ઉત્તર પ્રદેશનું (Uttar Pradesh) સંભલ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. ચર્ચામાં રહેવા પાછળનું કારણ એ છે કે તાજેતરમાં જ ત્યાંની જામા મસ્જિદમાં સર્વેક્ષણ દરમિયાન પોલીસ અને સરવે ટીમ પર હુમલો કરવામાં આવ્યો. દરમિયાન કટ્ટરપંથી મુસ્લિમોના ટોળાએ હિંસા પણ આચરી. ત્યારે ફરી એક વાર આ જિલ્લો અન્ય એક મસ્જિદના કારણે ચર્ચામાં છે. સંભલ (Sambhal) જિલ્લાની જ એક મસ્જિદમાં સગીર વયની બાળકીને ગોંધી રાખી બળાત્કારનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આરોપ એક મૌલાના અને તેના ભાઈ પર છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના શુક્રવારની છે. મામલે બાળકીની માતાએ મસ્જિદના મૌલાના અને તેના સગીર વયના ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે આરોપી મૌલાનાની ધરપકડ કરી લીધી છે, સાથે જ તેના ભાઈની પણ અટકાયત કરી લેવામાં આવી છે. અહેવાલોમાં જણાવ્યા અનુસાર ઘટના સંભલ જિલ્લાના ગુન્નોર પોલીસ સ્ટેશનની હદમાં આવતી ઢલાન વાલી મસ્જિદની છે. આ મસ્જિદનો મૌલાના આસપાસના મુસ્લિમ બાળકોને દીની તાલીમ આપવાનું કામ કરે છે.
બાળકી મસ્જિદમાં પહોંચી કે રૂમમાં પૂરી દેવામાં આવી
ઘટનાની વાત કરીએ તો આ જ મૌલાના પાસે ઇસ્લામના પાઠ ભણતો એક બાળક શુક્રવારે મસ્જિદ આવ્યો હતો. દરમિયાન સાંજે 7 વાગ્યાના અરસામાં પીડિત વિદ્યાર્થીની 13 વર્ષની બહેન તેને મળવા મસ્જિદ આવી હતી. આ દરમિયાન મૌલાનાના ભાઈએ તેને દબોચી લીધી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પીડિતાએ તેનાથી છૂટવા પ્રયાસ કર્યો તો તેને નજીકના એક રૂમમાં પૂરી દેવામાં આવી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. આ રૂમમાં જ બાળકી સાથે શારીરિક અશ્લીલ હરકતો કરવામાં આવી હતી.
#संभल जिले की मस्जिद में 13 साल की बच्ची से रेप की कोशिश ।#गुन्नौर की ढलान वाली #मस्जिद में बच्ची का भाई मौलवी से पढ़ता है। बच्ची अपने भाई के पास गई थी। वहां मौलाना के नाबालिग भाई ने उसको.. @chandan_stp @akrathi21 #StarSouth #namolaxmiyojna #NareshBalyan #MBSGCFC #hbdshalubhai pic.twitter.com/7FgHxUTBV6
— Rohitash Mahur Lodheshwar (@MahurRohitash) November 30, 2024
ચીસ સાંભળીને પરિવાર પહોંચ્યો બાળકી પાસે
બીજી તરફ અંધારું થવા છતાં બાળકી ઘરે ન પહોંચતાં તેના અમ્મી-અબ્બુ ચિંતામાં મૂકાયાં હતાં. તેવામાં તેમણે પોતાના પરિચિત લોકોને સાથે રાખીને આસપાસમાં બાળકીની શોધખોળ શરૂ કરી હતી. પરિવાર તપાસ કરતો-કરતો મસ્જિદ પાસે પહોંચ્યો ત્યારે અંદરથી બાળકીની ચીસો સંભળાતા પરિવાર મસ્જિદમાં પહોંચ્યો હતો. અવાજની દિશામાં જતા તેઓ તે રૂમ સુધી પહોંચ્યા હતા, જ્યાં બાળકીને ગોંધી રાખવામાં આવી હતી. રૂમમાં તપાસ કરતા મૌલાનાનો સગીર વયનો ભાઈ પીડિત બાળકી સાથે આપત્તિજનક સ્થિતિમાં મળી આવ્યો હતો.
મસ્જિદની રૂમનાં દ્રશ્યો જોઈ પરિવાર સાવ ડઘાઈ ગયો. તેમણે તરત જ બાળકીને મૌલાનાના ભાઈ પાસેથી છોડાવી અને તેની સાથે શું-શું થયું તેની પૃચ્છા કરી હતી. ડઘાયેલી અને ડરેલી બાળકીએ તેની અમ્મીને જણાવ્યું હતું કે તેની સાથે બળાત્કાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. બાળકી સાથે થયેલા દુષ્કૃત્ય વિશે સાંભળીને તેની અમ્મીએ પોલીસ ફરિયાદ કરી હતી. ફરિયાદમાં તેમણે મૌલાનાને પણ તેના ભાઈ સાથે આરોપી ગણાવ્યો છે.
સંભલ જિલ્લાની મસ્જિદમાં સગીર વયની બાળકીને ગોંધી રાખી બળાત્કારનો પ્રયાસ કરવાના આ કેસમાં પોલીસે પીડિતની અમ્મીની ફરિયાદ પર આરોપીઓ વિરુદ્ધ પોક્સો સહિતની કલમો હેઠળ કાર્યવાહી શરૂ કરી દીધી છે. હાલ મૌલાનાની ધરપકડ કરી લેવામાં આવી છે, સાથે-સાથે તેના સગીર ભાઈની પણ અટકાયત કરીને તપાસ કરવામાં આવી રહી છે.