કર્ણાટકના બેંગ્લોરમાં એક હિંદુ દુકાનદારને માર મારવાનો મામલો સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુકેશ નામનો આ દુકાનદાર હનુમાન ચાલીસા વગાડી રહ્યો હતો. આ ઘટના રવિવારે (17 માર્ચ 2024) બની હતી. વેપારીઓની એકતા બાદ પોલીસે મુકેશને માર મારવાના કેસમાં 6 લોકો સામે FIR નોંધી છે અને 3ની ધરપકડ કરી છે. પોલીસે આ કેસમાં કોમ્યુનલ એંગલને નકારી કાઢ્યો છે.
કથિત રીતે ‘અઝાન’ના સમયે સ્થિત પોતાની દુકાનમાં ‘હનુમાન ચાલીસા’ વગાડવા બદલ મુકેશને માર મારવામાં આવ્યો છે. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના બેંગ્લોરમાં સ્થિત નગરાથપેટ વિસ્તારમાં બની હતી. અહીં સિદ્દન્ના લેઆઉટ પાસે મુકેશની મોબાઈલની દુકાન છે.
જાણવા મળી રહ્યું છે કે, રવિવારે (17 માર્ચ) સાંજે લગભગ 6 વાગ્યે મુકેશ તેની દુકાનમાં મ્યુઝિક સિસ્ટમ પર હનુમાન ચાલીસા સાંભળી રહ્યા હતા. આ દરમિયાન અડધો ડઝન જેટલા યુવાનો તેમની દુકાને પહોંચ્યા હતા. અઝાનનો સમય હોવાનું કહીને તે લોકોએ મુકેશને હનુમાન ચાલીસા બંધ કરવા કહ્યું હતું. જ્યારે મુકેશે આ વાતનો ઇનકાર કર્યો તો બંને પક્ષો વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ હતી.
કથિત રીતે, દલીલો બાદ તે લોકોએ મુકેશને માર માર્યો હતો. ઝઘડો દુકાનની બહાર નીકળીને રોડ પર પહોંચ્યો હતો. લડાઈમાં મુકેશના કપડાં પણ ફાટી ગયા હતા. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીયોમાં હનુમાન ચાલીસા રોકવા આવેલા યુવાનોને આક્રમક રીતે હાથના ઈશારા કરતા જોઈ શકાય છે.
𝐀 𝐇𝐢𝐧𝐝𝐮 𝐧𝐚𝐦𝐞𝐝 𝐌𝐮𝐤𝐞𝐬𝐡 𝐰𝐚𝐬 𝐚𝐭𝐭𝐚𝐜𝐤𝐞𝐝 𝐛𝐲 𝐚 𝐌𝐮𝐬𝐥𝐢𝐦 𝐦𝐨𝐛 𝐢𝐧 𝐡𝐢𝐬 𝐦𝐨𝐛𝐢𝐥𝐞 𝐬𝐡𝐨𝐩 𝐢𝐧 𝐍𝐚𝐠𝐚𝐫𝐭𝐡𝐩𝐞𝐭, 𝐁𝐚𝐧𝐠𝐚𝐥𝐨𝐫𝐞, 𝐟𝐨𝐫 𝐩𝐥𝐚𝐲𝐢𝐧𝐠 𝐭𝐡𝐞 𝐇𝐚𝐧𝐮𝐦𝐚𝐧 𝐂𝐡𝐚𝐥𝐢𝐬𝐚.
— Girish Bharadwaj (@Girishvhp) March 18, 2024
Freedom of Religion only for minorities?… pic.twitter.com/ZxgHPuwiLd
આ બનાવ અંગે મુકેશે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, હુમલાખોરો વારંવાર તેમની પાસે પૈસા માંગતા હતા. જ્યારે તેમણે પૈસા આપવાની ના પાડતા તમામે બદલો લેવાના ઈરાદે હુમલો કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર 6 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. જેમાંથી ત્રણની ધરપકડ કરવામાં આવી છે. તેમની ઓળખ સુલેમાન, શાહનવાઝ અને રોહિત તરીકે થઈ છે. પોલીસે ઑપઇન્ડિયાને જણાવ્યું છે કે, આ ઘટનામાં કોઈ સાંપ્રદાયિક કારણ નથી. પીડિત અને આરોપી પહેલાંથી જ પરિચિત છે.
એશિયાનેટના અહેવાલ અનુસાર, મુકેશને માથામાં સ્પીકર વડે મારવામાં આવ્યું હતું. જેના કારણે તેમને ઈજાઓ પણ થઈ છે. કથિત રીતે પોલીસ આ ઘટના બાદ મુકેશની ફરિયાદ પર FIR નોંધવાનું ટાળી રહી હતી. પરંતુ તેની વિરુદ્ધ જ્યારે વેપારીઓ એકઠા થઈને પોલીસ સ્ટેશન પહોંચી ગયા તો પોલીસે આ મામલે કેસ નોંધાવો પડ્યો હતો.
ભાજપ ઉતર્યું સમર્થનમાં
બેંગ્લોરમાં હનુમાન ચાલીસા વગાડવા પર માર મારવાના કિસ્સા બાદ ભાજપ સાંસદ અને યુવા મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ તેજસ્વી સૂર્યા હિંદુ યુવાનના સમર્થનમાં ઉતર્યા છે. તેમણે કહ્યું છે કે, “આખી ઘટના બાદ મુકેશ અને તેના સહયોગીઓએ નજીકના પોલીસ સ્ટેશનમાં FIR નોંધવાનો પ્રયાસ કર્યો હતો. એક વિસ્તૃત લેખિત ફરિયાદ દાખલ કર્યા બાદ પણ પોલીસે FIR નોંધી નહોતી. હું, પીસી મોહન અને સ્થાનિક ભાજપના નેતાઓના હસ્તક્ષેપ બાદ FIR નોંધવામાં આવી હતી. સ્થાનિક લોકોને આશંકા છે કે, પોલીસે FIR નોંધવામાં પણ કઈ ખોટું કર્યું છે. હજુ સુધી પોલીસે માત્ર ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે.”
#WATCH | Bengaluru, Karnataka | After meeting the shopkeeper who was attacked by a group of over five men for playing devotional music, BJP MP Tejasvi Surya says, "Yesterday evening, Mukesh, was conducting his business. He tells me that every evening, he had a practice of playing… pic.twitter.com/PKfFKXXLDI
— ANI (@ANI) March 18, 2024
તેમણે વધુમાં કહ્યું કે, “અમારી માંગ છે કે, કાલ સવાર સુધીમાં સીસીટીવી કેમેરામાં દેખાઈ રહેલા તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડક કરી લેવામાં આવે. અમે બેનલોર સિટી પોલીસ કમિશનરને નિષ્પક્ષ અને ન્યાયપૂર્ણ રીતે તપાસ માટેની માંગ કરી રહ્યા છીએ.”