Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતસુરત-કચ્છ બાદ હવે ઉપલેટામાં અશાંતિ: મસ્જિદમાં લહાણી લેવા ગયેલા મુસ્લિમ સગીરોએ હિંદુઓની...

    સુરત-કચ્છ બાદ હવે ઉપલેટામાં અશાંતિ: મસ્જિદમાં લહાણી લેવા ગયેલા મુસ્લિમ સગીરોએ હિંદુઓની દુકાનો પર પથ્થરમારો કર્યો હોવાના આક્ષેપ; પોલીસ હરકતમાં, સ્થાનિકોમાં રોષ

    ઉપલેટા ખાતે બુધવારે રાત્રે એક પથ્થરમારની ઘટના સામે આવી. ઉપલેટાની સોની બજારમાં આવેલી 2 હિંદુઓની દુકાનો ટાર્ગેટ કરીને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારો કરનાર સ્થાનિક મુસ્લિમ સમુદાયના કેટલાક બાળકો હોવાનું દુકાનદારોનું અને હિંદુ સંગઠનોનું કહેવું છે.

    - Advertisement -

    છેલ્લા કેટલાક સમયથી ગુજરાત અશાંત છે. સુરતના સૈયદ પુરામાં ગણપતિ પંડાલ પર હુમલો, વડોદરામાં ગણપતિ પંડાલ પર ઇસ્લામિક ઝંડા ફરકાવવામાં આવ્યા તો વળી કચ્છના નખત્રાણા ખાતે ભગવાન ગણેશની મૂર્તિ ખંડિત કરીને મંદિર પર મઝહબી ઝંડો ફરકાવવામાં આવ્યો. આ સિવાય પણ હિંદુઓની આસ્થા અને લાગણીઓ દુભાય તેવા અનેક પ્રયત્નો થયા છે. તેવામાં હવે રાજકોટના ઉપલેટામાં મુસ્લિમ સગીરોએ હિંદુઓની દુકાનોને ટાર્ગેટ કરીને પથ્થરમારો કર્યો હોવાની ઘટના સામે આવી છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર તાજેતરની ઘટનાઓને ધ્યાનમાં લઈને આખા ગુજરાતમાં પોલીસ સાબદી છે. ઠેકઠેકાણે પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. જોકે જાણે કાયદો અને વ્યવસ્થાનો કોઈ ડર જ ન હોય તેમ ઉપલેટા ખાતે બુધવારે રાત્રે એક પથ્થરમારની ઘટના સામે આવી. ઉપ્લ્તાનીન સોની બજારમાં આવેલી 2 હિંદુઓની દુકાનો ટાર્ગેટ કરીને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારો કરનાર સ્થાનિક મુસ્લિમ સમુદાયના કેટલાક બાળકો હોવાનું દુકાનદારોનું અને હિંદુ સંગઠનોનું કહેવું છે. ઘટનાની જાણ થતા જ પોલીસ અને હિંદુ સંગઠનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

    નોંધનીય છે કે આ વિસ્તારમાં અનેક દુકાનો આવેલી છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળથી આવેલા અનેક લોકો અહીં સોની કામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. થોડા દિવસોમાં જ મુસ્લિમોનો તહેવાર પણ આવી રહ્યો છે. સ્થાનિક મુસ્લિમોમાં તહેવારને લઈને બાળકોને લહાણી આપવાનો રીવાઝ છે. ત્યારે કેટલાક સગીરો આ લહાણી લેવા નીકળ્યા અને તેમણે હિંદુઓનીઓ દુકાનને ટાર્ગેટ કરીને પથ્થરો માર્યા હોવાનો આરોપ પીડિત દુકાનદારોનો છે. તેમનું કહેવું તેમ પણ છે કે આ બાળકોને કોઈએ દોરવણી કરતા આ પ્રકારની ઘટના ઘટી છે.

