Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતમુસ્લિમ સગીરે બુઆની જ લૂંટી લીધી લાજ: ખંભાળિયા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી...

    મુસ્લિમ સગીરે બુઆની જ લૂંટી લીધી લાજ: ખંભાળિયા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી શરૂ, આરોપીને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં રજૂ કરાશે

    પીડિતાને ખૂબ ઓછુ ગુજરાતી આવડે છે. તેણે તેની અમ્મીને કચ્છી બોલીમાં કહ્યું કે ‘મૂંગો દઈને (મોઢું દબાવીને) મારી સાથે આ રીતેનું કામ કર્યું’.

    - Advertisement -

    ખંભાળિયામાં (Khambhaliya) રહેતા એક મુસ્લિમ પરિવારના સગીર (Muslim Minor) દ્વારા તેની બુઆ પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી હતી. સગીરે તેની પુખ્ત વયની બુઆ પર બળાત્કાર કર્યો હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત તેની બુઆ અસ્થિર મગજની છે તેનું તથા સગીરનું મેડિકલ ચેકઅપ કરાવીને મુસ્લિમ આરોપીને જુવેનાઇલ બોર્ડમાં રજૂ કરવામાં આવશે.

    ઘટના સામે આવતા પીડિતાના પરિવાર દ્વારા જ મુસ્લિમ સગીર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેને અનુલક્ષીને પોલીસ દ્વારા સગીર વયના મુસ્લિમ આરોપીની અટકાયત કરી,આ બળાત્કાર કેસમાં કપડાં સહિતના અન્ય પુરાવાઓ એકત્ર કરાયા હતા. સાથે ભોગ બનનાર પીડિતાનું પણ મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું.

    ઑપઇન્ડિયાએ આ અંગે પોલીસ જામખંભાળિયાના PI ભુપેન્દ્રસિંહ સાથે વાતચીત કરી હતી. જેમાં સામે આવ્યું હતું કે, “ખંભાળિયા ટાઉનની અંદર મુસ્લિમ પરિવારના જ ભત્રીજાએ તેની બુઆ પર બળાત્કાર આચાર્યો હતો. તેના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 64 (બળાત્કાર જેવા ગંભીર ગુના માટે સજાનું પ્રાવધાન) અનુસાર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તથા મેડિકલ ચકાસણી બાદ આજે જ (17 ઓક્ટોબર) જુવાઈલ જસ્ટિસબોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે.”

    - Advertisement -

    મોઢું દાબીને દઈને કર્યું ખોટું કામ…

    તેમણે ઘટના અંગેની વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, “પીડિતાને ખૂબ ઓછુ ગુજરાતી આવડે છે. તેણે તેની અમ્મીને કચ્છી બોલીમાં કહ્યું કે ‘મૂંગો દઈને (મોઢું દબાવીને) મારી સાથે આ રીતેનું કામ કર્યું’. પીડિતાની અમ્મીએ પીડિતાના ભાઈને (મુસ્લિમ આરોપીના પિતાને) આ ઘટના જણાવી. આરોપીની અમ્મીના આરોપીના અબ્બા સાથે ચોથા નિકાહ છે, તથા આરોપીના અબ્બાના તેની અમ્મી સાથે બીજા નિકાહ છે.”

    PI સાથેની વાતચીતમાં જ ઑપઇન્ડિયાને જાણવા મળ્યું હતું કે, આરોપી તેના અબ્બાનો સાવકો પુત્ર છે, આરોપીની અમ્મી સગીરને આગાઉ જ્યાં નિકાહ કર્યા હતા ત્યાંથી સાથે લાવેલ છે. PIએ આગળ જણાવ્યું હતું કે, “આરોપીનો અબ્બા અહિયાં અમારી પાસે આવ્યો ત્યારે અમે પૂછ્યું કે ઘટના અંગે કોની સાથે વાત કરેલી છે, ત્યારે તેના અબ્બાએ કહ્યું કે તેની અમ્મી (આરોપીની દાદી) સાથે તેની બહેને વાત કરી હતી.”

    તેમણે આગળ કહ્યું કે, “અમે પીડિતાની અમ્મીને પોલીસ સ્ટેશન બોલાવી. તેની અમ્મીએ સગીરે બળાત્કાર કર્યો હોવાનું સ્વીકાર્યું હતું. અમે પીડિતાની અમ્મીને ફરિયાદી બનાવી ફરિયાદ નોંધી હતી.” પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં