વડોદરામાં ફરી એક હિંદુ યુવતી (Rape On Hindu Girl) બળાત્કારનો ભોગ બની છે. ભાયલી રોડ ખાતે રહેતી એક યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે જંબુસરના રહેવાસી વાહિદ નામના યુવકે તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધીને બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતા વાહિદની ઓફિસમાં કામ કરવા જતી હતીઅને તેની કેબીનમાં જ તે બળાત્કારનો ભોગ બનાવવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર હિંદુ પીડિતાનો આરોપ છે કે વાહિદ તેને 22 લાખમાં દુબઈ (Dubai) વેચી દેવાની ફિરાકમાં હતો. તેણે નોંધાવેલી ફરિયાદ અનુસાર વર્ષ 2023માં તે સયાજીગંજ ખાતે આવેલા સિલ્વર લાઇન બિલ્ડિંગમાં આવેલી સ્વાસ્તિક ડિજિટલ ઈન્વેસ્ટમેન્ટ નામની કંપનીમાં નોકરી લાગી હતી. આ કંપની ભરૂચ જંબુસરના ડાભા ગામનો વાહિદ બશીર ભટ્ટી ચલાવતો હતો. દરમિયાન જુલાઈ 2023માં તે તેને લઈને રેલ્વે સ્ટેશનના એન્ટ્રી ગેટ પરના ખાનગી આઉટલેટમાં નાસ્તો કરવા લઈ ગયો હતો. નાસ્તો કરવા દરમિયાન તેણે યુવતીના ફોટા પાડ્યા હતા. પીડિતાએ તેને આ વિશે પૂછતાં તેણે કહ્યું હતું કે તેને તે બહુ ગમે છે એટલે ફોટા પાડ્યા છે.
હિંદુ પીડિતાની ફરિયાદ અનુસાર ઓગસ્ટ 2023માં એક દિવસ ઓફિસે કોઈ નહતું ત્યારે વાહિદે તેને કેબીનમાં બોલાવી હતી. જ્યાં તેણે તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આ દરમિયાન તેણે તેના આપત્તિજનક ફોટા અને વિડીયો બનાવી લીધા હતા. ત્યાર બાદ નવેમ્બર 2023માં તેને આ ફોટા અને વિડીયોના નામે બ્લેકમેલ કરી કુબેર ભવન લઈ (Kuber Bhawan Vadodara) જઈ ધમકી આપીને લગ્નના ફોર્મમાં સહી કરાવી લીધી હતી. પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે તેના ઈરાદા યોગ્ય ન લગતા તેણે લગ્નની નોંધણી કેન્સલ કરાવી દીધી હતી.
પીડિતાએ આપેલી ફરિયાદ અનુસાર આરોપીએ ઓકટોબર 2023માં પણ તેની સાથે પાર્કિંગમાં પાર્ક કરેલી ગાડીમાં બેસાડી, ફોટા વિડીયો વાયરલ કરવાની ધમકી આપી બળાત્કાર કર્યો હતો. ત્વ્નો આરોપ છે કે આ આપત્તિજનક ફોટા કોઈ અન્ય વ્યક્તિએ તેના પિતાને મોકલી દીધા હતા. આ મામલે પીડિતાએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં (Sayajigunj Police) ફરિયાદ નોંધાવતા પોલીસે વાહિદ બશીર ભટ્ટીની ધરપકડ કરી હતી.
ધરપકડ બાદ પોલીસે તેને કોર્ટમાં રજુ કરતા કોર્ટે તેના એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. રિમાન્ડ પૂર્ણ થયા બાદ પોલીસે આરોપીને ફરી કોર્ટમાં રજુ કરતા કોર્ટે તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. આ મામલે વધુ માહિતી મેળવવા ઑપઇન્ડિયાએ વડોદરા સયાજીગંજ પોલીસનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કોઈ કારણોસર સમ્પર્ક સ્થાપી શકાયો નહતો. વધુ માહિતી મળતાની સાથે જ આ લેખને અપડેટ કરવામાં આવશે.