ઈદના જુલૂસમાં રાષ્ટ્રધ્વજનું અપમાન (Insult Of National Flag) થયું હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. રાજસ્થાનથી (Rajasthan) લઈને બિહાર (Bihar) સુધી આવી ઘટનાઓ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. બિહારના સારણ (Saran) જિલ્લામાં કોપા બજારમાં ઈદના જુલૂસ દરમિયાન રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યું હતું. મોહમ્મદ પયગંબરના જન્મદિન મિલાદ-ઉલ-નબીના જુલૂસ દરમિયાન તિરંગામાં અશોક ચક્રના સ્થાને ચાંદ-તારા લગાવી દેવામાં આવ્યા હતા, જે બાદ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ (Video Viral) થયો હતો. વિડીયો વાયરલ થયા બાદ મોટા પાયે હોબાળો થયો હતો અને ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી દીધી હતી. આવી જ ઘટના રાજસ્થાનના કોટામાંથી (Kota) પણ સામે આવી હતી, જેમાં પોલીસે તિરંગો જપ્ત કરીને કાર્યવાહી શરૂ કરી હતી.
બિહારની ઘટનાને લઈને સારણ પોલીસ અધિક્ષક (SP) કુમાર આશીષે નિવેદન જારી કરીને જણાવ્યું છે કે, ભારતીય ધ્વજ સંહિતા 2022 સહિત ઘણી કલમોના ઉલ્લંઘનને ધ્યાને રાખીને પોલીસે FIR નોંધી છે. SP આશીષે વધુમાં જણાવ્યું છે કે, પોલીસે વિવાદિત ઝંડાને જપ્ત કરી લીધો છે. આ સાથે જ પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને તરત કાર્યવાહી કરવામાં આવી હતી અને 2 શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી હતી. કોના પ્રભાવ હેઠળ આ પગલું ભરવામાં આવ્યું છે, તે જાણવા માટે પોલીસ બંને આરોપીઓની પૂછપરછ કરી રહી છે.
आज कोपा थाना अंतर्गत मिलाद- उल- नबी के जुलूस में तथाकथित बदले स्वरूप में तिरंगा झंडा में अशोक चक्र की जगह चाँद तारा लगाकर फहराने वाले मामले में पुलिस टीम द्वारा त्वरित कार्रवाई करते हुए पिक अप वाहन समेत कथित झंडे को जब्त कर लिया गया है (1/2)
— SARAN POLICE (@SaranPolice) September 16, 2024
SP કુમાર આશીષે વધુમાં જાણકારી આપતા કહ્યું હતું કે, વિડીયોની તપાસ કર્યા બાદ જાણવા મળ્યું છે કે, આ ઘટના કોપા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોપા બજારની છે. જ્યાં મિલાદ-ઉલ-નબીના જુલૂસ દરમિયાન આ વિવાદાસ્પદ ધ્વજનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તરત જ કાર્યવાહી હાથ ધરી હતી અને વિવાદિત ધ્વજને જપ્ત કરી લીધો હતો. હાલ સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવી રહ્યો છે અને અન્ય સંવેદનશીલ સ્થળોએ પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે.
રાજસ્થાનના કોટામાં પણ તિરંગાનું અપમાન
બિહારની ઘટનાની જેમ રાજસ્થાનના કોટામાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જ્યાં ઈદના જુલૂસમાં રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યું હતું અને તિરંગા પર ચાંદ અને તારાના નિશાન બનાવવામાં આવ્યા હતા. જુલૂસમાં આ ધ્વજ લહેરાવવામાં પણ આવ્યો હતો. આ ઘટના સામે આવ્યા બાદ તરત જ પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી હતી, જેથી કરીને કાયદો અને વ્યવસ્થા જાળવી શકાય.
National Flag of India distorted.
— Rahul Anand (@Rahul_saffron) September 16, 2024
The video is said to be from Kota in Rajasthan.@BhajanlalBjp please take stern action against these criminals pic.twitter.com/rUaOpBPxJy
કોટા પોલીસે આ ઘટનાને લઈને કહ્યું છે કે, “આજે ઇદ મિલાદુનબીના જુલૂસ દરમિયાન અનંતપરા વિસ્તારમાં રાષ્ટ્રધ્વજ સાથે વાંધાજનક ચિહ્નો લગાવીને લહેરાવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે બાદ પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી હતી અને વિવાદિત ઝંડો જપ્ત કરી લીધો હતો.” સાથે જ પોલીસે આરોપીઓને સગીર ગણાવતા કહ્યું છે કે, તિરંગો ફરકાવનારા બાળકોની ઓળખ કરવામાં આવી રહી છે અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
आज ईद मिलादुनबी के जुलुस के दौरान अनन्तपरा क्षेत्र में राष्टीय ध्वज के साथ आपत्तिजनक चिन्ह बनाकर लहराने का विडिओ सोशल मीडिया पर वायरल होने पर पुलिस द्वारा त्वरित कार्यवाही करते हुए राष्ट्रीय ध्वज को बरामद किया तथा फहराने वाले बच्चो की पहचान कर विधि सम्मत कार्यवाही की जा रही है
— KotaCity Police (@KotaPolice) September 16, 2024
બિહાર અને રાજસ્થાનની આ ઘટનાઓ વચ્ચે દેશમાં સાંપ્રદાયિક તણાવની સ્થિતિ પણ યથાવત છે. તાજેતરમાં બાંગ્લાદેશમાં હિંદુઓ પર થયેલી બર્બરતા, વક્ફ સુધારા વિધેયક વિરુદ્ધ મુસ્લિમ સમુદાયનું એકત્રીકરણ અને દેશના જુદા જુદા ભાગોમાં ગણેશ ગણેશ પંડાલો પર હુમલાના કારણે વાતાવરણ તંગ છે. આવી સ્થિતિમાં તિરંગાના અપમાનની આ ઘટના વધુ તણાવ પેદા કરી શકે છે. કોટા અને બિહારની આ ઘટનાઓ માત્ર રાષ્ટ્રધ્વજ, ત્રિરંગાનું અપમાન નથી, પરંતુ દેશના વર્તમાન સાંપ્રદાયિક વાતાવરણને વધુ ભડકાવવાનો પ્રયાસ પણ છે.