ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બહરાઈચ જિલ્લામાં રવિવારે (13 ઓક્ટોબર 2024) ફાટી નીકળેલી હિંસા (Bahraich Violence) દરમિયાન મુસ્લિમ ટોળા દ્વારા રામગોપાલ મિશ્રા નામના યુવકની હત્યા (Ramgopal Mishra Murder) કરવામાં આવી હતી. આ હત્યાકાંડ પછી, દેશના ડાબેરી અને ઇસ્લામિક મીડિયાએ એક પ્રચાર શરૂ કર્યો જેમાં મા દુર્ગાની પ્રતિમાના વિસર્જન માટે જતા ભક્તોને વિલન તરીકે દર્શાવવામાં આવ્યા હતા. એવો પ્રચાર કરવામાં આવ્યો કે મા દુર્ગાના ભક્તોએ એક થઈને મુસ્લિમોના ઘરો અને દુકાનો પર હુમલા કર્યા. બહરાઈચ પોલીસે પણ પુરાવા માંગ્યા ન હતા. જ્યારે ઑપઇન્ડિયાએ ઘટનાસ્થળે જઈને આ આ આરોપો તપાસ્યા તો મામલો તદ્દન ઉંધો નીકળ્યો. અહીં હિંદુઓ મુસ્લિમ ટોળાથી પ્રતાડિત નીકળ્યા. પીડિતના ભાઈએ જણાવ્યું હતું કે મોટાભાગના હુમલા મસ્જિદ (Attack Near Mosque) પાસે થયા હતા.
રામગોપાલની હત્યાની સાથે મુસ્લિમ ટોળાએ ઘણા હિંદુઓને પણ અધમરા કરી દીધા હતા. તેમાંથી એક પીડિત સુધાકર તિવારી છે. સુધાકર તિવારી હરડી પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી છે. તે ખેતી કરીને પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે. તેમને 3 દીકરીઓ અને એક નાનો દીકરો છે. મોટી દીકરીના આ વર્ષે લગ્ન થવાના છે. તીક્ષ્ણ હથિયારોથી ગંભીર રીતે ઘાયલ સુધાકર તિવારીને બહરાઇચથી લખનૌ રેફર કરવામાં આવ્યા હતા. તબીબોના અથાક પ્રયાસોને કારણે સુધાકર તિવારીનો જીવ તો બચી ગયો પરંતુ પરંતુ ઊંડા ઘા હજી પણ જોઈ શકાય એવા છે.
પોલીસના લાઠીચાર્જના કારણે ખોઈ બેઠા રસ્તો
ઑપઇન્ડિયાએ સુધાકર તિવારીના ભાઈ પ્રભાકર સાથે વાત કરી હતી. પ્રભાકરે અમને જણાવ્યું કે તેમના ભાઈ મા દુર્ગાની વિસર્જન સરઘસમાં સામેલ હતા. તેમની પાસે વિડીયો પણ છે જેમાં જોઈ શકાય છે કે તેઓ શાંતિપૂર્વક વિસર્જન યાત્રામાં આગળ વધી રહ્યા હતા. દરમિયાન, વિસર્જન યાત્રા પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, જેના કારણે સુધાકર તિવારી રસ્તો ગુમાવી બેઠા હતા. પ્રભાકર જણાવે છે કે તેમના ભાઈ લાઠીચાર્જથી બચવા આકસ્મિક રીતે જે શેરીમાં ઘુસી ગયા તે મુસ્લિમ પ્રભુત્વવાળી હતી. આ શેરીમાં માંસ વેચનારાઓની દુકાનો પણ છે.
પ્રભાકર જણાવે છે કે જ્યારે તેમના ભાઈ તે મુસ્લિમ પ્રભુત્વવાળી શેરીમાં પહોંચ્યા ત્યારે કેટલાક હુમલાખોરોએ તેમને ત્યાં રોકી લીધા. સુધાકરના માથા અને જડબા પર તીક્ષ્ણ હથિયારો અને લાકડીઓ વડે હુમલો કર્યો. સુધાકર લોહીલુહાણ થઈને જમીન પર ફસડાઈ પડ્યા અને બેભાન થઇ ગયા. એવો દાવો કરવામાં આવે છે કે હુમલાખોર ટોળાએ સુધાકરને તે મૃત સમજીને ત્યાં છોડી દીધા અને ટોળું આગળ વધી ગયું. મસ્જિદ પાસે બેભાન હાલતમાં મળી આવેલા સુધાકરને સરકારી એમ્બ્યુલન્સ દ્વારા સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બહરાઈચ હિંસા મામલે એક લાઇનમાં, પ્રભાકરે સ્વીકાર્યું, “મોટાભાગના હુમલા મસ્જિદ પાસે જ થયા હતા.”
હાલત ગંભીર, પહેલા બહરાઈચ પછી લઇ જવાયા લખનૌ
પ્રભાકર તિવારીએ ઑપઇન્ડિયાને વધુમાં જણાવ્યું હતું કે તેમના ભાઈની એટલી નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો કે સ્થાનિક હોસ્પિટલે તેમને સારવાર માટે બહરાઈચ મેડિકલ કોલેજમાં મોકલી દીધા હતા. અહીં પહોંચ્યા બાદ મેડિકલ કોલેજના ડોક્ટરોએ પણ સ્થિતિને ગંભીર ગણાવીને લખનૌ રેફર કર્યા. લખનૌ જતી વખતે એમ્બ્યુલન્સમાં કોઈ પોલીસ સ્ટાફ હાજર નહોતો. સુધાકર તિવારીની લખનૌ મેડિકલ કોલેજમાં લગભગ 5 દિવસ સુધી સારવાર કરવામાં આવી ત્યારે તેમનો જીવ બચી શક્યો.
ઑપઇન્ડિયા પાસે એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ જતા સુધાકર તિવારીની કેટલીક તસવીરો પણ છે. આ તસવીરોમાં સુધાકરનું જડબું ફાટી ગયું છે અને તેમાંથી લોહી વહી રહ્યું છે. સુધાકરના CT સ્કેન સહિત સારવાર માટેના ઘણા પ્રારંભિક ખર્ચા પરિવારના સભ્યોએ ઉઠાવ્યા હતા. બાદમાં સરકારી ખર્ચે થોડી સારવાર કરાવી હતી. સુધાકર તિવારીને રવિવારે (20 ઓક્ટોબર) ઘરે પરત લાવવામાં આવ્યા હતા. તેમના તમામ ઘા અને તેના પરની પટ્ટીઓ હજુ પણ સ્પષ્ટ જોઈ શકાય છે. સુધાકર તિવારી જડબું ફાટી જવાને કારણે સ્પષ્ટ બોલી શકતા નથી.
ધાર્મિક વાતાવરણ ધરાવતા ઘરમાં થઇ ગઈ રોકકળ
પ્રભાકર તિવારી અમને આગળ જણાવે છે કે તેમનો આખો પરિવાર ધાર્મિક છે જે નવરાત્રિ દરમિયાન મા દુર્ગા માટે વ્રત કરે છે. વિસર્જનના દિવસે સુધાકર હુમલાનો ભોગ બન્યો હોવાની જાણ તેમના પરિવારજનોને થતાં જ ઘરમાં રોકકળ મચી ગઈ હતી. પરિવારની સ્ત્રીઓ રડી રહી હતી તો પુરુષો સુધાકરની શોધમાં નીકળી પડ્યા હતા. પોતાનું રક્તદાન વગેરે કરીને જેમ-તેમ કરીને સુધાકરનો જીવ બચાવવામાં આવ્યો. પ્રભાકરને આશંકા છે કે ઘટનાના દિવસે ટોળામાંના હુમલાખોરોએ તેમના ભાઈના માથે લાલ ગમછો જોઇને જ તેમને નિશાનો બનાવ્યા હશે.
જો મુસ્લિમ બહુમતી બની જાય તો શું રાજ્ય અને દેશ પણ છોડી દેવાનો?
પ્રભાકર તિવારીનું કહેવું છે કે જે રસ્તા પર માતા દુર્ગાની વિસર્જન યાત્રા મુસ્લિમ ટોળાના હુમલાનો શિકાર બની તેને મુસ્લિમ બહુમતીવાળો વિસ્તાર કહેવું સંપૂર્ણ વાહીયાત વાત છે. તેમણે રસ્તાને મુસ્લિમ વિસ્તાર ગણાવનારાઓ પર સવાલ ઉઠાવ્યા. પ્રભાકરે કહ્યું, “વિસર્જન યાત્રા દર વર્ષે એ જ રૂટ પર થાય છે જ્યાં હુમલો થયો હતો. હવે મુસ્લિમ બહુમતી જેવી ખોટી દલીલો આપવી બિલકુલ યોગ્ય નથી. જો ભવિષ્યમાં મુસ્લિમ બહુમતી બની જશે તો શું આપણે રાજ્ય અને દેશ છોડવો પડશે?” પ્રભાકરે આવી વાત કરનારાઓને પણ સમજી વિચારીને બોલવાની સલાહ આપી હતી.