Friday, November 22, 2024
More
    હોમપેજદેશ‘તેણે મારા પિતાની ઈજ્જત ઉછાળી’: મેરઠમાં એક હિંદુ છોકરાને પ્રેમ કરવા બદલ...

    ‘તેણે મારા પિતાની ઈજ્જત ઉછાળી’: મેરઠમાં એક હિંદુ છોકરાને પ્રેમ કરવા બદલ હસીને પોતાની 16 વર્ષની બહેનનું જાહેરમાં ગળું દબાવીને કરી હત્યા, જોતી રહી ભીડ

    મેરઠ પોલીસે આ કેસમાં આરોપી હસીનની ધરપકડ કરી છે. તેની સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. હસીને પોલીસ સમક્ષ પોતાનો ગુનો પણ કબૂલી લીધો છે. હસીન કહે છે કે તેણે કંઈ ખોટું કર્યું નથી કારણ કે તેની બહેન ભાગી જવાની ધમકી આપતી હતી.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના મેરઠમાં એક મુસ્લિમ યુવકે તેની જ સગીર બહેનનું રસ્તા વચ્ચે ગળું દબાવી હત્યા કરી નાખી. એક હિંદુ છોકરાને પ્રેમ કરવા બદલ છોકરીનો મોટો ભાઈ તેના પર ગુસ્સે હતો. આથી તેણે ઓનર કિલિંગની આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટનાનો એક વિડીયો પણ વાયરલ થયો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના બુધવારે (7 ઓગસ્ટ, 2024) મેરઠના ઇંચોલી પોલીસ સ્ટેશન વિસ્તારના નાગલા શેખુ ગામમાં બની હતી. અહીં હસીને તેની બહેન અમરિષાનું રસ્તા વચ્ચે ગળું દબાવી હત્યા કરી હતી. દરમિયાન તે બૂમો પાડતો રહ્યો કે, “આ છોકરીએ મારા પિતાની ઈજ્જત બગાડી છે, મારા પિતાની ઈજ્જત ઊછળી છે.” જ્યારે આ ઘટના બની ત્યારે આસપાસના લોકો મોટી સંખ્યામાં હાજર હતા.

    કોઈએ આનો વિડીયો બનાવીને વાયરલ કરી દીધો. જેમાં જોવા મળે છે કે એક યુવક યુવતીની છાતી પર બેઠો છે અને તેનું ગળું દબાવી રહ્યો છે. યુવતીની હત્યા પાછળનું કારણ તેના એક હિંદુ છોકરા સાથેના પ્રેમ સંબંધ અને તેની સાથે ભાગી જવું હોવાનું કહેવાય છે.

    - Advertisement -

    વાસ્તવમાં, જેની હત્યા કરવામાં આવી હતી, તે અમરીશા નજીકના ગામના એક હિંદુ યુવક મોહિતના પ્રેમમાં હતી. મોહિતની બહેનના લગ્ન અમરીશાના ગામમાં થયા છે, તે અવારનવાર અહીં આવતો હતો. આ દરમિયાન બંને પ્રેમમાં પડ્યા. આ પછી અમરિશાએ મોહિત સાથે ભાગી જવાનો પ્લાન બનાવ્યો.

    મોહિત સાથે 3 વાર ભાગી ચૂકી હતી અમરિષા

    અમરિષા ત્રણ વખત ઘરેથી ભાગી ચૂકી છે. તે માર્ચમાં પણ મોહિત સાથે ભાગી ગઈ હતી અને પોલીસે તેને પરત લઇ આવી હતી. આ પછી તે મે મહિનામાં પણ મોહિત પાસે ગઈ હતી અને તેને પરત લાવવામાં આવી હતી. ઓગસ્ટમાં પણ તે પ્રેમીની મુલાકાત લઈને પાછી આવી હતી. આ વાતથી તેનો ભાઈ હસીન ગુસ્સે હતો.

    હસીને કહ્યું કે અમરિષાએ વારંવાર ભાગીને પરિવારની ઈજ્જતને બરબાદ કરી છે અને આનાથી તેના પિતાની બદનામી થઈ છે. એવું કહેવામાં આવ્યું હતું કે બુધવારે પણ અમરિષા તેના પ્રેમ પાસે જવા માંગતી હતી અને તેનો હસીન સાથે આ બાબતે ઝઘડો થયો હતો. આ પછી હસીને તેને માર માર્યો હતો.

    હસીન તેને ઘરમાંથી ખેંચીને રસ્તા પર લઈ આવ્યો હતો. આ પછી તે અહીં આવ્યો અને બૂમો પાડવા લાગ્યો. હસીને કહ્યું, “આનાથી મારા પિતાના સન્માનને ઠેસ પહોંચી છે. તે મારા પિતાને ખાઈ જશે. જો મેં તેને મારી ન હોત તો મારા પિતા મૃત્યુ પામ્યા હોત. તે ત્રણ વખત ઘરેથી ભાગી ગઈ છે, જો હું આવી વ્યક્તિને મારું નહીં તો શું કરું?” હત્યા સમયે ઘણી મહિલાઓ અને પુરૂષો ઘટનાસ્થળે ઉભા હતા પરંતુ હસીનને ટોક્યો ન હતો.

    હસીનની થઈ ધરપકડ

    પોતાની બહેનની હત્યા કરનાર હસીન બે બાળકોનો પિતા છે. તે તેના ભાઈ-બહેનોમાં સૌથી મોટો છે. હસીને જેની હત્યા કરી હતી તે અમરિષા સૌથી નાની હતી. તેઓ 8 ભાઈ-બહેનો છે. હસીન પોતે બહાર કામ કરે છે, તે તેની બહેનના ઘરેથી ભાગી જવાના સમાચાર સાંભળીને પાછો આવ્યો હતો. આ પછી તેણે તેની હત્યા કરી.

    મેરઠ પોલીસે આ કેસમાં આરોપી હસીનની ધરપકડ કરી છે. તેની સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. હસીને પોલીસ સમક્ષ પોતાનો ગુનો પણ કબૂલી લીધો છે. હસીન કહે છે કે તેણે કંઈ ખોટું કર્યું નથી કારણ કે તેની બહેન ભાગી જવાની ધમકી આપતી હતી. હસીને કહ્યું કે અમરિષા તેના પર હિંદુ છોકરા સાથે લગ્ન કરવા માટે દબાણ કરી રહી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં