મહેસાણામાં (Mehsana) બનવા પામેલા નસબંધી કાંડે (Sterilization) સૌને ચોંકાવી દીધા છે. દેશભરમાં હાલ તેની ચર્ચા થઈ રહી છે. આ કેસમાં એવો આરોપ છે કે, આરોગ્ય કર્મચારીઓ શહેઝાદ (Shehzad Ajmeri) અજમેરી અને ઝહીર સોલંકીએ (કેટલાક મીડિયા અહેવાલોમાં ઝાકિર સોલંકી) (Zahir Solanki) તેમના ટાર્ગેટને (Target) પૂરો કરવા માટે ને યુવાનોની સહમતી વિના જ નસબંધી કરી નાખી હતી. ભોગ બનનાર એક યુવકના એક મહિના પછી લગ્ન થવાના હતા. આ ઘટના બાદ યુવતીના પરિવારજનોએ તેમનો સંબંધ તોડી નાખ્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હેલ્થ વર્કર શહેઝાદ અજમેરીએ નવી શેઢાવી ગામના રહેવાસી 31 વર્ષીય અપરિણીત ગોવિંદ ધનતરીને કામની લાલચ આપીને ફસાવ્યો હતો. શહેઝાદ ગોવિંદને કહ્યું કે, તેને ખેતરોમાં કામ કરવા લઈ જવામાં આવશે. પરંતુ તેને બદલે અડાલજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલ પહોંચ્યા પછી ગોવિંદને દારૂ પીવડાવવામાં આવ્યો હતો અને નસબંધી માટેના સંમતિ ફોર્મ પર તેના અંગૂઠાની છાપ પણ લઈ લેવામાં આવી હતી. કાગળોમાં તેને પરિણીત દર્શાવવામાં આવ્યો હતો, જેથી નિયમોનું ઉલ્લંઘન છુપાવી શકાય.
SHOCKING: Unmarried Hindu youths forcibly sterilized by health workers Shezad Ajmeri and Zahir Solanki in Mahesana, Gujarat.
— Treeni (@TheTreeni) December 9, 2024
One youth alleged he was lured with a job offer, given liquor, and subjected to a vasectomy without consent.
Another claimed he was similarly tricked at… pic.twitter.com/YhrDNgGBS9
આ ઘટનામાં મુખ્ય આરોપી શહેઝાદ અજમેરી અને ઝહીર સોલંકી છે. શહેઝાદ પાસે એક ઓપરેશનનો ટાર્ગેટ બાકી હતો, જેને પૂરો કરવા તેણે ઝહીર સાથે મળીને ગોવિંદની નસબંધી કરી હતી. બંને આરોગ્ય કર્મચારીઓને હવે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શહેઝાદે દાવો કર્યો છે કે, તે નિર્દોષ હતો અને ઝહીર જ યુવકને લાવ્યો હતો અને તેનું ઓપરેશન કરાવ્યું હતું.
આ ઘટનાએ વિભાગમાં ટાર્ગેટ આધારિત નસબંધી અભિયાનનો પર્દાફાશ કર્યો છે. આરોગ્ય અધિકારી જી.બી. ગઢવીએ કબૂલ્યું હતું કે, સાબરકાંઠામાં ટાર્ગેટ બેઝ પર 375 ઓપરેશન કરવામાં આવ્યા હતા. જોકે, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ તમામ આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે નસબંધી સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે.
જોકે, ઘટના બાદ આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી અને ધનાલી આરોગ્ય કેન્દ્રના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર શહેઝાદ અજમેરીને સસ્પેન્ડ કરી દીધો હતો. તેને મહેસાણાથી ખેરાલુ આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે આરોગ્ય વિભાગે અન્ય 8 કર્મચારીઓને નોટિસ ફટકારી છે અને આ મામલે ઝીણવટભરી તપાસના આદેશ આપ્યા છે. આ કાંડ પછી, વિભાગે અડાલજ હોસ્પિટલમાં 22 નવેમ્બર 2024માં રોજ કરવામાં આવેલ તમામ 28 નસબંધી ઓપરેશનોની તપાસ શરૂ કરી છે.
VHPએ લગાવ્યો હિંદુઓને ટાર્ગેટ કરવાનો આરોપ
વિશ્વ હિંદુ પરિષદે (VHP) આ મામલાને હિંદુ યુવાનોને ટાર્ગેટ બનાવવાનું ષડયંત્ર ગણાવ્યું છે. તેણે કહ્યું કે, આ કાંડ માત્ર આરોગ્ય વિભાગની ખામીઓને જ ઉજાગર કરતો નથી, પરંતુ લોકોના વિશ્વાસને પણ ઊંડી ઠેસ પહોંચાડે છે. પીડિતોને ન્યાય મળવો જોઈએ અને ગુનેગારોને કડકમાં કડક સજા મળવી જોઈએ. આ ઉપરાંત વિશ્વ હિંદુ પરિષદે કહ્યું હતું કે, આ આખો કાંડ હિંદુઓની વસ્તી ઘટાડવા માટેનું કાવતરું છે.
મહેસાણા નસબંધી કાંડમાં VHP પ્રમુખનું નિવેદન | Vasectomy Case | VHP | Mehsana | Congress | Gujarat | Sandesh News#VasectomyCase #Mehsana #VHP #Gujarat #Congress #SandeshNews pic.twitter.com/cZvck3Hf9I
— Sandesh (@sandeshnews) December 9, 2024
આ ઉપરાંત હિંદુ સંગઠને એવો પણ દાવો કર્યો છે કે, ઝહીર સોલંકી રાપર અને ભચાઉમાં બોગસ ડોક્યુમેન્ટના આધારે નોકરી હતો. વધુમાં કહેવાયું છે કે, 9 વર્ષ સુધી તેણે નકલી દસ્તાવેજોના આધારે નોકરી હતી. વિશ્વ હિંદુ પરિષદે કહ્યું છે કે, “આ ઘટનાને લઈને હવે એ શંકા પણ ઉપજે છે કે, કચ્છના રાપર-ભચાઉમાં પણ અહીંની જેમ નસબંધી કાંડ કર્યા હોય શકે છે. 2013થી લઈને 2022 સુધી બોગસ ડોક્યુમેન્ટના આધારે તેણે નોકરી કરી છે, તો તેની પણ તપાસ થવી જોઈએ.”