ચંદીગઢ એરપોર્ટ પર બીજેપી સાંસદ અને અભિનેત્રી કંગના રણૌત સાથે ગેરવર્તનનો મામલો સામે આવ્યો છે. સાંસદે આપેલી ફરિયાદમાં એ વાત સામે આવી છે કે તેઓ દિલ્હી આવવા માટે ચંડીગઢ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યારે તેઓ સિક્યોરિટી ચેક-ઈન પછી બોર્ડિંગ માટે જઈ રહ્યા હતા ત્યારે LCT કુલવિંદર કૌર (CISF યુનિટ ચંદીગઢ એરપોર્ટ)એ તેમને થપ્પડ મારી હતી. જે બાદ કંગના રણૌત સાથે મુસાફરી કરી રહેલા મયંક મધુર નામના વ્યક્તિએ કુલવિંદર કૌરને થપ્પડ મારવાનો પ્રયાસ કર્યો હતો. આરોપી CISF જવાનને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
#KanganaRanaut slapped by a CISF constable, Kulwinder Kaur. She was reportedly upset with Kangana's comments on farmers.
— Roop Darak (Modi Ka Parivar) (@RoopDarak) June 6, 2024
Despicable way of expressing ideological differences, especially when you're wearing a uniform! pic.twitter.com/EH4DRqbKJu
તાજા જાણકારી મુજબ હાલ કંગના રણૌત દિલ્હી પહોંચી ગયા છે અને વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં તેમણે સીઆઈએસએફના ડાયરેક્ટર જનરલ નીના સિંહને ઘટનાની જાણકારી આપી છે. કંગનાનો દાવો છે કે કોન્સ્ટેબલ કુલવિંદર કૌરે ચંદીગઢ એરપોર્ટ પર કર્ટન વિસ્તારમાં તેમની સાથે દલીલ કરી અને થપ્પડ મારી હતી. કોન્સ્ટેબલ કુલવિંદરને સીઓ રૂમમાં અટકાયતમાં લેવામાં આવ્યા છે અને પૂછપરછ ચાલી રહી છે. ચંદીગઢ એરપોર્ટ પર સીઆઈએસએફ દ્વારા સીસીટીવીની તપાસ કરવામાં આવી રહી છે.
નોંધનીય છે 4 જૂનના દિવસે જાહેર થયેલ લોકસભા ચૂંટણીના પરિણામમાં હિમાચલની મંડી બેઠક પરથી કંગના રણૌત મોટી લીડથી જીત્યા હતા. તેઓ ભાજપની ટિકિટ પર લડ્યા હતા અને સાંસદ બન્યા છે. મંડી જીતની ઉજવણી કર્યા બાદ કંગના રણૌત દિલ્હી જવા રવાના થયા હતા. આ પહેલા અભિનેત્રીએ પોતાની માતાના આશીર્વાદ લીધા અને પછી જાંબલી રંગની સાડી પહેરીને નીકળ્યા હતા.