Friday, November 22, 2024
More
    હોમપેજદેશગુલામુદ્દીને બીવી આબિદા સાથે મળીને રચ્યો હિંદુ મહિલાની હત્યાનો કારસો: માનેલી 'બહેન'...

    ગુલામુદ્દીને બીવી આબિદા સાથે મળીને રચ્યો હિંદુ મહિલાની હત્યાનો કારસો: માનેલી ‘બહેન’ અનીતાને ઘરે બોલાવીને 6 ટુકડા કરી દાટી દીધી; દેવું ઉતારવા ઘરેણા લૂંટવા રચ્યું આખું ષડ્યંત્ર

    હજુ સુધી મહિલાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં નથી આવ્યું. મોતનું કારણ પણ હજુ સુધી જાણી શકાયું નથી. તેમજ મૃતકનો મોબાઈલ પણ હજુ સુધી નથી મળ્યો. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અનિતાની લાશ જે કપડાંમાં મળી આવી છે તે ઓટો રિક્ષામાં બેસતી વખતના પાર્લરના સીસીટીવીમાં જોવા મળતા કપડાંથી અલગ છે.

    - Advertisement -

    રાજસ્થાનના (Rajasthan) જોધપુરમાં (Jodhpur) મુસ્લિમ યુગલ દ્વારા અનીતા ચૌધરી (Anita Chaudhary Murder) નામની 50 વર્ષીય હિંદુ મહિલાની હત્યા (Murder of a Hindu woman) કરી દેવામાં આવી હતી. આ હત્યાની આરોપી આબિદા પરવીનની પોલીસે ધરપકડ કરી છે. સાથે જ તેના ફરાર શૌહર ગુલામુદ્દીનની શોધખોળ ચાલુ છે. દરમિયાન મૃતકના પતિ અને મૃતકના પાર્લરમાં કામ કરતી મહિલા વચ્ચે થયેલી વાતચીતનો એક ઓડિયો સામે આવ્યો છે. આ કારણે કેસમાં વધુ ગૂંચવણ ઉભી થઈ છે. બીજી તરફ પોલીસ લગભગ 18 લોકોની અટકાયત કરીને તેમની પૂછપરછ કરી રહી છે.

    હજુ સુધી મહિલાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં નથી આવ્યું. મોતનું કારણ પણ હજુ સુધી જાણી શકાયું નથી. તેમજ મૃતકનો મોબાઈલ પણ હજુ સુધી નથી મળ્યો. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અનિતાની લાશ જે કપડાંમાં મળી આવી છે તે ઓટો રિક્ષામાં બેસતી વખતના પાર્લરના સીસીટીવીમાં જોવા મળતા કપડાંથી અલગ છે. હવે સવાલ એ પણ છે કે, લૂંટ અને હત્યામાં ખપાવવામાં આવી રહેલી આ ઘટનામાં મૃતકના કપડાં કેવી રીતે બદલાયા.

    જણાવવામાં આવી રહ્યું છે કે ગુલામુદ્દીન અને તેની પત્ની આબિદાએ અનીતા ચૌધરીના દાગીના વેચીને ₹12 લાખનું દેવું ચૂકવવા માટે થઈને તેની હત્યા કરી હતી. હત્યા પહેલા મૃતકને શરબત પીવડાવીને બેભાન કરી દેવામાં આવ્યા હતા. આ પછી, તેના શરીરના 6 ટુકડા કરીને દફનાવવામાં આવ્યા હતા. પોલીસે આબિદાની ધરપકડ કરી છે જ્યારે ફરાર ગુલામુદ્દીનની શોધખોળ ચાલી રહી છે.

    - Advertisement -

    રિપોર્ટ અનુસાર આ મામલો જોધપુરના પશ્ચિમ વિસ્તારનો છે. 50 વર્ષીય અનિતા ચૌધરી પોતાના પતિ મનમોહન ચૌધરી સાથે અહીંના સરદારપુરા સી રોડ પર રહેતી હતી. અનિતા બ્યુટી પાર્લર ચલાવતી હતી. 26 ઓક્ટોબરે બપોરે 12 વાગ્યે અનિતાએ તેના પતિ સાથે વાત કરી હતી. આ પછી તે ગુમ થઈ ગઈ હતી. પતિએ ફોન કર્યો તો તેનો ફોન પણ સ્વીચ ઓફ આવવા લાગ્યો હતો.

    ઘણી શોધખોળ બાદ પણ અનિતા ન મળી, ત્યારે બીજા દિવસે મનમોહન ચૌધરીએ પોલીસમાં તેનો ગુમ થયાનો રિપોર્ટ નોંધાવ્યો હતો. આ પછી પોલીસે અનિતા ચૌધરીની શોધખોળ શરૂ કરી હતી. એક સીસીટીવી ફૂટેજમાં અનિતા ઘટનાના દિવસે બપોરે 2:30 વાગ્યે ટેક્સીમાં નીકળતી જોવા મળી હતી. જ્યારે ટેક્સી ડ્રાઇવરની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે જણાવ્યું કે અનિતા ગંગના ખાતે ગુલામુદ્દીનના ઘરે ઉતરી હતી.

    42 વર્ષીય ગુલામુદ્દીન ઉર્ફે ગુલ મોહમ્મદ અનિતાના પાર્લરની સામે સ્ટાર ડ્રાય ક્લીન નામની દુકાન ધરાવે છે. લગભગ 25 વર્ષથી બંને વચ્ચે ઓળખાણ હતી. 30 ઓક્ટોબરે જ્યારે પોલીસ અહીં પહોંચી તો તેમને ઘરે ગુલામુદ્દીનની પત્ની આબિદા મળી હતી. પ્રાથમિક પૂછપરછમાં ઘણી આનાકાની બાદ આખરે આબિદાએ શૌહર સાથે મળીને અનિતાની હત્યાનો ગુનો કબૂલી લીધો હતો.

    આબિદાએ જણાવ્યું હતું કે તેનો શૌહર ગુલામુદ્દીન જુગાર અને ઓનલાઇન ગેમિંગનો વ્યસની છે. તેણે તાજેતરમાં જ એક ઘર પણ ખરીદ્યું હતું. આ બધાના કારણે તેના પર 12 લાખનું દેવું થઇ ગયું છે. ગુલામુદ્દીન ઘણીવાર અનિતા ચૌધરીને મોંઘા દાગીનામાં જોતો હતો. આવી સ્થિતિમાં તેણે અનિતાની હત્યા કરીને દાગીના પડાવી લેવાનું કાવતરું ઘડ્યું હતું. આ ષડયંત્રમાં તેમની બીબી આબિદા પણ સામેલ થઈ હતી.

    પ્લાન પ્રમાણે બંનેએ અનિતાને પોતાના ઘરે બોલાવી હતી. ત્યાં તેને પીવા માટે શરબત આપવામાં આવ્યું હતું. આ પીણામાં બેહોશીની દવા ભેળવી દેવામાં આવી હતી, જે પીધા બાદ અનિતા બેભાન થઈ ગઈ હતી. બેભાન અવસ્થામાં મિયાં-બીવીએ મળીને અનિતાની હત્યા કરી નાખી હતી. બંનેએ અનિતાની લાશ પરથી બધા જ દાગીના ઉતારી લીધા અને લાશનો નિકાલ કરવાની યુક્તિ વિચારવા લાગ્યા.

    આ પછી, બંનેએ માંસ કાપવાના મોટા છરાથી શરીરના 6 ટુકડા કર્યા. શરીરના હાથ, પગ અને માથું ધડથી અલગ કરી દેવામાં આવ્યા હતા. આ પછી, આ માનવ અંગોને કોથળામાં ભરીને ઘરની નજીક 10 ફૂટનો ખાડો ખોદીને તેમાં દફનાવવામાં આવ્યા હતા. આ ખાડો ગુલામુદ્દીનના ઘરની બહાર જ ખોદવામાં આવ્યો છે. દરમિયાન અનિતા ચૌધરી ઘરે ન પહોંચતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી.

    પહેલાથી જ રચાયેલું હતું હત્યાનું કાવતરું

    પોલીસ પૂછપરછમાં આબિદાએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. આ ષડયંત્ર હેઠળ ગુલામુદ્દીનના ઘરની સામે જેસીબી મશીનથી 10 ફૂટનો ખાડો ખોદીને પહેલા જ તૈયાર કરી દેવામાં આવ્યો હતો. શરીરના ટુકડા કરવા માટે અગાઉથી બજારમાંથી માંસ કાપવાનો છરો પણ લઈ આવવામાં આવ્યો હતો. ખાડામાંથી લાશની ગંધ ન આવે તે માટે તેણે અત્તરની શીશીઓ પણ ખરીદીને શબ પર છાંટી હતી.

    પોલીસને આબિદા પાસેથી અનિતાની વીંટી મળી આવી છે. અનિતાનો મોબાઈલ આરોપીઓએ ગાયબ કરી દીધો છે, જેની શોધખોળ ચાલી રહી છે. ફરાર ગુલામુદ્દીનની શોધમાં પોલીસ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી રહી છે. અનિતાના પતિ દ્વારા હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે, જેમાં ગુલામુદ્દીન ફારૂકી અને તેની પત્ની આબિદાની સાથે તૈયબ અંસારી નામના વ્યક્તિનું નામ પણ લખાવવામાં આવ્યું છે.

    સર્વ સમાજ સાથે રાખીને પરિવારના ધરણા

    અનિતાના પરિવારને હજી સુધી લાશ મળી નથી. પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું નથી. આથી તેઓ તેજાજી મંદિરમાં ધરણા પર બેઠા છે. ત્યાં હિંદુ સંગઠનો સહિત મોટી સંખ્યામાં હિંદુ સમાજ હાજર છે. લોકોની માંગ છે કે, આ સમગ્ર પ્રકરણની તપાસ હાઇકોર્ટના નિવૃત્ત જજ પાસે કરાવવામાં આવે. આ સાથે મૃતકના પુત્રને સરકારી નોકરીની સાથે પરિવારને 1 કરોડ રૂપિયાનું વળતર પણ મળવું જોઈએ તેવી માંગ મુકવામાં આવી રહી છે.

    અનિતાના પતિ મનમોહન અને અનિતાના પાર્લરમાં કામ કરતી સુનીતા ઉર્ફે સુમન સેન વચ્ચે થયેલી વાતચીતનો એક ઓડિયો વાયરલ થયો છે. એવામાં સુનીતા એક અંસારી નામના વ્યક્તિનું નામ લઇ રહી છે. આ કેસમાં અંસારીનું નામ તૈયબ અંસારી હોવાનું માનવામાં આવી રહ્યું છે. એવામાં સુનીતા પોતાનો જીવ જોખમમાં હોવાની વાત કરે છે અને ઘણા લોકોના નામ પણ આપે છે. જો કે ઑપઇન્ડિયા આ ઓડિયોની પુષ્ટિ કરતું નથી.

    રિપોર્ટ અનુસાર સુનીતાએ મનમોહનને કહ્યું હતું કે તૈયબ અંસારી તેની હત્યા કરી શકે છે. મૃતદેહ મળ્યા પહેલાની આ વાતચીતમાં સુનિતાએ મનમોહનને કહ્યું હતું કે, “તૈયબ દીદીને (અનિતાને) નીપટાવી દીધા હશે. હવે જો હું અન્સારીને ફોન કરીશ તો તે મને ચાર દિવસની અંદર મારી નાખશે.” અનિતાના પતિએ આ ઓડિયોની પુષ્ટિ કરી છે. આ કેસમાં હજુ પણ ચોંકાવનારા ખુલાસા થાય તેવી સંભાવના છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં