અમેરિકાના એરિઝોના (Arizona America) સ્ટેટમાં બહુવિવાહની (Polygami) તરફેણ કરનાર સેમ્યુઅલ રેપિલી બેટમેન (Samuel Rappylee Bateman) નામના કટ્ટરપંથીની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં તેને 20 પત્નીઓ હોવાનું સામે આવ્યું છે. આરોપી પોતાને ‘પયગંબર’ (Prophet) તરીકે ઓળખાવે છે. આટલું જ નહીં, તે પોતાની જ દીકરી સાથે પણ લગ્ન કરી ચૂક્યો છે. તેણે મોટાભાગના લગ્નો 15 વર્ષથી નાની બાળકીઓ સાથે કર્યા છે. તેના પર વ્યભિચાર, બાળકો અને વયસ્કો સાથે સામુહિક શારીરિક સંબંધ, બાળ યૌન તસ્કરી જેવા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે.
રિપોર્ટ અનુસાર સેમ્યુઅલે વર્ષ 2019માં 50 લોકોના એક સમૂહનું નેતૃત્વ શરૂ કર્યું હતું. આ સમૂહનું નામ તેણે ફંડામેન્ટાલિસ્ટ ચર્ચ ઓફ જીસસ ક્રાઈસ્ટ ઓફ લેટર-ડે સેન્ટ્સ (Fundamentalist Church of Jesus Christ of Latter-Day Saints) છે. આ સમૂહને કન્ટ્રોલ કરતા કરતા સેમ્યુલ સેમ્યુઅલ રેપિલી બેટમેનન પોતાને ‘પયગંબર’ કહેવા લાગ્યો હતો. એક સમય બાદ તેણે પોતાની જ દીકરી સાથે લગ્ન કરવાની ઈચ્છા જાહેર કરી. આટલું જ નહીં, તેણે તેના ત્રણ અનુયાયીઓને પણ સલાહ આપી કે તેઓ પણ તેમની બાળકીઓ સાથે શારીરિક સંબંધો બાંધે. તે સમયે તે પૈકીની એક બાળકીની ઉંમર માત્ર 12 વર્ષની હતી.
Polygamist cult leader in Arizona is accused of ‘marrying’ up to 20 women, including young girls and his own daughters. https://t.co/xK11ZdODrO
— Metro (@MetroUK) December 4, 2022
હદ તો ત્યારે થઇ, જયારે સેમ્યુઅલ બાળકીઓને કહેતો કે તેઓ ઈશ્વરના નામે પોતાની આબરૂ અને ઈજ્જતનો ત્યાગ કરી દે. તે બાળકીઓને તેમ કહી ભરમાવો હતો કે તેમનો ઈશ્વર તેમના શરીરને અને ગુપ્તાંગને ફરી કુંવારું કરી દેશે.
તસ્કરીનો આરોપ, FBI ત્રણ મહિનાથી રાખી રહી હતી નજર
આ મામલે અમેરિકન સુરક્ષા એજન્સી FBI ઘણા સમયથી સેમ્યુઅલ પર નજર ટકાવીને બેઠી હતી. FBIના દસ્તાવેજો અનુસાર 46 વર્ષનો સેમ્યુઅલ અત્યાર સુધીમાં 20 યુવતીઓ સાથે લગ્ન કરી ચૂક્યો છે. તેમાંથી મોટાભાગની 15થી ઓછી ઉંમરની બાળકીઓ હતી. જયારે તેની ધરપકડ કરવામાં આવી, તે સમયે પણ તે ગાડીઓમાં યુવતીઓને આમ-તેમ લઈને જઈ રહ્યો હતો. તેની ગાડીમાં એક સોફો અને એક પોર્ટેબલ ટોયલેટ સીટ પણ મળી આવી હતી. પોલીસે તેની ધરપકડ કરીને જણાવ્યું કે તેમની પાસે પૂરતા પુરાવા છે કે તે એરિઝોના, ઉતાહ અને નેવાદામાં યુવતીઓની તસ્કરી કરી રહ્યો હતો.
More proof of pedophilia culture rising in the US.
— Jim Dorman (@jim_dorman4) December 4, 2022
Arizona polygamist cult leader Samuel Bateman had 20 wives, most under age 15 https://t.co/Bvq43pTCgq via @nypost
પોલીસે જયારે તેની ગાડીને રોકી, ત્યારે તેમાંથી 2 બાળકીઓ મળી આવી હતી. પોલીસે તેના પર બાળ શોષણનો કેસ દાખલ કરીને તેની ધરપકડ કરી લીધી હતી. આ પહેલા પણ તેની આ જ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી પરંતુ તે જામીન પર છૂટી ગયો હતો. ધરપકડ બાદ પોલીસે પુરાવા એકઠા કરવા જયારે દરોડા પાડ્યા તો વધુ 9 પીડિતાઓ મળી આવી. FBIએ તેને કસ્ટડીમાં લઈને તાત્કાલિક જેલ ભેગો કરી દીધો હતો. ગત સપ્ટેમ્બર મહિનાથી તે એજન્સીના રડારમાં હતો અને તેના વિરુદ્ધ બાળકીઓના યૌનશોષણ અને શારીરિક સંબંધ રાખવાના પુરાવાઓ શોધવામાં આવી રહ્યા હતા.