Friday, November 22, 2024
More
    હોમપેજદેશસોશિયલ મીડિયા પર 600+ હિંદુવાદી એકાઉન્ટને ટાર્ગેટ કરનાર ગેંગનો પર્દાફાશ: ફેક IDને...

    સોશિયલ મીડિયા પર 600+ હિંદુવાદી એકાઉન્ટને ટાર્ગેટ કરનાર ગેંગનો પર્દાફાશ: ફેક IDને અસલી બતાવી કરતા હતા વસૂલી, શાબાદ-મહતાબની સીતાપુરથી ધરપકડ

    પોલીસે શાદાબ અને મહતાબની ધરપકડ કરી છે. અત્યાર સુધીના ગુનામાંથી વસૂલ કરાયેલા નાણાંની માહિતી પણ એકત્ર કરવામાં આવી રહી છે. તપાસ અને કાર્યવાહી માટે પોલીસ સ્ટેશનની સાથે સાયબર સેલ પણ તૈનાત કરવામાં આવ્યો છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) સીતાપુર (Sitapur) જિલ્લામાં પોલીસે રવિવારે (29 સપ્ટેમ્બર 2024) શાદાબ અને મહતાબની ધરપકડ કરી હતી, જેઓ એક મોટી સાયબર ક્રાઈમ (Cyber Crime) ગેંગ ચલાવતા હતા. આ બંને તેમના નેટવર્ક દ્વારા, હિંદુવાદી વિચારધારાના સોશિયલ મીડિયા એકાઉન્ટ (Social Media Account) પર સ્ટ્રાઈક (Strike) મોકલીને તેમને બંધ કરાવતા હતા. બાદમાં તેને ફરી શરૂ કરવાના નામે મોટી ફી વસૂલવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓના ટેલિગ્રામ (Telegram) માધ્યમથી આ ગેંગ સાથે સંકળાયેલા સેંકડો લોકો જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે.

    સમગ્ર મામલો સીતાપુર જિલ્લાના કોતવાલી ગામનો છે. શુક્રવારે (27 સપ્ટેમ્બર 2024), ઈન્સ્ટાગ્રામ @randomrigade પ્રોફાઇલના એડમિને પોલીસમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદમાં પીડિતે જણાવ્યું કે થોડા દિવસો પહેલા તેને ઈન્સ્ટાગ્રામ યુઝરનેમ @soloxkakashi નામક આઈડી પરથી એક ઓડિયો કોલ અને મેસેજ મળ્યો હતો. આ મેસેજમાં કોપીરાઈટ પર સ્ટ્રાઈક કરીને તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલને સસ્પેન્ડ કરવાની ધમકી આપવામાં આવી હતી.

    જ્યારે પીડિતે આવું ન કરવાની વિનંતી કરી તો તેની પાસેથી પૈસાની માંગણી કરવામાં આવી. પૈસા મોકલવા માટે એક QR કોડ મોકલવામાં આવ્યો હતો, જેની સાથે જોડાયેલ બેંક એકાઉન્ટ નિઝામુદ્દીનના પુત્ર મહતાબના નામે નોંધાયેલું હતું. પીડિતે 3 ઓગસ્ટ 2024ના રોજ ખાતામાં ₹500 મોકલ્યા હતા. આ પછી પણ પીડિતા પાસેથી વધુ પૈસાની માંગ કરવામાં આવી હતી. આ વખતે પૈસાની માંગ સાથે પીડિત અને તેના પરિવારને ખતમ કરવાની ધમકી આપવામાં આવી હતી.

    - Advertisement -

    ધમકીઓને કારણે પીડિત ડરી ગયો અને તેણે 3જી ઓગસ્ટે બે પ્રયાસમાં બીજા ₹1500 મોકલ્યા. આમ છતાં ધમકીઓ મળતી રહી. પીડિતે 5 ઓગસ્ટના રોજ ₹1000 અને 1 સપ્ટેમ્બરે બીજા ₹750 મોકલ્યા હતા. પીડિત પાસેથી ₹3,750 વસૂલવા છતાં મહતાબે અમેઝોન અથવા ફ્લિપકાર્ડ દ્વારા પીડિત પાસેથી ₹70,000ની ગિફ્ટની માગણી શરૂ કરી.

    જ્યારે પીડિતે કહ્યું કે તે આટલા પૈસા ચૂકવવામાં અસમર્થ છે, ત્યારે મહતાબે કહ્યું, “હું તને બદનામ કરીશ અને તારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને નકલી કોપીરાઈટ કહીને તારું જીવન બરબાદ કરી નાખીશ.” સતત ધમકીઓથી પરેશાન, પીડિત પોતાના અને તેના પરિવારના જીવ માટે ડરવા લાગ્યો. પીડિતને એમ પણ લાગ્યું કે મહતાબે નકલી આઈડી બનાવીને તેના જેવા અનેક નિર્દોષ લોકોને પરેશાન કર્યા હશે.

    અંતે તેણે પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરી. આરોપીઓના કૃત્યોને ગેરકાયદેસર વસૂલી ગણાવતા પીડિતે મહતાબ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. આ ફરિયાદ પર, પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 318 (4), 352, 351 (2), 308 (5) અને 66-D IT એક્ટ હેઠળ કેસ નોંધ્યો અને તપાસ શરૂ કરી. OpIndia પાસે ફરિયાદની નકલ છે.

    આ રીતે આચરતા હતા ગુના

    જ્યારે સીતાપુર પોલીસે આ કેસની તપાસ શરૂ કરી ત્યારે મહતાબ અન્સારી સાથે શાદાબનું નામ પણ સામે આવ્યું હતું. આ બંને સગા ભાઈઓ છે અને સીતાપુરના વતની છે. હાલ બંને આગ્રામાં રહે છે. તેમની પાસેથી ત્રણ મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે શાદાબ તેના ભાઈ મહતાબ સાથે મળીને Google પરથી Insta Pro 2ની Apk File ડાઉનલોડ કરતો હતો.

    આ પછી, તેઓ તેમના ટાર્ગેટના અસલી ઇન્સ્ટાગ્રામ ID પરથી ફોટા અને ડેટા એકત્રિત કરતા હતા. બંને આરોપીઓ ફરી ગુગલમાંથી ઈન્સ્ટાગ્રામનું કોપીરાઈટ ફોર્મ ડાઉનલોડ કરતા હતા. તે ફોર્મ ભરીને META પ્લેટફોર્મ પર ફરિયાદ તરીકે મોકલતા હતા. ફરિયાદમાં META પર બનાવેલ પીડિતના આઈડીને ફેક ગણાવીને તેમણે બનાવેલી પ્રોફાઈલને અસલી કહેતા હતા.

    આ પછી, આ ગેંગ વ્યક્તિની અસલી ID પ્રોફાઇલ પર કોપીરાઇટનો દાવો કરતી હતી. પછી ID ઉડાવી મારવાના નામે પીડિત પાસેથી પૈસા પડાવવામાં આવતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, શાદાબ અને મહેતાબે અત્યાર સુધીમાં લગભગ 600 ID પર કોપીરાઈટ દાવા કર્યા છે. તેમાંથી ઘણા લોકો પાસેથી પૈસા પણ વસૂલવામાં આવ્યા છે.

    આ પીડિતોમાંથી એક @randomrigade પણ હોવાનું બહાર આવ્યું, જેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે શાદાબ અને મહતાબની ધરપકડ કરી છે. અત્યાર સુધીના ગુનામાંથી વસૂલ કરાયેલા નાણાંની માહિતી પણ એકત્ર કરવામાં આવી રહી છે. તપાસ અને કાર્યવાહી માટે પોલીસ સ્ટેશનની સાથે સાયબર સેલ પણ તૈનાત કરવામાં આવ્યો છે.

    હિંદુવાદી હેન્ડલ્સ હતા મોટી ગેંગનો નિશાનો

    સીતાપુરના પોલીસ અધિક્ષક IPS ચક્રેશ મિશ્રાએ આ ટોળકીની ગુનાહિત પ્રવૃત્તિનું વિગતવાર વર્ણન કર્યું હતું. તેમણે કહ્યું કે આ ગેંગ વોટ્સએપ અને ટેલિગ્રામ પર ગ્રુપ ધરાવે છે. આ ગેંગ દ્વારા, અસલી પ્રોફાઇલ્સના વિરુદ્ધમાં META અને Xને એક સાથે હજારો ફરિયાદો કરવામાં આવી હતી. પોલીસ અધિક્ષકના જણાવ્યા મુજબ, આ ફરિયાદોને ધ્યાનમાં લઈને, META અને X પગલાં લેતા હતા.

    પોલીસે આને નવા પ્રકારનો ઓનલાઈન ક્રાઈમ ગણાવ્યો છે. શાદાબ અને મહેતાબ દ્વારા બનાવવામાં આવેલા લગભગ 20 નકલી હેન્ડલ્સની અત્યાર સુધીમાં ઓળખ કરવામાં આવી છે. બંનેએ પોતાની ગેંગનો સંપર્ક કરવા માટે ટેલિગ્રામ, વોટ્સએપ અને ટ્વિટરનો ઉપયોગ કર્યો હતો. આ સિવાય તેઓ અન્ય રીતે પણ એકબીજાના સંપર્કમાં હતા.

    પોલીસે એ પણ સ્વીકાર્યું છે કે શાદાબ અને મહેતાબની ગેંગ દ્વારા મોટાભાગે દક્ષિણપંથી હેન્ડલ્સને (જમણેરી) નિશાન બનાવવામાં આવે છે. આ માટે ઉપરથી કોઈએ આ ગેંગને સૂચના પણ આપી હતી, જેના વિશે પોલીસ માહિતી એકઠી કરી રહી છે. આ મામલે અન્ય જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં