Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાત'તારે મારા દીકરા સાથે નિકાહ કરવાના છે': રાજકોટની હિંદુ સગીરાને સોશિયલ મીડિયાની...

    ‘તારે મારા દીકરા સાથે નિકાહ કરવાના છે’: રાજકોટની હિંદુ સગીરાને સોશિયલ મીડિયાની મિત્રતા ભારે પડી, અમનખાન પઠાણે તેના અબ્બુ રશિદ સાથે મળી કર્યું અપહરણ

    સગીરાની માતાના જણાવ્યા અનુસાર ગત 13 નવેમ્બર 2023ના રોજ તેમણે તેમની દીકરીને કપડાની ખરીદી કરવા માટે 29000 રૂપિયા આપ્યા હતા. અમનખાન અને તેના અબ્બુ રશિદને આ વિશે જાણ થતા જ તેમણે કપડાના શોરૂમ પાસે સગીરાને આંતરીને તેની પાસે રહેલા 29000 રૂપિયા પડાવી લીધા હતા.

    - Advertisement -

    રાજકોટમાં એક હિંદુ સગીરાનું અપહરણ થયાની ઘટના સામે આવી છે. અપહરણ કરનાર આરોપીઓ અમનખાન પઠાણ અને રશિદ ખાન બંને બાપ દીકરો છે. વાસ્તવમાં પીડિત સગીરા અમનખાનની સોશિયલ મીડિયા મિત્ર હતી. આ પહેલા પણ આ બંને આરોપીઓએ સગીરા પાસેથી રૂપિયા પડાવ્યા હોવાની પણ સામે આવ્યું છે. હાલ રાજકોટની ગાંધીગ્રામ પોલીસે બંને બાપ-દીકરા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી શરુ કરી છે.

    અહેલાવો અનુસાર પીડિત સગીરાની માતાએ બંને આરોપીઓ વિરુદ્ધ દાખલ કરાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની દીકરી બહેનપણીઓ સાથે રેસકોર્સ ખાતે નાસ્તો કરવા ગઈ હતી. આ દરમિયાન અમનખાન પઠાણ અને તેના અબ્બુ રશિદખાન પઠાણે તેને આંતરી હતી. પીડિતાને અટકાવીને રશિદે તેને કહ્યું હતું કે, “તારે મારા દીકરા અમન સાથે નિકાહ કરવાના છે, તું પહેરવાના કપડા અને 20 હજાર રૂપિયા લઈ આવ.” આમ કહીને બંને બાપ દીકરાએ સગીરાનું બાઈક પર અપહરણ કર્યું હતું.

    ફરિયાદમાં જણાવ્યા અનુસાર અપહરણ બાદ તેઓ તેને તેના ઘરે લઇ આવ્યા હતા અને અંદર જઈને રૂપિયા અને કડપા લઈ આવવા કયું હતું. સગીરાએ સમય સુચકતા વાપરીને ઘરમાં જઈ દરવાજો બંધ કરી દીધો હતો અને તાત્કાલિક તેની માતાને ફોન કરીને અપહરણની માહિતી આપી હતી. જે બાદ તેની માતા તાત્કાલિક ઘરે આવી હતી અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

    - Advertisement -

    આ પહેલા પડાવી લીધા હતા 29000 રૂપિયા

    ઉલ્લેખનીય છે કે આ બાપ દીકરાની જોડીએ આ પહેલા પણ હિંદુ સગીરા સાથે બળજબરી કરીને રૂપિયા પડાવી લીધા હતા. સગીરાની માતાના જણાવ્યા અનુસાર ગત 13 નવેમ્બર 2023ના રોજ તેમણે તેમની દીકરીને કપડાની ખરીદી કરવા માટે 29000 રૂપિયા આપ્યા હતા. અમનખાન અને તેના અબ્બુ રશિદને આ વિશે જાણ થતા જ તેમણે કપડાના શોરૂમ પાસે સગીરાને આંતરીને તેની પાસે રહેલા 29000 રૂપિયા પડાવી લીધા હતા. સગીરાએ આ વિશે માતાને જાણ કરતા તેઓ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. ત્યાર બાદ પોલીસે તેમને તેમના પૈસા પરત અપાવ્યા હતા.

    રાજકોટમાં અમનખાન પઠાણે તેના અબ્બુ રશિદ સાથે મળી હિંદુ સગીરાનું અપહરણ કરતા પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો. હાલ સગીરાની માતાની ફરિયાદ પર પોલીસે અમનખાન પઠાણ અને તેના અબ્બુ રશિદખાન પઠાણ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. આ કેસની તપાસ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના PSI નિકિતા ડોડીયા કરી રહ્યા છે, તેઓ અને તેમની ટીમ આરોપીઓને વહેલી તકે ઝડપી લેવા કાર્યવાહી કરી રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં