Friday, October 25, 2024
More
    હોમપેજગુજરાતમરણનો દાખલો, ચૂંટણીકાર્ડ, રાશનકાર્ડ, સોગંદનામું... બધું જ બનાવટી: પરવેઝ ખાન પઠાણે જમીન...

    મરણનો દાખલો, ચૂંટણીકાર્ડ, રાશનકાર્ડ, સોગંદનામું… બધું જ બનાવટી: પરવેઝ ખાન પઠાણે જમીન પચાવવા રજૂ કર્યા ફેક ડોક્યુમેન્ટ્સ, નડિયાદ કોર્ટમાં થઈ ફરિયાદ

    સમગ્ર મામલામાં સદરૂમિયાંના વાસરદાર હૈદરમિયાંએ સદરૂમિયાંનું અસલી મરણનું પ્રમાણપત્ર ઉપરાંત અન્ય દસ્તાવેજોને પણ કોર્ટ સમક્ષ રજૂ કરી, પરવેઝખાને રજૂ કરેલા દસ્તાવેજો ખોટા હોવાનું પુરવાર કર્યું હતું.

    - Advertisement -

    નડિયાદમાંથી (Nadiad) પરવેઝ પઠાણ (Parvez Pathan) નામક વ્યક્તિએ જમીન પચાવી પડવાના હેતુથી કોર્ટમાં બનાવટી દસ્તાવેજો (Bogus Documents) રજૂ કર્યા હોવાનો મામલો સામે આવ્યો હતો. કોર્ટના રજિસ્ટ્રારને આ અંગે જાણ થતા તેમણે કોર્ટને જાણ કરી હતી. કોર્ટને જાણ થતાં કોર્ટે પોલીસને પરવેઝ પઠાણ વિરુદ્ધ ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યો હતો. નોંધવા જેવું છે પરવેઝે મરણના દાખલાથી લઈને સોગંદનામા સુધીના નકલી દસ્તાવેજો કોર્ટમાં રજૂ કર્યા હતા.      

    નડિયાદના શક્કરકૂઇ લિમડા પાસે રહેતાં પરવેઝખાન સિરાજમહંમદ પઠાણે જમીન હડપ કરી લેવાના ઇરાદે વર્ષ 2012માં નડિયાદના ત્રીજા એડીશનલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઑફ ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. જેમાં પરવેઝે બનાવટી મરણનો દાખલો, ખોટા સોગંદનામા સહિતના નકલી દસ્તાવેજો રજૂ કર્યા હતા.

    ઉલ્લેખનીય છે કે, પરવેઝખાન પઠાણે કોર્ટમાં સદરૂમિયાંને પોતાના દાદા તરીકે ઓળખાવી તેમનો ખોટો મરણનો દાખલો, ખોટું સોગંદનામું, ગામના હક્કપત્રમાં નામ દાખલ કરાવી, બનાવટી રેશન કાર્ડ અને ઇલેક્શન કાર્ડ સહિતના દસ્તાવેજો રજૂ કર્યા હતા. નોંધવા જેવું છે કે પરવેઝે જે સદરૂમિયાં મલેકને તેના દાદા ગણાવ્યા તેમના વારસદારોમાં હૈદરમીયાં તથા અન્ય 9 વ્યક્તિઓના નામ છે.

    - Advertisement -

    કોર્ટ રજિસ્ટ્રારને નકલી દસ્તાવેજો અંગે જાણ થઇ હતી. તેમણે પરવેઝ ખાન પઠાણ વિરુદ્ધ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલામાં સદરૂમિયાંના વાસરદાર હૈદરમિયાંએ સદરૂમિયાંનું અસલી મરણનું પ્રમાણપત્ર ઉપરાંત અન્ય દસ્તાવેજોને પણ કોર્ટ સમક્ષ રજૂ કરી, પરવેઝખાને રજૂ કરેલા દસ્તાવેજો ખોટા હોવાનું પુરવાર કર્યું હતું. સમગ્ર મામલાની વાસ્તવિકતાની જાણ થતા કોર્ટે પરવેઝ ખાન વિરુદ્ધ પોલીસ ફરિયાદનો આદેશ આપ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં