Saturday, November 2, 2024
More
    હોમપેજક્રાઈમતમિલનાડુ: ચર્ચના પાદરીએ સગીર બાળકીનું યૌન શોષણ કર્યું, પોક્સો હેઠળ ગુનો દાખલ...

    તમિલનાડુ: ચર્ચના પાદરીએ સગીર બાળકીનું યૌન શોષણ કર્યું, પોક્સો હેઠળ ગુનો દાખલ થયા બાદ ધરપકડ

    પીડિત બાળકી તેના પિતા સાથે આ જ ચર્ચમાં રહે છે. બાળકીની માતાનું થોડા વર્ષો પહેલાં અવસાન થયા બાદ તેના પિતા અને તે અહીં રહેવા આવી ગયાં હતાં. પિતા ચર્ચમાં માળીનું કામ કરતા હોવાનું પણ સામે આવ્યું છે.

    - Advertisement -

    તમિલનાડુના કાંચીપુરમ ખાતે ચર્ચના પાદરીએ સગીર વયની બાળકીનું યૌન શોષણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. ચર્ચમાં માળીનું કામ કરતા શ્રમિકની દીકરીને જોઇને પાદરીએ નજર બગડી હતી. ઘટનાને લઈને કાયદેસર ફરિયાદ કરવામાં આવતાં પોલીસે પોક્સો હેઠળ પાદરીની ધરપકડ કરી છે.

    મળતી માહિતી અનુસાર, સગીર બાળકીનું યૌન શોષણ કરનાર પાદરીનું નામ દેવરાક્કમ છે અને તે કાંચીપુરમની ચર્ચમાં પાદરી તરીકે કામ કરે છે. પીડિત બાળકી તેના પિતા સાથે આ જ ચર્ચમાં રહે છે. બાળકીની માતાનું થોડા વર્ષો પહેલાં અવસાન થયા બાદ તેના પિતા અને તે અહીં રહેવા આવી ગયાં હતાં. પિતા ચર્ચમાં માળીનું કામ કરતા હોવાનું પણ સામે આવ્યું છે. આરોપ છે કે બાળકી રાત્રે જ્યારે ઊંઘી રહી હતી ત્યારે પાદરીએ તેનું યૌન શોષણ કર્યું હતું. ડઘાઈ ગયેલી બાળકી ઘટના બાદ પોતાના જૂના ઘરે ચાલી ગઈ હતી.

    બાળકીને અચાનક આવેલી જોઈ બધા ચોંકી ઉઠ્યા

    બાળકીને આમ અચાનક આવેલી જોઈ તેના સગા-સંબંધી અને આસપાસના રહેવાસીઓને શંકા જતાં તેની પૂછપરછ કરી હતી. થોડા પ્રયત્નો બાદ પીડિતાએ પાદરી દ્વારા પોતાની સાથે કરવામાં આવેલા અત્યાચાર વિશે જણાવ્યું હતું. પાદરીની કરતૂતની જાણ થતાં જ તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી. ફરિયાદ બાદ કાંચીપુરમ પોલીસે તેની ધરપકડ કરી અને પોક્સો અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

    - Advertisement -

    ધરપકડ બાદ પાદરીને સ્થાનિક કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેની કરતૂતોને જોતાં તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. અહેવાલોમાં જણાવ્યા અનુસાર પીડિતાની ઉંમર 14 વર્ષ છે અને તે 9મા ધોરણમાં અભ્યાસ કરે છે. પોલીસ હાલ પાદરી વિરુદ્ધ પુરાવાઓ એકઠા કરી રહી છે.

    એક થી વધુ વાર બાળકીનું યૌન શોષણ કરવામાં આવ્યું: પોલીસ

    ઘટનામાં ચોંકાવનારી બાબત તે છે કે આરોપી પાદરીએ પીડિતાનું અનેક વાર યૌનશોષણ કર્યું હતું. આ મામલે માહિતી આપતાં એક પોલીસ અધિકારીએ કહ્યું કે, “પૂછપરછમાં સામે આવ્યું હતું કે 54 વર્ષીય પાદરીએ એકથી વધુ વાર પીડિતા પર યૌન અત્યાચાર ગુજાર્યો હતો. અમે બાળકીને મેડિકલ તપાસ માટે મોકલી છે. રિપોર્ટ આવે તેની રાહ જોઈ રહ્યા છીએ.” હાલ તમિલનાડુ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં