથી તે સુરતમાં રહે છે. થોડા સમય પહેલાં તેની સાથે નોકરી કરતી એક 35 વર્ષીય પરપ્રાંતીય યુવતી સાથે તેણે લગ્ન કરી લીધાં હતાં. તેણે હિંદુ વિસ્તારમાં રહેવું હતું પરંતુ મકાન મેળવવામાં મુશ્કેલી પડતી હતી, જેથી તેણે બોગસ આધાર કાર્ડ બનાવી લીધા હતા. પોલીસને તેની પાસેથી બે મુસ્લિમ અને એક હિંદુ નામનાં આધાર કાર્ડ મળી આવ્યાં છે. 

    પોલીસની પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે, સાત વર્ષ પહેલાં તે સુરત આવ્યો હતો અને જુદાં-જુદાં સ્પામાં મેનેજર તરીકે નોકરી કરતો હતો. જો સ્પા કોઈ વિવાદમાં આવે કે કાયદાકીય ગૂંચવણ ઉભી થાય તો બદનામી થાય તેમ વિચારીને તેણે અહમદ અરાન ખાન નામથી એક ફેક આધાર કાર્ડ બનાવી રાખ્યું હતું. 

    - Advertisement -

    બે વર્ષ પહેલાં તે તેની સાથે જ કામ કરતી એક હિંદુ યુવતીના સંપર્કમાં આવ્યો હતો અને ત્યારબાદ બંનેએ પ્રેમલગ્ન કરી લીધાં હતાં. પરંતુ યુવતીએ મુસ્લિમ વિસ્તારમાં રહેવાની ના પાડી હતી. જેથી આરોપીએ હિંદુ વિસ્તારમાં મકાન શોધવાનું શરૂ કર્યું હતું, પરંતુ મુસ્લિમ નામના કારણે તેને મકાન મેળવવામાં તકલીફ પડતી હતી. જેથી તેણે નવો ખેલ કર્યો અને વધુ એક આધાર કાર્ડ બનાવી લીધું હતું. જેમાં તેનું નામ ‘રોહિત શર્મા’ લખવામાં આવ્યું છે. 

    આરોપીની કબૂલાત અનુસાર, તેણે કામરેજના કઠોરમાંથી દોઢ હજાર રૂપિયા આપીને આ ફેક આધાર કાર્ડ બનાવડાવ્યાં હતાં. જે મકાન માલિકને આપીને તે યુવતી સાથે રહેતો હતો. સુરત SOGએ તેની ધરપકડ કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે તેમજ તેણે કોની પાસેથી આધાર કાર્ડ બનાવ્યાં હતાં અને કોના સંપર્કમાં હતો તેની પણ તપાસ ચાલી રહી છે. 

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સુરતમાંથી આવા ઘણા કિસ્સા સામે આવ્યા, જેમાં મુસ્લિમ યુવકો ખોટી ઓળખ અને ખોટા દસ્તાવેજો બનાવીને રહેતા હોય. ગત જુલાઈ મહિનામાં એક બાંગ્લાદેશી યુવક મોહંમદ રૂબેલ સુરતમાંથી પકડાયો હતો, જેની પાસેથી બોગસ ડોક્યુમેન્ટ્સ મળી આવ્યાં હતાં. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે ઉત્તર પ્રદેશના બે વ્યક્તિઓ જમશેદ અને અહમદે તેને આ બોગસ દસ્તાવેજો બનાવવામાં મદદ કરી હતી. ગત 14 ઓગસ્ટના રોજ આ બંનેને પણ પકડી લેવામાં આવ્યા હતા. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં