Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતભરૂચમાં ના પાડવા છતાં મુસ્લિમોએ હિંદુઓના ઘર પર લગાવ્યા મઝહબી ઝંડા અને...

    ભરૂચમાં ના પાડવા છતાં મુસ્લિમોએ હિંદુઓના ઘર પર લગાવ્યા મઝહબી ઝંડા અને તોરણો, ટોળા આવ્યા આમને-સામને: મધરાતે પોલીસે દરવાજા તોડીને આરોપીઓને કર્યા ડિટેઇન

    ઘટના દરમિયાન બે લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું હતું, જેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બાદ પોલીસે ટોળાને વિખેરી પરિસ્થિતિ કાબુમાં લીધી હતી. તથા ઘટનામાં સામેલ જે જે લોકો વિરુદ્ધ આક્ષેપો થયા હતા, તેમને ઘરમાંથી કાઢીને અટકાયત કરવામાં આવી હતી.

    - Advertisement -

    ગણેશચતુર્થીના તહેવાર દરમિયાન રાજ્યમાં મુસ્લિમો દ્વારા શાંતિ ભંગ કરવાના કાવતરા ચાલી રહ્યા હોય એમ લાગી રહ્યું છે. સુરતમાં (Surat) ગણેશ પંડાલમાં પથ્થરમારો કર્યા બાદ હવે ભરૂચ (Bharuch) ખાતે મુસ્લિમોએ મઝહબી ઝંડા અને તોરણો લગાવવા બાબતે હિંદુ-મુસ્લિમ (Hindu-Muslim) આમને સામને આવી ગયા હતા, તથા શહેરમાં તણાવ સર્જાયો હતો. 10 સપ્ટેમ્બર રાત્રિના સમયે ગોકુળનગરમાં પોલીસે તાત્કાલિક પગલા લીધા હતા. સ્થિતિ ફરી વણસે નહીં તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. સાથે ભરૂચ એસપીએ લોકોને અફવાથી દૂર રહેવા અપીલ પણ કરી હતી.

    સમગ્ર ઘટના 10 સપ્ટેમ્બર રાત્રિના સમયે બનેલી છે. ભરૂચ પશ્ચિમમાં આવેલા ગોકુળનગર વિસ્તારમાં હિંદુ-મુસ્લિમ બંને સંપ્રદાયના લોકો રહે છે. વર્તમાનમાં હિંદુઓના તહેવાર ગણેશોત્સવની ઉજવણી ચાલી રહી છે, તો આગામી સમયમાં મુસ્લિમોનો તહેવાર ઈદ પણ આવી રહ્યો છે. ત્યારે મુસ્લિમોએ ઈદ માટે થઈને મઝહબી ઝંડા અને તોરણો લગાવવા વિસ્તારમાં પહોંચ્યા હતા.

    મઝહબી તોરણો લગાવવા મુસ્લિમોની દાદાગીરી

    આ દરમિયાન હિંદુઓએ તેમના ઘર પાસે તોરણ ન લગાવવા કહ્યું હતું, છતાં મુસ્લિમો તેમની અપીલ માન્યા નહિ અને તોરણો લગાવી દીધા હતા. તોરણો લગાવ્યા બાદ ઝગડો થયો હતો જેના પરિણામે હિંદુઓ અને મુસ્લિમોના ટોળા ભેગા થઇ ગયા હતા. બંને ટોળા વચ્ચે બોલાચાલી બાદ મારામારી થયા હોવાના અહેવાલો પણ મળ્યા હતા.

    - Advertisement -

    બીજી તરફ પોલીસને ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ભરૂચ એસ પી મયુરસિંહ ચાવડાએ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઇ હેડક્વાર્ટર ડીવાયએસપી, LCB, SOG, તાલુકા પોલીસના PI, PSI સહિતના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે બોલાવી લીધો હતો. પોલીસ આવતા જ આરોપીઓ સંતાવા લાગ્યા હતા.  

    આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ

    ઉલ્લેખનીય છે કે ઘટના દરમિયાન બે લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું હતું, જેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બાદ પોલીસે ટોળાને વિખેરી પરિસ્થિતિ કાબુમાં લીધી હતી. તથા ઘટનામાં સામેલ જે જે લોકો વિરુદ્ધ આક્ષેપો થયા હતા, તેમને ઘરમાંથી કાઢીને અટકાયત કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી છે, તથા વધુ તપાસ પણ ચાલી રહી છે. હાલ ઘટના સ્થળે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

    આ મામલે એસપી મયુરસિહે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, “ભરૂચ શહેર B ડિવીઝનમાં રાત્રિના લગભગ 10, સાડા 10, અગિયાર વાગ્યા આસપાસ પોલીસ કંટ્રોલરૂમમાં મેસેજ મળ્યો કે બે કોમના ટોળાઓ ભેગા થઇ ગયા છે. મઝહબી ઝંડા લગાવવા બાબતનો વિષય કંટ્રોલરૂમને મળતા તાત્કાલિક B ડિવીઝન પોલીસ, LCB, SOG, DYSP સહિતની તમામ પોલીસ ફોર્સ જગ્યા પર આવી ગઈ, જગ્યા ઉપરથી ટોળાને વિખેરવામાં આવ્યા હતા.”

    CCTVના આધારે કાર્યવાહી શરૂ

    તેમણે એમ પણ કહ્યું હતું કે ગુનો દાખલ કરવાની પ્રક્રિયા તથા આગામી કાર્યવાહી ચાલુ છે. જે વિરુદ્ધ આક્ષેપો થયા હતા તે તમામને ડિટેઇન કરવામાં આવ્યા છે, તથા ઘટનામાં તેમની શું ભૂમિકા છે તે CCTV અને મીડિયા રેકોર્ડીંગના આધારે જોઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમણે લોકોને અપીલ કરી હતી કે કોઈ ઉશ્કેરણીજનક રીતે ભડકાવે તો ભડકાવું નહિ, અને કોઈપણ વિષય ધ્યાન પર આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવી.

    આ અગાઉ રવિવારે રાત્રે પણ સુરતના સૈયદપુરા વિસ્તારમાં પણ મુસ્લિમોના ટોળાએ ગણેશ પંડાલ પર પથ્થરમારો કરી દીધો હતો. જો કે તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીઓની ધરપકડ કરી તેમને કોર્ટમાં રજુ કર્યા હતા, જે બાદ આરોપીઓના 2 દિવસના રિમાન્ડ પણ મંજુર થયા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં