કર્ણાટકના હુબલીમાં નેહા હિરેમથ નામની 24 વર્ષની યુવતીની ફયાઝ નામના છોકરાએ ચાકુ મારીને હત્યા કરી હતી. નેહા કોંગ્રેસના કાઉન્સિલર નિરંજન હિરેમઠની પુત્રી હતી. ફયાઝે તેને કોલેજ કેમ્પસમાં જ તેના પર આ ઘાતક હુમલો કર્યો હતો જેમાં તેનું મોત થયું. બાદમાં આ ઘટનાનો CCTV વિડીયો પણ સામે આવ્યો હતો.
આ સમગ્ર ઘટના બીવી ભૂમિરદ્દી કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીમાં બની હતી. નેહા ત્યાંથી એમસીએના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. બેલાગવી જિલ્લાના સાવદત્તીનો ફયાઝ એ જ કોલેજમાંથી બીસીએનો અભ્યાસ કરતો હતો અને અમુક સમયે તે નેહાનો સહાધ્યાયી પણ હતો.
અહેવાલો અનુસાર ફયાઝ કોલેજની બહાર નેહાની રાહ જોઈ રહ્યો હતો અને જેવી નેહા બહાર આવી, તેણે તેને ચાકુ માર્યું. તેણે નેહાના ગળા પર જોરથી ચાકુ માર્યું હતું. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ફૂટેજમાં જોવા મળે છે કે ફયાઝ ચહેરો ઢાંકીને આવ્યો હતો. નેહાના ગળામાંથી લોહી વહેવા લાગ્યું કે તરત જ તે હાથમાં હથિયાર લઈને ત્યાંથી ભાગી ગયો.
CCTVમાં કેદ થયા ખૂની દૃશ્યો
વિડીયોમાં જોઈ શકાય છે કે જ્યારે ફયાઝ પહેલીવાર નેહાની સામે આવે છે ત્યારે નેહા ભાગવાની કોશિશ કરે છે, પરંતુ ફયાઝ તેને પકડી લે છે અને તેને જમીન પર સુવડાવી દે છે અને તેના પર ઘણી વાર હુમલો કરે છે. ઘટના દરમિયાન નેહાની ચીસો સાંભળીને ઘણા લોકો દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં ફયાઝ ત્યાંથી નીકળી ગયો હતો. આ પછી, નજીકમાં એકઠા થયેલા લોકોએ પીડિતાને KIMS હોસ્પિટલમાં દાખલ કરાવ્યો, પરંતુ ઊંડા ઘાને કારણે, નેહા બચી શકી નહોતી.
Fayaz, A BCA student killed classmate Neha over rejection
— Dr.Nobita Nobi ( MODI’S FAMILY ) (@NobitaNobi1800) April 18, 2024
Kisika Abdul alag nhi h stay safe , stay away, stay away ☝️https://t.co/FOyJheNWV2
પોલીસે હવે આ કેસમાં ફયાઝ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. કહેવામાં આવી રહ્યું છે કે ફયાઝ યુવતી પર તેની સાથે સંબંધ બાંધવા માટે દબાણ કરી રહ્યો હતો અને યુવતીએ ના પાડી દીધી હતી. આવી સ્થિતિમાં ફયાઝ મહિનાઓ સુધી તેને ફોલો કરતો હતો. ઘટનાના દિવસે જ્યારે નેહા તેની સામે આવી ત્યારે તેણે તેના ગળા પર હુમલો કર્યો, જે દર્શાવે છે કે તેનો ઈરાદો નેહાને મારવાનો જ હતો.
પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ફયાઝ તેના મિત્રોને કહેતો ફરતો હતો કે તે તેની ઓફર નકારી કાઢનાર યુવતીને ખતમ કરી દેશે. આ બાબતે વાત કરતા શહેર પોલીસ કમિશનર રેણુકા એસ સુકુમારે જણાવ્યું હતું કે બંને એક સાથે (ગત વર્ષ સુધી) BCAનો અભ્યાસ કરતા હતા. પરંતુ, બીસીએ પછી, નેહાએ પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો અને ફયાઝ અન્ય કોર્ષમાં ચાલ્યો ગયો હતો.
મૃતક યુવતીના પિતાનું નિવેદન
ઘટના બાદ કોંગ્રેસના તમામ નેતાઓ નેહાના પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા હતા. બાદમાં યુવતીના પિતાએ મીડિયા સાથે વાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે આરોપી ફયાઝે તેમની દીકરીને પ્રપોઝ કર્યું હતું જેને તેણે નકારી કાઢ્યું હતું. જેના કારણે આરોપીએ આ હત્યા કરી છે. સાથે જ તેઓએ આરોપીની ધરપકડની માંગ પણ કરી હતી.
VIDEO | “After my daughter’s classes ended at 4:30 pm, she came out of her college and an unknown man attacked her by stabbing. She died on the spot,” says the father of the Hubballi murder victim Niranjan Hiremath. pic.twitter.com/micMenry7R
— Press Trust of India (@PTI_News) April 18, 2024
પોલીસે કરી ફયાઝની ધરપકડ
પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ, આરોપી ઝડપાઈ ગયો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસ અધિકારીનું કહેવું છે કે આ મામલામાં એવું લાગી રહ્યું છે કે ફયાઝે પ્રેમમાં અસ્વીકાર કર્યા બાદ આવું કૃત્ય કર્યું હોય. આ કેસમાં નેહાના મિત્રો અને સંબંધીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી એ જાણી શકાય કે હત્યા પાછળનો સાચો હેતુ શું હતો? નેહાના પરિવારજનોએ અત્યાર સુધી કહ્યું છે કે તેઓ ફયાઝને ઓળખતા નથી. છોકરીએ તેમને ક્યારેય તેના વિશે કહ્યું નહીં.
આ દરમિયાન એબીવીપીએ કોલેજની સામે પ્રદર્શન પણ કર્યું હતું અને આરોપીઓની ધરપકડની માંગ કરી હતી. હાલ પોલીસે ફયાઝને પકડી પાડ્યો છે અને આગળની તપાસ શરૂ કરી દીધી છે.