Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતકબડ્ડી સ્પર્ધા માટે જતી કોલેજની વિદ્યાર્થિનીઓ સાથે 'પીટી પ્રોફેસર એજાજે' ગાડીમાં બેસાડેલ...

    કબડ્ડી સ્પર્ધા માટે જતી કોલેજની વિદ્યાર્થિનીઓ સાથે ‘પીટી પ્રોફેસર એજાજે’ ગાડીમાં બેસાડેલ દોસ્ત ‘શાબીર મલેકે’ વારંવાર કર્યા શારીરિક અડપલાં: સાવરકુંડલાની ઘટનાનો વિડીયો વાયરલ

    આ ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ કોલેજનું સંચાલન કરતાં નુતન કેળવણી મંડળે પ્રિન્સિપાલ પાસે સમગ્ર ઘટનાનો અહેવાલ મંગાવ્યો હતો અને તપાસ બાદ પ્રોફેસર એજાજ કાજીને નોકરીમાંથી બરતરફ કરી દેવાયો હતો. આ ઉપરાંત વિદ્યાર્થી શાબીર મલેકને પણ કોલેજમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો.

    - Advertisement -

    અમેરેલીના (Amreli) સાવરકુંડલામાંથી (Savarkundla) કોલેજની વિદ્યાર્થિનીઓની (College Students) છેડતીનો મામલો સામે આવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે, કબડ્ડી રમવા માટે કોલેજનો પ્રોફેસર એજાજ કાજી (Professor Ejaj Kaji) વિદ્યાર્થિનીઓને કારમાં લઈ જઈ રહ્યો હતો, દરમિયાન તેણે તેના મિત્ર અને કોલેજના વિદ્યાર્થી શાબીર મલેકને (Shabir Malek) પણ રસ્તા પરથી સાથે લીધો હતો. તે દરમિયાન શાબીર મલેક વારંવાર એક વિદ્યાર્થિનીના શારીરિક અડપલાં (Molested) કરી રહ્યો હોવાનું સામે આવ્યું હતું. અન્ય એક વિદ્યાર્થિનીએ ઘટનાનો વિડીયો રેકોર્ડ કરીને વાયરલ કરતાં આ ઘટના પ્રકાશમાં આવી હતી. સાવરકુંડલાની કોલેજ દ્વારા પ્રોફેસર એજાજ કાજી અને વિદ્યાર્થી શાબીર મલેકને હાંકી કઢાયા હોવાનું સામે આવ્યું છે.

    માહિતી અનુસાર, આ ઘટના સાવરકુંડલાની વીડી કાણકીયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની વિદ્યાર્થિની સાથે બની હતી. ઘટનાની વિગતો અનુસાર, કોલેજની 12 વિદ્યાર્થિનીઓને રાજકોટ ખાતે કબડ્ડી સ્પર્ધામાં રમવા માટે જવાનું હતું. જેથી કોલેજનો પીટી પ્રોફેસર એજાજ કાજી તેમની જ કોમના એક માણસનું વાહન બાંધીને રાજકોટ જવા નીકળ્યો હતો. તે દરમિયાન કોલેજ પ્રશાસનની જાણ બહાર જ તેણે રસ્તા પરથી પોતાના મિત્ર અને કોલેજના વિદ્યાર્થી શાબીર મલેકને કારમાં સાથે લીધો હતો.

    જાણવા મળી રહ્યું છે કે, આ ઘટના વખતે ડ્રાઈવર અને પ્રોફેસર આગળની સીટ પર બેઠા હતા. જ્યારે પાછળ સીટ પર જ્યાં વિદ્યાર્થિનીઓ બેઠી હતી, ત્યાં જ એજાજને બેસવાનું કહેવામાં આવ્યું હતું. આ ઘટના દરમિયાન જ એજાજે કોલેજની એક વિદ્યાર્થિનીના સતત અડપલાં કર્યા હતા. અન્ય એક વિદ્યાર્થિનીએ આ ઘટનાનો વિડીયો રેકોર્ડ કરીને તેણે વાયરલ કરી દીધો હતો. જે બાદ સવારકુંડલા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

    - Advertisement -

    આ ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ કોલેજનું સંચાલન કરતાં નુતન કેળવણી મંડળે પ્રિન્સિપાલ પાસે સમગ્ર ઘટનાનો અહેવાલ મંગાવ્યો હતો અને તપાસ બાદ પ્રોફેસર એજાજ કાજીને નોકરીમાંથી બરતરફ કરી દેવાયો હતો. આ ઉપરાંત વિદ્યાર્થી શાબીર મલેકને પણ કોલેજમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. બદનામીના ડરે વિદ્યાર્થિનીના પિતાએ પોલીસ ફરિયાદ ન કરી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ કોલેજ પ્રશાસન દ્વારા આધિકારિક રીતે જાહેરાત કરવામાં આવી હતી કે, કોલેજના પીટી પ્રોફેસર અને વિદ્યાર્થીને હાંકી કાઢવામાં આવ્યા છે. ઉપરાંત કોલેજ પ્રશાસન દ્વારા આ ઘટના અંગે વધુ તપાસ પણ કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં