Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતસાજીદ-માજીદે યુવતી બનીને ન્યૂડ વિડીયો કોલ દ્વારા વડોદરાના વેપારીને ઠગ્યો: બ્લેકમેલ કરીને...

    સાજીદ-માજીદે યુવતી બનીને ન્યૂડ વિડીયો કોલ દ્વારા વડોદરાના વેપારીને ઠગ્યો: બ્લેકમેલ કરીને લાખો રૂપિયા પડાવ્યા

    વિડીયો કોલ રીસીવ કરતાની સાથે જ સામે અજાણી યુવતી ન્યૂડ (નગ્ન) અવસ્થામાં જોવા મળી હતી. વેપારીએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેમને ખબર ન હોય તે રીતે કોલ કરનારાઓએ આ વિડીયો કોલનું સ્ક્રિન રેકોર્ડ કરી લીધું હતું. ત્યાર બાદ આરોપીઓએ તેમને આ વિડીયો મોકલીને બ્લેકમેલ કર્યા અને તેમની પાસેથી 3 લાખ 33 હજાર રૂપિયા પડાવી લીધા હતા.

    - Advertisement -

    છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર વિડીયો કોલ કરીને નગ્ન ફોટા કે વિડીયો લઈ બ્લેકમેલ કે પછી રૂપિયા પડાવવાના અનેક કિસ્સાઓ વધી રહ્યા છે. આવો જ એક કિસ્સો વડોદરાથી સામે આવ્યો હતો, જેમાં કેમિકલના એક વેપારીને ન્યૂડ વિડીયો કોલ કરીને ફસાવવામાં આવ્યો હતો. બાદમાં તેને આ વિડીયો મારફતે બ્લેકમેલ કરીને લાખો રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. ત્યારે હવે વડોદરાના વેપારીને ન્યૂડ વિડીયો કોલથી ઠગનારા સાજીદખાન અને માજીદખાનની પોલીસે છેક રાજસ્થાનથી ધરપકડ કરી છે. ધરપકડ બાદ બંનેને ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા છે.

    અહેવાલોમાં જણાવ્યા અનુસાર પીડિત વેપારીએ આ મામલે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગત 28 નવેમ્બર 2023ના રોજ તેને ફેસબુક પર આદિતી અગ્રવાલ નામના એકાઉન્ટ પરથી ફ્રેન્ડ રીક્વેસ્ટ આવી હતી. રીક્વેસ્ટ એક્સેપ્ટ કર્યા બાદ તેમની વચ્ચે સામાન્ય વાતચીત થઇ હતી. આ દરમિયાન તે એકાઉન્ટ પરથી તેમનો વોટ્સએપ નંબર મેળવી લેવામાં આવ્યો હતો. જે બાદ તેમને નંબર પરથી વિડીયો કોલ આવતા તેમણે રીસીવ કર્યો હતો.

    વિડીયો કોલ આવ્યો ને વેપારી ફસાયો

    વિડીયો કોલ રીસીવ કરતાની સાથે જ સામે અજાણી યુવતી ન્યૂડ (નગ્ન) અવસ્થામાં જોવા મળી હતી. વેપારીએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેમને ખબર ન હોય તે રીતે કોલ કરનારાઓએ આ વિડીયો કોલનું સ્ક્રિન રેકોર્ડ કરી લીધું હતું. ત્યાર બાદ આરોપીઓએ તેમને આ વિડીયો મોકલીને બ્લેકમેલ કર્યા અને તેમની પાસેથી ઓનલાઈન 3 લાખ 33 હજાર રૂપિયા પડાવી લીધા હતા. બાદમાં આરોપીઓએ વધુ રૂપિયા પડાવવા માટે બનાવટી CBI ઓફિસર બનીને પીડિત વેપારીને ધમકીઓ આપી હતી.

    - Advertisement -

    સાઈબર ક્રાઈમે રાજસ્થાનથી ધરપકડ કરી

    આ મામલે વેપારીએ વડોદરા સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તપાસનો દોર શરૂ થયો હતો. દરમિયાન ટેકનીકલ ઈન્ટેલીજન્સ અને હ્યુમન સોર્સ દ્વારા પોલીસને માહિતી મળી હતી કે આ આખું સ્કેન્ડલ રાજસ્થાનમાં રહેતા સાજીદખાન અને માજીદખાન નામના બે આરોપીઓ ચલાવતા હતા. વડોદરા સાઈબર ક્રાઈમે બંને આરોપીઓની રાજસ્થાનથી ધરપકડ કરી હતી. ધરપકડ બાદ બંનેને કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ માંગવામાં આવતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. હાલ પોલીસે બંને આરોપીઓને રિમાન્ડ પર લઈ વધુ તપાસ હાથ ધરી છે.

    ઉલ્લેખનીય છે કે વડોદરાના વેપારીને ન્યૂડ વિડીયો કોલથી ઠગનારા સાજીદ અને માજીદ બંને ડમી સીમકાર્ડના માધ્યમથી યુવતીઓના નામે ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવતા હતા. એકાઉન્ટ બન્યા બાદ તેઓ વૃધ્ધો અને યુવાનોને મેસેજ કરીને મીઠી મીઠી વાતો કરીને નંબર મેળવી લેતા હતા. નંબર મળ્યા બાદ તેઓ આ પ્રકારે ન્યૂડ કોલ કરીને સ્ક્રિન રેકોર્ડ કરી બ્લેકમેલ કરતા અને રૂપિયા પડાવતા. આ દરમિયાન તેઓ ખોટા CBI અધિકારી બનીને પીડિતને ધમકીઓ પણ આપતા, જેથી તેમની જાળમાં ફસાયેલા લોકો તેમને રૂપિયા ટ્રાન્સફર કરી દે. હાલ વડોદરા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ધારાધોરણો અનુસાર કાર્યવાહી શરુ કરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં