સુરતમાં હિંદુ યુવકો પર 6 મુસ્લિમોના ટોળાએ જીવલેણ હુમલો કરી દીધો. હુમલા પાછળનું કારણ મહિલાની છેડતી અને બાદમાં થયેલી માથાકૂટમાં સમાધાન કરવા વચ્ચે પડવાનું કહેવામાં આવી રહ્યું છે. આરોપી પૈકીનો ઈરફાન કરામત શેખ મહિલાની છેડતી કરી રહ્યો હતો. જે બાદ માથાકૂટ થઈ જતા ઈમરાને તેના મિત્રો સાથે મળીને અખા મહોલ્લામાં ઉત્પાત મચાવ્યો હતો. આ દરમિયાન પીડિત યુવક વિશાલ સમાધાન કરવા મધ્યસ્થી બન્યો હતો. આ મામલે અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ SC-ST સેલના ACP ઉપાધ્યાય આ મામલે તપાસ કરી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઘટના સુરતના છાપરાભાઠા રોડ પર મધુવન સોસાયટીની છે. અહીં રહેતી એક મહિલાની આરોપી ઇરફાન શેખે છેડતી કરી હતી. છેડતી બાદ અહીં મોટાપાયે ઝઘડો થયો હતો. ઇરફાન અહીં માથાભારે હોવાની છાપ ધરાવે છે. તેણે પીડિત મહિલાના ઘરની બારી તોડી નાખી અને આખા મહોલ્લામાં ઉત્પાત મચાવ્યો હતો. તેવામાં વિશાલ દેવમોરારી નામના હિંદુ યુવકે મધ્યસ્થી કરીને ઝઘડાનું સમાધાન કરાવ્યું હતું. જોકે સમાધાન બાદ પણ વિશાલ પર મધુવન સોસાયટીમાં જ રહેતા યુનુસ, સિકંદર, ઇમરાન, ઇરફાન, ઇસ્લામ અને ઉસ્માન સહિતના લોકોએ મોડી સાંજે તલવાર અને છરા જેવા તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. આ હુમલામાં વિશાલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. આટલું જ નહીં, તેને બચાવવા વચ્ચે પડેલા તેના મિત્રોને પણ ગંભીર ઇજા થઈ હતી.
વિશાલનું કાડુ કાપ્યું, તેના મિત્રોને પણ લોહીલુહાણ કર્યા
કહેવામાં આવી રહ્યું છે કે, હુમલાખોર પૈકીના યુસુફે વિશાલના ડાબા હાથના કાંડાના ભાગે તલવારનો ઘા મારી તેનું કાંડુ કાપી નાખ્યું હતું. અન્ય એકે વિશાલના મિત્ર મયૂર સોલંકીને ઝીંકી દેતા તે પણ ઘાયલ થયો હતો. આ હુમલા દરમિયાન મિત્રોને બચાવવા વચ્ચે પડેલા હાર્દિકને પેટ અને પીઠના ભાગે તીક્ષ્ણ છરો હુલાવી દેતા તે પણ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. ઘટના બાદ તમામ ઘાયલ યુવકોને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ મામલે પીડિત મયુર સોલંકીએ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સુરત: સમાધાનમાં મધ્યસ્થી બનેલા યુવાન પર હુમલો.
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) October 23, 2024
અમરોલીમાં મહિલાની છેડતી બાદ સમાધાન કરવા સમયે બની ઘટના.#Surat #Crime #accused #Gujarat #NewsCapitalGujarat #JaneCheGujarat pic.twitter.com/mpF8uSDvzN
અમરોલી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી, SCST સેલના DYSP ચલાવી રહ્યા છે તપાસ
બીજી તરફ ઘટનાની જાણ થતા જ અમરોલી પોલીસ સ્ટેશનના PI જયદીપસિંહ વણાર પોલીસ સ્ટાફ સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. આરોપીઓ માથાભારે હોવાથી મામલો વધુ ન વણસે તે માટે તેમણે ત્વરિત કાર્યવાહી કરીને પરિસ્થિતિ પણ કાબુ મેળવી લીધો. આ મામલે વધુ વિગતો મેળવવા ઑપઇન્ડિયાએ પીઆઈ વણારનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, તમામ આરોપીઓ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. તેમના કહેવા અનુસાર ઘટના ત્રણ દિવસ અગાઉની ઘટના છે, તેમણે ઑપઇન્ડિયાને કહ્યું હતું કે કાર્યવાહી બાદ પોલીસે એટ્રોસિટી અને 111 (સંગઠિત ક્રાઈમ) એમ બે વધારાની કલમોનો ઉમેરો કર્યો છે. આ સિવાય આરોપીઓ વિરુદ્ધ મૂળ ગુનો 307, 324, 326 સહિતની કલમો હેઠળ દાખલ કરવામાં આવ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ મામલે વધારાની તપાસ SCST સેલના DYSP ઉપાધ્યાય કેસની તપાસ કરી રહ્યા છે.
ઑપઇન્ડિયાએ DYSP ઉપાધ્યાયનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, “હજુ ગઈ કાલે જ તેમને કેસની તપાસ સોંપવામાં આવી છે. હાલ યુનુસ કરામત શેખ, સિકંદર શેખ, ઇમરાન શેખ, ઈરફાન ઉર્ફે પિન્ટુ શેખ, ઇસ્લામ શેખ, ઉસ્માન વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે. જેમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે જયારે યુનુસ અને સિકંદર સહિતના ત્રણ આરોપીઓ ભાગી છૂટતા તેમની ધરપકડ કરવા માટે પોલીસ તપાસ કરી રહી છે.” તેમણે વધુમાં તેમ પણ જણાવ્યું હતું કે સુરત પોલીસ વહેલામાં વહેલી તકે બાકીના આરોપીઓને ઝડપી લેવા માટે કાર્યવાહી કરી રહી છે.