    - Advertisement -

    અમે દુકાનમાં બેઠા હતાને પથ્થરો આવ્યા: પીડિત દુકાનદાર

    આ સમગ્ર મામલે વધુ માહિતી લેવા ઑપઇન્ડિયાએ તે 2 દુકાનદાર પૈકી એકનો સંપર્ક કર્યો હતો. ઉપલેટાની સોની બજારમાં ટેલરની દુકાન ધરાવતા દિપકભાઈ સાથે ઑપઇન્ડિયાએ ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “ઇદનો તહેવાર આવી રહ્યો છે, જેને લઈને અહીં નજીકમાં આવેલી મસ્જિદમાં લહાણી વેચવામાં આવે છે. આ બધું ચાર-પાંચ દિવસ સુધી ચાલે છે અને બાળકો દર વર્ષે લેતા હોય છે. દર વર્ષે આ બાળકો મસ્જિદમાં લહાણી લેવા જાય ત્યારે ધમાલ તો કરતા જ હોય છે. ક્યારેક તેઓ બાઈક પાડી દે, તો વળી ક્યારેક સીટ કવરોમાં બ્લેડ મારી દે… આ પ્રકારે તેઓ અનેક વાર ધમાલ કરતા આવ્યા છે. પરંતુ આ વખતે પથ્થરમારો કર્યો. બાળકો મસ્જિદથી લહાણી લઈને નીકળ્યા અને અમારી અન્ય અન્ય એક હિંદુ ભાઈની દુકાન પર પથ્થરો માર્યા હતા.”

    પથ્થરો માર્યા, પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે પોલીસ બોલાવી

    દિપકભાઈએ ઑપઇન્ડિયાને જણાવ્યું કે, “દર વર્ષે નાનું-મોટું નુકસાન કરતા એટલે અમે લોકો વધુ કોઈ મગજમારી ન કરતા, ક્યારેક તેમના વાલીને ફરિયાદ કરી દેતા. પરંતુ આ વખતે તેમણે પથ્થરમારો કર્યો. છેલ્લા કેટલાક દિવસોમાં જે પ્રમાણે ગુજરાતમાં ઘટનાઓ ઘટી રહી છે, તેને ધ્યાનમાં રાખીને અમે પોલીસને જાણ કરી. આ લહાણી વેચવાનું કામ ચાર-પાંચ દિવસ ચાલશે અને જો ચાર-પાંચ દિવસ સુધી આમ જ ચાલ્યા કર્યું તો અમારું જીવવું હરામ થઈ જશે. અમને ડર હતો એટલે પોલીસને જાણ કરી.”

    દિપકભાઈના જણાવ્યા અનુસાર તેમણે જેવી પોલીસને ઘટના વિશે જાણ કરી કે તરત જ ઉપલેટા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. ઘટનાની સંવેદનશીલતાને ધ્યાને રાખી સોની બજારમાં ભારે સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. માત્ર સ્થાનિક પોલીસ જ નહીં, ખાતાના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હોવાનું દિપકભાઈએ ઑપઇન્ડિયાને જણાવ્યું હતું. આ મામલે પોલીસે આસપાસની દુકાનોના CCTV ફૂટેજ કલેક્ટ કરીને કાર્યવાહી આદરી હોવાનું જણાવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં આખા સોની બજારમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત છે, આટલું જ નહીં, જે દુકાનોને ટાર્ગેટ કરવામાં આવી ત્યાં પણ સુરક્ષા માટે પોલીસ ગોઠવી દેવામાં આવી છે.

    સ્થાનિક હિંદુઓ સંગઠનોમાં ઘટનાને લઈને આક્રોશ

    બીજી તરફ ઘટનાની જાણ થતા જ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ સહિતના હિંદુ સંગઠનોના કાર્યકર્તાઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઑપઇન્ડિયાએ આ મામલે વિગે માહિતી લેવા ઉપલેટા પ્રખંડના વિશ્વ હિંદુ પરિષદના અધ્યક્ષ દિનેશભાઈ ચંદ્રવાડિયાનો સંપર્ક કર્યો હતો. તેમણે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે આ કોઈ સામાન્ય બાબત નથી પારંતુ જાણીજોઈને કરવામાં આવેલું કૃત્ય છે. તેમણે ઑપઇન્ડિયાને જણાવ્યું કે, આ બાળકોને આગળ કરીને ફાયદો ઉઠાવવામ આવી રહ્યો છે.

    તેમણે જણાવ્યું કે, “ભાઈચારાની આડમાં ચાળો હિંદુઓએ જ ભોગવવાનો? આ લોકો હવે નવું શીખ્યા છે કે મહિલાઓ અને બાળકોને આગળ કરી દેવાનાં, જેથી કરીને કાયદાની છટકબારીથી કાર્યવાહીથી બચી શકાય. જો બાળકો સામાન્ય ધમાલ કરતા હતા તો કેમ માત્ર હિંદુઓની દુકાનને જ ટાર્ગેટ કરવામાં આવી. એક લાઈનમાં આગળ મુસ્લિમોની પણ દુકાનો છે. ત્યાં કેમ એક કાંકરી ન પડી. ચાલો સમજ્યા કે બાળકો નાના છે, પરંતુ તેમને દોરીસંચાર કરીને આ દુષ્કૃત્ય આચરવામાં આવ્યું છે. સ્થાનિક પોલીસ અત્યારે તો ગ્રાઉન્ડ પર એક્શન દેખાડી રહી છે. પરંતુ તે ન ભૂલવું જોઈએ કે ઘટનાને લઈને હિંદુ સમુદાયમાં રોષ છે.”

    આખી સોની બજારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવી

    આ મામલે પોલીસ કાર્યવાહી શું કરવામાં આવી છે તે જવા ઑપઇન્ડિયાએ ઉપલેટા પોલીસનો સમ્પર્ક કરવાની પ્રયત્ન કર્યો હતો પરંતુ થઇ શક્યો નહતો. જોકે અમારા સ્થાનિક સુત્રોના જણાવ્યા અનુસાર આ ઘટના બાદ પોલીસ ચોક્કસ હરકતમાં આવી છે. જોકે અત્યાર સુધી કોઈ પણ પોલીસ ફરિયાદ કે કડક કાર્યવાહી નથી કરવામાં આવી. કહેવામાં આવી રહ્યું છે કે CCTVના આધારે પથ્થરમારો કરનાર બાળકોની ઓળખ કરી તેમના વાલીને બોલાવીને ચેતવણી પોલીસ દ્વારા આપવામાં આવી છે. ઑપઇન્ડિયા પાસે CCTV ફૂટેજ ઉપલબ્ધ છે.

    બીજી તરફ પોલીસે સોની બજારને પોલીસ છાવણીમાં ફેરવી દીધી છે. થોડા થોડા અંતરે પોલીસ જવાન પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. આટલું જ નહીં, પોલીસે જે-જે દુકાનો પર પથ્થર મારવામાં આવ્યા તે દુકાનો પર સુરક્ષા માટે પોલીસ કર્મીઓ તૈનાત કરી દીધા છે. હાલ ઉપલેટામાં અજંપા ભરી શાંતિનો માહોલ છે અને પોલીસ સતત નજર રાખી રહી છે.

    ઉપલેટા નવનિયુક્ત પીઆઈ બી. આર. પટેલ પણ પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આસપાસની દુકાનોના સીસી કેમેરા ફૂટેજ મેળવતા ઘટના સામે આવી હતી. જોકે હાલ ઉપલેટા પોલીસ તપાસ ચલાવી રહી છે કે કયા કારણોસર કાંકરીચાળો કરવામાં આવ્યો છે. આ કોઈ બાળકો દ્વારા કરાવવામાં આવ્યું છે કે અન્ય કોઈ બાબત છે તે પોલીસ તપાસ બાદ સત્ય હકીકત જાણવા મળશે. ગત રાત્રિના ઉપલેટામાં ભરેલા અગ્નિ જેવી પરિસ્થિતિ હોય પરંતુ નવનિયુક્ત પીઆઈ બી. આર. પટેલ તથા મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા યોગ્ય કરવાની ખાતરી આપતા હિંદુ સંગઠનોનો રોષ શાંત થયો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં