બાંગ્લાદેશમાં (Bangladesh) હિંદુવિરોધી હિંસાનો (Anti-Hindu violence) દોર હજુ પણ ચાલુ છે. હવે જાણવા મળી રહ્યું છે કે, બાંગ્લાદેશમાં હિંદુ યુવક (Hindu Youth) સુદેબ હલ્દરની હત્યા (Murder) કરવામાં આવી છે. તેનો મૃતદેહ ખેતરમાં મળી આવ્યો હતો. એક્ટિવિસ્ટોએ કહ્યું છે કે, સુદેબની હત્યા એટલા માટે કરવામાં આવી છે કારણ કે, તે હિંદુ હતો. આ ઉપરાંત બાંગ્લાદેશના કોક્સ બજારમાં એક સગીરા (Minor Girl) પર 8-10 લોકોએ સામૂહિક બળાત્કાર (Gang Rape) ગુજાર્યો હોવાનું પણ સામે આવ્યું છે. રેપ બાદ સગીરાને રસ્તા પર જ છોડી દેવામાં આવી હતી. આરોપ છે કે, બળાત્કારના આરોપીઓ જમાત-એ-ઇસ્લામી સાથે જોડાયેલા છે.
માહિતી અનુસાર, સોમવારે (6 જાન્યુઆરી, 2025) બાંગ્લાદેશ સ્થિત સદરના બેતોરા ગામના રહેવાસી સુબ્રત હલ્દરના પુત્ર સુદેબ હલ્દરની (28) રામપુર જોડાપોલ વિસ્તારમાં ગળું વાઢીને હત્યા કરવામાં આવી હતી. સુદેબ હલ્દર બૌકાઠી બજારમાં મોબાઈલ ફોનની દુકાન ચલાવતો હતો. સુદેબ બે ભાઈ અને બે બહેનમાં સૌથી નાનો હતો. પોલીસે જણાવ્યું કે, સુદેબ તેની દુકાન બંધ કરીને ઘરે પરત ફરી રહ્યો હતો અને રસ્તામાં બદમાશોએ તેની હત્યા કરી નાખી છે.
Hindu Businessman Sudeb Haldar was hacked to death by Islamist . The incident took place in Baukathi Bazar of Jhalakati district. #Bangladesh
— Voice of Bangladeshi Hindus 🇧🇩 (@VHindus71) January 7, 2025
Last night, Jamaat killed him near Rampur Bridge while he was on his way to his village home, Betra, after finishing work at Baukathi… pic.twitter.com/dGT15VA061
સુદેબનો મૃતદેહ 7 જાન્યુઆરી, 2025ના રોજ ઘરેથી 1 કિલોમીટર દૂર ખેતરમાં મળી આવ્યો હતો. આ પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. હલકાઠીના SSP ઉજ્જવલ કુમાર રોયે જણાવ્યું છે કે, “માથા પર ઈજાના નિશાન જોવા મળ્યા છે. આ હત્યા હોવાની આશંકા છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઝલકાઠી સદર હોસ્પિટલમાં મોકલવામાં આવશે. આ અંગે હત્યાનો કેસ નોંધવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. પોલીસે એમ પણ જણાવ્યું હતું કે, સુદેબને છરીના ઘા પણ મારવામાં આવ્યા હતા અને તેના માથા અને ગરદન પર ઊંડા ઘાના નિશાન પણ મળી આવ્યા છે.
સુદેબના પિતા સુબ્રત હલ્દરે કહ્યું છે કે, “મારા પુત્રને કોઈની સાથે દુશ્મની નહોતી. મારા પુત્રની હત્યા કોણે અને શા માટે કરી તે મને સમજાતું નથી. હું ઈચ્છું છું કે, પોલીસ સત્યને ઉજાગર કરે અને હત્યારાઓને સજા આપે. કેટલાક એક્ટિવિસ્ટોએ આ ઘટનાને ધર્મના આધારે થયેલી હત્યા પણ ગણાવી છે.
‘હિંદુ હોવાના કારણે થઈ તેની હત્યા’
બંગબંધુ પ્રકાશોલી પરિષદના સચિવ સુશાંત દાસગુપ્તાએ કહ્યું છે કે, “બાંગ્લાદેશમાં દરરોજ ક્યાંક ને ક્યાંક હત્યાઓ થઈ રહી છે. અમે તપાસ કરતાં જાણવા મળ્યું છે કે, હત્યા કરાયેલા સુદેબ હલ્દરને કોઈની સાથે અંગત અદાવત નહોતી. અમે માનીએ છીએ કે, હિંદુ હોવાને કારણે જ તેની હત્યા કરવામાં આવી છે. આ રીતે હિંદુઓની હત્યા કરીને સંદેશ આપવામાં આવી રહ્યો છે કે, આ બાંગ્લાદેશ હિંદુઓનું નથી. હિંદુઓને ડરાવવા માટે તેની હત્યા કરવામાં આવી હતી, જેથી કરીને તેઓ બાંગ્લાદેશ છોડી દે.”
સુદેબના ભાઈએ જણાવ્યું કે, બાળપણથી જ તે કોલકાતામાં તેના કાકાઓ સાથે રહેતો હતો અને કોવિડ મહામારી દરમિયાન તે બાંગ્લાદેશ પરત ફર્યો હતો. વધુમાં જણાવ્યું કે, કોલકાતાથી આવ્યા બાદ તેણે અહીં પોતાની મોબાઈલ શોપ ખોલી હતી. તેણે દાવો કર્યો છે કે, તેની દુકાનમાં મોબાઈલ રિપેર કરવાને લઈને કેટલાક લોકો સાથેની દલીલ બાદ તેની હત્યા થઈ હશે.
કોક્લ બજારમાં સગીરા પર બળાત્કાર
હિંદુ યુવકની હત્યા સિવાય બાંગ્લાદેશના કોક્સ બજાર જિલ્લાના ચકરિયા વિસ્તારમાં 14 વર્ષની સગીરા પર 8-10 લોકોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના પણ સામે આવી છે. આ ઘટના રવિવારે (5 જાન્યુઆરી, 2025) બની હતી. પીડિતાએ ભદ્રકાલી વિસ્તારમાંથી રિક્ષા લીધી હતી. જોકે, રિક્ષાચાલકે તેને રસ્તામાં જ ઉતારી દીધી હતી. તે અહીંથી પરત ફરી રહી હતી ત્યારે બે લોકોએ છરી બતાવીને તેનું અપહરણ કર્યું અને તેને નિર્જન વિસ્તારમાં લઈ જઈ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી વધુ 6 લોકોએ પણ બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ આરોપીઓએ સગીરાને લોહીલુહાણ હાલતમાં રસ્તા પર છોડી દીધી હતી અને ત્યાંથી ભાગી ગયા હતા.
#Bangladesh : In Cox's Bazar's Chakaria, a minor girl was gang-raped by 8-10 Muslim men from Jamaat-e-Islami in broad daylight and left on the street. Her identity is still unknown. She has been hospitalized due to excessive bleeding. pic.twitter.com/FBjXuz7zvW
— Voice of Bangladeshi Hindus 🇧🇩 (@VHindus71) January 6, 2025
આ ઘટના બાદ, જ્યારે સ્થાનિક લોકોએ પ્રદર્શન શરૂ કર્યા, ત્યારે જઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. સ્થાનિકોએ કોક્સ બજારમાં રસ્તા જામ કરીને પ્રદર્શનનું આયોજન કર્યું હતું. પીડિતાએ જ બળાત્કારના આરોપીને ઓળખવામાં પોલીસને મદદ કરી હતી. પોલીસે આ કેસમાં 7 લોકોની ધરપકડ કરી છે. તેની ઓળખ જાહેર કરવામાં આવી નથી. પોલીસે કહ્યું કે, આરોપીઓને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. એવું પણ કહેવાય રહ્યું છે કે, આરોપીઓ ઇસ્લામી કટ્ટરપંથી સંગઠન જમાત-એ-ઇસ્લામી સાથે જોડાયેલા છે.