Thursday, November 21, 2024
More
    હોમપેજદેશમેળો જોવા ગયેલી હિંદુ મહિલાઓને શમીમ અને સદરુદ્દીને ફટકારી, પેટ પર મારી...

    મેળો જોવા ગયેલી હિંદુ મહિલાઓને શમીમ અને સદરુદ્દીને ફટકારી, પેટ પર મારી લાત: સાધુઓએ કર્યો બચાવ, ભાઈને મળી ધમકી- કબ્રસ્તાનમાં દફનાવી દઈશું

    FIRમાં સદરુદ્દીન અને શમીમનું નામ છે. અન્ય 2 આરોપીઓ અજાણ્યા દર્શાવાયા છે. ઑપઇન્ડિયા પાસે FIRની નકલ છે. હાલ હુમલાના આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના ફરુખાબાદ જિલ્લામાં એક હિંદુ પરીવાર પર હુમલાના સમાચાર સામે આવ્યા છે. આરોપ છે કે હિંદુ યુવક, તેની માતા અને બહેન પર શમીમ, સદરુદ્દીન અને તેમના અન્ય બે સાથીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. પીડિત યુવક તેના પરિવાર સાથે મેળો જોવા આવ્યો હતો. જ્યાં તેમના પર હુમલો થયો હતો. હુમલામાં મહિલાઓને પણ છોડવામાં આવી ન હતી અને તેમણે પણ આરોપીઓએ માર માર્યો હતો. હુમલા દરમિયાન ત્યાં હાજર સાધુઓએ દરમિયાનગીરી કરી તેમને બચાવ્યા હતા. હવે આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ઘટના સોમવારે (12 ફેબ્રુઆરી, 2024) બની હતી. ઑપઇન્ડિયા સાથે વાત કરતા પીડિત યુવકે જણાવ્યું કે તેને મારી નાખવાની અને કબ્રસ્તાનમાં દાટી દેવાની પણ ધમકી આપવામાં આવી હતી.

    હૂમલાની આ ઘટના ફરુખાબાદ જિલ્લાના કાદરી ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. પીડિત યુવક વિકાસ રાજપૂતે મંગળવારે (13 ફેબ્રુઆરી, 2024) પોલીસમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં વિકાસે જણાવ્યું હતું કે સોમવારે (12 ફેબ્રુઆરી, 2024) તે તેના પરિવાર સાથે મેળા રામનગરિયામાં ફરવા ગયા હતો. વિકાસની સાથે તેનો એક ભાઈ, માતા અને 2 બહેનો હતી. રાત્રીના લગભગ 10:15 વાગ્યે વિકાસ અને તેનો પરિવાર એક બંગડીની દુકાને પહોંચ્યો હતો. જ્યાં એક ખાટલો દેખાતા તેઓ ખાટલા પર બેસવા લાગ્યા. જે પછી અચાનક ત્યાં હાજર યુસુફના પુત્ર શમીમ અને શાકીરના પુત્ર સદરુદ્દીન અને તેમના અન્ય બે અજાણ્યા સાગરિતોએ વિકાસને ગાળો દેવાનું શરૂ કર્યું હતું.

    આ બાબતે જ્યારે વિકાસે વિરોધ કર્યો તો આરોપીઓએ મળીને તેને માર મારવાનું શરૂ કર્યું. વિકાસને હુમલાથી બચાવવા જ્યારે વિકાસની માતા, બે બહેનો અને ભાઈ મદદ માટે દોડ્યા ત્યારે આરોપીઓએ તેઓને પણ માર માર્યો હતો. આ હુમલામાં વિકાસના પરિવારને ગંભીર ઈજાઓ થઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જ્યારે આસપાસના લોકો એકઠા થવા લાગ્યા ત્યારે આરોપીઓ ગાળો બોલતા જઈને, જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી ભાગી ગયા હતા. ઑપઇન્ડિયા સાથે વાત કરતા વિકાસે કહ્યું કે તેઓને કબ્રસ્તાનમાં દાટી દેવાની પણ ધમકી આપવામાં આવી હતી.

    - Advertisement -

    પીડિત યુવકની ફરિયાદ બાદ પોલીસે આ મામલામાં આઈપીસીની કલમ 323, 504 અને 506 હેઠળ FIR નોંધી છે. FIRમાં સદરુદ્દીન અને શમીમનું નામ છે. અન્ય 2 આરોપીઓ અજાણ્યા દર્શાવાયા છે. ઑપઇન્ડિયા પાસે FIRની નકલ છે. હાલ હુમલાના આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે છે. ન્યૂઝલાઈન નેટવર્કના અહેવાલ મુજબ, અત્યાર સુધીમાં બે આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

    હિંદુ પરિવાર પર થયેલા હુમલાને નજરે જોનાર, ઘટનાના સાક્ષી સાધુઓનો વિડીયો સામે આવ્યો છે. સાધુઓનું કહેવું છે કે, તેઓએ પોતાની આંખે જોયું કે હુમલાખોરો માત્ર યુવકોને જ નહીં પરંતુ તેમના ઘરની મહિલાઓને પણ ખરાબ રીતે મારતા હતા. હુમલામાં પેટમાં લાત મારવામાં આવી હોવાનો પણ મહિલાઓએ દાવો કર્યો હતો. સાધુઓએ એમ પણ કહ્યું કે, જો તેઓ ભેગા થઈને પીડિતોને બચાવ્યા ન હોત, તો એવો ભય હતો કે આરોપીઓએ તેમની હત્યા કરી નાખી હોત. સાધુઓએ હુમલાખોરો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં