Friday, November 22, 2024
More
    હોમપેજદેશ1 વર્ષની દલિત બાળકી સાથે 50 વર્ષના પાડોશી રહેમાને કરી હેવાનિયત, મોઢું...

    1 વર્ષની દલિત બાળકી સાથે 50 વર્ષના પાડોશી રહેમાને કરી હેવાનિયત, મોઢું દબાવી ગુજાર્યો બળાત્કાર: ઘટનામાં બાળકી થઇ લોહીલુહાણ, UP પોલીસે કરી ધરપકડ

    પોલીસ અધિક્ષક વૃંદા શુક્લાએ જાહેરાત કરી છે કે આરોપી ભોંદુ રહેમાનનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાના પ્રયાસો કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે બાળકીની હાલત ખતરાની બહાર છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના બહરાઈચમાં 1 વર્ષની હિંદુ દલિત બાળકી પર બળાત્કારનો ગંભીર મામલો સામે આવ્યો છે. પીડિતાને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. બાળકી પર બળાત્કાર કરનાર ભોંદુ રહેમાન નામના આરોપીની ઉંમર 50 વર્ષ છે. પોલીસે આધેડ વયના રહેમાનની ધરપકડ કરી છે. પ્રશાસને આ કેસને ફાસ્ટ ટ્રેક પર લાવવાની પણ જાહેરાત કરી છે. આ ઘટના શનિવારે (17 ફેબ્રુઆરી, 2024) બની હતી. બળાત્કાર બાદ આરોપીએ પીડિતાની માતાને ગાળો આપી હતી અને માર મારવાનું શરૂ કર્યું.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મામલો બહરાઈચના નાનપારા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીં શનિવારે પીડિતાના પરિવારે પોલીસમાં તેમની 1 વર્ષની બાળકી પર બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં પીડિતાની માતાએ જણાવ્યું હતું કે, તે તેની દૂધપીતી બાળકી સાથે સરસવના ખેતરમાં ગઈ હતી. જ્યાં નાની બાળકી ખેતરની બહાર રમી રહી હતી. આ દરમિયાન પાડોશમાં રહેતો 50 વર્ષનો ભોંદુ રહેમાન ત્યાં આવ્યો હતો. ભોંદુએ બાળકીનું મોઢું દબાવીને તેના પર બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં બાળકીની ચીસો સાંભળીને પીડિતાની માતા ત્યાં દોડી આવી હતી.

    પીડિતાની માતાને જોતા જ ભોંદુ રહેમાન ત્યાંથી ભાગી ગયો હતો. માસુમ બાળકી લોહીલુહાણ હાલતમાં હતી. જે પછી આ મામલાની જાણ પોલીસને કરવામાં આવી, પોલીસે ઘટનાસ્થળે પહોંચી બાળકીને હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. બહરાઈચના પોલીસ અધિક્ષક વૃંદા શુક્લાના નિર્દેશ પર બાળકીને વધુ સારી સારવાર માટે લખનઉ મોકલવામાં આવી છે. અહીં પોલીસે પોક્સો એક્ટ (POCSO act) અને અન્ય કલમો હેઠળ એફઆઈઆર નોંધી અને ભોંદુ રહેમાનની શોધખોળ આદરી હતી. જે પછી ભોંદુ રહેમાનની રવિવારે (18 ફેબ્રુઆરી) ધરપકડ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા જોતા જિલ્લાના તમામ વરિષ્ઠ અધિકારીઓ પીડિતાના ઘરે પહોંચ્યા હતા.

    - Advertisement -

    પોલીસ અધિક્ષક વૃંદા શુક્લાએ જાહેરાત કરી છે કે આરોપી ભોંદુ રહેમાનનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાના પ્રયાસો કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે બાળકીની હાલત ખતરાની બહાર છે. ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. પકડાયેલા આરોપીની પોલીસ પૂછપરછ ચાલુ છે.

    ઑપઇન્ડિયાએ બાળકીના પિતા સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે ગામમાં સેંકડો મુસ્લિમ પરિવારો વચ્ચે દલિત અને ઓબીસી સમુદાયના હિંદુઓના માત્ર થોડા ઘરો જ બચ્યા છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, અગાઉ પણ તેઓને હેરાન કરવામાં આવ્યા હતા. મૂર્તિઓ લઈ જવામાં આવે ત્યારે ઈંટોથી મારવામાં આવે છે, અને કેટલાક પ્રસંગોએ તો ઘરના દરવાજા બહારથી પસાર થવા પર પણ વાંધો ઉઠાવવામાં આવે છે. પીડિતાના પિતાએ એમ પણ જણાવ્યું કે, યોગી આદિત્યનાથની સરકાર બન્યા બાદ ગામના મુસ્લિમો તેમને કહે છે કે, “જ્યાં સુધી બાબાની સરકાર છે, તમે જે ઈચ્છો તે કરો.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં