મધ્યપ્રદેશના ઉજ્જૈનના શાજાપુરથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. એક તરફ મુસ્લિમ સમુદાય મોહરમની તૈયારી કર્યો રહ્યો હતો, તો બીજી તરફ સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થયો હતો. આ ફોટામાં કેટલાક નમાજીઓ હતા જેમના ચહેરાને એડિટ કરીને તેના પર સુવરનો (ભૂંડ) ચહેરો લગાવવામાં આવ્યો હતો. બાદમાં ઉજ્જૈનમાં રહેતા અફ્સાર ખાને જ નમાજ પઢતા લોકોના ચહેરા પર સુવરનો ચહેરો લગાવ્યો હોવાનું સામે આવ્યું છે.
મહત્વનું છે કે આ ફોટો લગાવનાર અન્ય કોઈ નહીં, પરંતુ મુસ્લિમ સમુદાયમાંથી જ આવતો અફ્સાર ખાન છે. અફ્સાર ખાને નમાજ પઢતા લોકોના ફોટા પર ચહેરા પર સુવરનો ચહેરો લગાવીને પોતાના વોટ્સએપ સ્ટોરીમાં મુક્યો હતો. આ ફોટો જોઇને તેની જમાતના લોકો ઉકળી ઉઠ્યા હતા અને રસ્તા પર આવી ગયા હતા.
Ujjain, MP: Muslims protested outside the Shajapur police station, against a derogatory post showing Namazis with "pig" faces, during Muharram
— . (@jxh45) July 8, 2024
They demanded the accused Afsar Sardar Khan's home be bulldozed.
Why such hatred for Shias & followers of Ali?https://t.co/NEd4cAzDOo pic.twitter.com/TC1vdFqCzx
રસ્તા પર ટોળા કરીને મુસ્લિમોએ મોડી રાત્રે પોલીસ સ્ટેશનને ઘેરીને વિરોધ પ્રદર્શન પણ કર્યું. આ દરમિયાન જોર જોરથી નારેબાજી અને સુત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા.
નમાજ પઢતા મુસ્લિમોના ચહેરા પર સુવરનો ચહેરો લગાવ્યો
આ મામલે સ્થાનિક અરશદ ખાન, બહમરાહ અનવર અલી અને શાહબાઝ પઠાણ નામના યુવકોએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, મનિહારવાડી ખાતે રહેતા અફ્સાર ખાન સરદાર ખાને પોતાના વોટ્સએપ સ્ટોરીમાં નમાજ પઢતા લોકોના ચહેરા પર સુવરનો ચહેરો લગાવીને શેર કર્યો હતો. આ સાથે જ તેણે આ પોસ્ટમાં લખ્યું હતું “મોહરમમાં ખુશીઓ મનાવે છે, તેમની નમાજ અને ચહેરા આવા હોય છે.” આ પ્રકારની હરકત કરીને તેણે મુસ્લિમ સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડી છે.”
આરોપીના ઘર પર બુલડોઝર ચલાવવાની માંગ
ફરિયાદના આધારે પોલીસે આરોપી અફ્સાર ખાન વિરુદ્ધ BNSની કલમ 299 અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. હાલ આરોપી ફરાર છે પોલીસ તેને શોધી રહી છે. બીજી તરફ ઘટનાને લઈને મુસ્લિમોના બે વર્ગો વચ્ચે ભારે હોબાળો થયો છે. વિરોધ કરી રહેલા મુસ્લિમ ટોળાએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરીને માંગ કરી હતી કે જ્યાં સુધી આરોપીના ઘર પર બુલડોઝર એક્શન નહીં લેવા આવે ત્યાં સુધી ટોળું ત્યાંથી હટશે નહીં. આ મામલે ઉજ્જૈન જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ બૃજેશ કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે આરોપી વિરુદ્ધ ફરિયાદ લઈને કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.