Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતસુરત: ઉમરામાં યુવકને જાહેરમાં છરીના ઘા ઝીંકનારા મહોમ્મદ અલમાસ અને મહોમ્મદ ફદીમ...

    સુરત: ઉમરામાં યુવકને જાહેરમાં છરીના ઘા ઝીંકનારા મહોમ્મદ અલમાસ અને મહોમ્મદ ફદીમ ઝડપાયા, યુવતી સામે રોલા પાડવા કરી હતી માથાકૂટ

    બંને આરોપીઓએ યુવક સાથે મારામારી કરી અને પોતાની પાસે રહેલી છરી કાઢીને યુવકને આડેધડ ઘા ઝીંકી દીધા હતા. ત્યાર બાદ બંને આરોપીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા અને ઘાયલ યુવકને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

    - Advertisement -

    થોડા દિવસ આગાઉ સુરતના ઉમરા વિસ્તારમાં નજીવી બાબતે એક યુવકને જાહેરમાં છરીના ઘા ઝીંકવાની ઘટના સામે આવી હતી. આ ઘટના બાદ આરોપીઓ ફરાર થઇ ગયા હતા. દરમિયાન નજીકમાં લાગેલા CCTV કેમેરામાં આ આખી ઘટના કેદ થઈ હતી. ત્યારે દસ દિવસની તપાસ અને શોધખોળ બાદ અંતે હુમલો કરનારા બંને આરોપીઓને સુરતની ઉમરા પોલીસે ઝડપી લીધા છે. હુમલો કરનાર બંને આરોપીઓના નામ મહોમ્મદ અલમાસ અને મહોમ્મદ ફદીમ હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે બંને વિરુદ્ધ કાર્યવાહી શરુ કરી છે.

    અહેવાલો અનુસાર આ ઘટના દસ દિવસ પહેલા બની હતી. મળતી માહિતી મૂજબ પીડિત યુવક એક યુવતી સાથે ઉમરાના સરગમ શોપિંગ સેન્ટર પાસેથી પસાર થઇ રહ્યો હતો. આ દરમિયાન યુવતીને જોઇને છટકા બનેલા મહોમ્મદ અલમાસ અને મહોમ્મદ ફદીમે નખરા કરવાના શરૂ કર્યું હતું. બંને આરોપીઓએ યુવક અને યુવતીની બાઈકનો પુરપાટ ઓવરટેક કર્યો હતો, જે બાદ યુવક અને આરોપીઓ વચ્ચે માથાકૂટ થઇ હતી. આ માથાકૂટ દરમીયાન બંને આરોપીઓએ ચાલુ બાઈકે યુવક પર હુમલો કરી દીધો હતો.

    આ માથાકુટમાં બંને આરોપીઓએ યુવક પર વધુ ઉશ્કેરાઈ ગયા હતા અને ચાલુ બાઈકે તેમણે પોતાની પાસે રહેલી છરી કાઢીને યુવકને આડેધડ ઘા ઝીંકી દીધા હતા. ત્યાર બાદ બંને ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ઘાયલ થયેલા યુવકને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટના સામે આવ્યા બાદ સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી જે બાદ પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ આદરી હતી.

    - Advertisement -

    સુરતના ઉમરામાં યુવકને છરીના ઘા ઝીંકીને મહોમ્મદ અલમાસ અને મહોમ્મદ ફદીમ લાલબાગ ખાતે આવેલા તેમના ઘરે જતા રહ્યા હતા. ઘટનાના દસ દિવસ બાદ બંનેની ઓળખ થઈ જતા પોલીસે બંનેની ધરપકડ કરી લીધી છે. આ સમગ્ર મામલે ઉમરા પોલીસ કાર્યવાહી કરી રહી છે, સાથે જ બંને આરોપીઓ આ પહેલા અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી સુરતમાં આ પ્રકારના બનાવો વધી રહ્યા છે, જેને લઈને સુરત પોલીસ આ પ્રકારના તત્વોને ડામવા શિક્ષાત્મક પગલા ભરી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં