Tuesday, December 3, 2024
More
    હોમપેજદેશપ્રયાગરાજમાં 9માં ધોરણમાં ભણતા શૈલેષની મળી માથું વાઢેલી લાશ: પરિચિત મુસ્લિમ યુવતીના...

    પ્રયાગરાજમાં 9માં ધોરણમાં ભણતા શૈલેષની મળી માથું વાઢેલી લાશ: પરિચિત મુસ્લિમ યુવતીના અબ્બાએ કરી નિર્મમ હત્યા, જીવ ગયા બાદ પણ કરતો રહ્યો હુમલો

    પોલીસ તપાસમાં શૈલેષની કથિત પ્રેમિકાએ ખુલાસા કર્યા હતા કે 30 નવેમ્બરે કોલ કરીને શૈલેષને મળવા બોલાવ્યો હતો અને તે શૈલેષને મળવા તેની ઘરના પાછળ આવેલ ખેતરમાં ગઈ હતી. આ જ દરમિયાન યુવતીના અબ્બાને જાણ થતાં તેણે યુવતીનો પીછો કર્યો અને શૈલેષને પકડી લીધો.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) પ્રયાગરાજ (Prayagraj)  જિલ્લામાં ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની ઘાતક રીતે હત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો હતો. શનિવાર, 30 નવેમ્બરે શૈલેષ કુમાર યાદવ (Shailesh Yadav) નામક કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો. તેનો મૃતદેહ તેની ઘરની પાસે આવેલા તળાવ પાસે પડેલો મળ્યો હતો. મુસ્લિમ યુવતી સાથે અફેર હોવાના કારણે તેના અબ્બુએ શૈલેષની હત્યા કરી દીધી હતી. પોલીસ તપાસમાં શૈલેષની પ્રેમિકા એ જ આ અંગે ખુલાસા કર્યા હતા.

    અહેવાલો અનુસાર સમગ્ર ઘટના પ્રયાગરાજના ઉત્તરાંવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. અહીંના ઈસ્માઈલ લાલા કા પુરા ગામમાં પોતાના પરિવાર સાથે રહેતાં અશ્વની કુમાર યાદવનો 16 વર્ષનો પુત્ર શૈલેષ યાદવ એ જ જિલ્લાની એક શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતો હતો. શનિવાર સાંજે તે તેના ઘરે હતો ત્યારે અચાનક તેને કોઈનો ફોન આવે છે અને તે વાત કરતાં કરતાં ઘરની બહાર નીકળી ગયો. પરંતુ મોડી રાત સુધી પરત ફર્યો નહીં અને તેનો ફોન પણ સ્વીચ ઓફ આવવા લાગ્યો.

    ત્યારે શૈલેષના પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી દીધી હતી. આ જ દરમિયાન રાત્રે 11 વાગ્યે શૈલેષના પરિવારને તેનો મૃતદેહ તેમના ઘરથી 200 મીટરની દૂરી પર આવેલ તળાવની પાસે પડેલો મળી આવ્યો હતો. મૃતદેહ પાસે મોબાઈલ ફોન અને ચપ્પલની જોડી સાથે લોહીથી લથબથ એક ધારદાર કુહાડી પણ પડેલી હતી. તેના પરિવારજનોએ શૈલેષનું જે મુસ્લિમ યુવતી સાથે અફેર હતું તેના પરિવાર પર હત્યાનો આરોપ મુક્યો હતો.

    - Advertisement -

    ત્યારપછી શૈલેષના પરિવારજનોએ પોલીસને જાણ કરતાં પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. દરમિયાન ઘટના સ્થળેથી મળેલ મોબાઈલ અને ચપ્પલ પણ મુસ્લિમ યુવતીના અબ્બુના જ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મૃતકની પ્રેમિકા, તેના અબ્બુ-અમ્મી, દાદા અને અન્ય યુવક સહિત કુલ 5 લોકોને કસ્ટડીમાં લીધા હતા. તથા શૈલેષનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

    પોલીસ તપાસમાં શૈલેષની કથિત પ્રેમિકાએ ખુલાસા કર્યા હતા કે 30 નવેમ્બરે કોલ કરીને શૈલેષને મળવા બોલાવ્યો હતો અને તે શૈલેષને મળવા તેની ઘરના પાછળ આવેલ ખેતરમાં ગઈ હતી. આ જ દરમિયાન યુવતીના અબ્બાને જાણ થતાં તેણે યુવતીનો પીછો કર્યો અને શૈલેષને પકડી લીધો. અબ્બાએ યુવતીને ઘરે જવા કીધું. જયારે તે ઘરે જઈ રહી હતી ત્યારે જ તેણે શૈલેષની ચીસો સાંભળી હતી. આ પછી તે ઝડપથી ‘અમ્મી-અમ્મી’ કહીને તેના ઘર તરફ દોડી ગઈ.

    અહેવાલો અનુસાર યુવતીએ જણાવ્યું છે કે તેના અબ્બા શૈલેષને સતત મારતા હતા. અંધારાને કારણે તે જોઈ નહોતી શકી કે તેના પિતાના હાથમાં કયું હથિયાર છે. ઉલ્લેખનીય છે કે શૈલેષના ગળા, માથા, હાથ અને છાતી પર હુમલાના અનેક નિશાન જોવા મળ્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ શૈલેષનું મોત માથામાં ગંભીર ઈજાને કારણે થયું હતું. તેને એટલી જોરથી મારવામાં આવ્યું હતું કે માથાના પાછળના ભાગે ઊંડો ખાડો પડી ગયો. માથામાં ત્રણ ઘા માર્યા બાદ શૈલેષનું મોત થઇ ગયું હતું છતાં યુવતીના અબ્બાએ તેના પર હુમલો ચાલુ રાખ્યો હતો.

    નોંધનીય છે કે સગીર યુવતીએ ભૂતકાળમાં પણ શૈલેષને અનેકવાર મળી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે અન્ય લોકોના નિવેદન પણ નોંધ્યા છે. ઘટના પહેલા અને પછી યુવતી અને તેના પરિવારના સભ્યોની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે. જોકે, યુવતીના અબ્બા પોલીસ તપાસમાં સહકાર આપી રહ્યા નથી. તેમણે પોલીસને કહ્યું, “મને જેલમાં મોકલી દો. આગળ જે થશે તે જોયું જશે.” પરંતુ હજી સુધી યુવતીના અબ્બાએ હત્યા કરી હોવાની કબૂલાત કરી નથી, પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં