Thursday, November 21, 2024
More
    હોમપેજદેશ3 નિકાહ, 6 બાળકો… છતાંય 50થી વધુ મહિલાને ફસાવી: દિલ્હીના 10 નાપાસ...

    3 નિકાહ, 6 બાળકો… છતાંય 50થી વધુ મહિલાને ફસાવી: દિલ્હીના 10 નાપાસ ચબરાક મુકીમ અય્યુબના ઝાંસાથી મહિલા જજ પણ ન રહ્યાં બાકાત

    ભોગ બનનાર મહિલા ન્યાયાધીશ તેમની પુત્રી માટે સારા પાત્રની શોધમાં હતા. અયુબે તેમને પણ ફસાવીને તેમની સાથે છેતરપીંડી આચરી હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે.

    - Advertisement -

    તાજેતરમાં જ દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે એક વ્યક્તિની ધરપકડ કરી છે. તેનો ગુનો સાંભળીને ભલભલા વ્યક્તિ ચોંકી ઉઠે. આરોપીનું નામ છે મુકીમ અય્યુબ ખાન. તેણે મેટ્રોમોનીયલ સાઈટ અને અન્ય રીતે એક-બે નહીં, પરંતુ 50થી વધુ મહિલાઓને ફસાવી હોવાનું સામે આવ્યું છે. 10 નપાસ મુકીમ અય્યુબ મહિલાઓને ફસાવવાના ધંધામાં ‘એક્સપર્ટ’ છે. અનેક ફરિયાદો મળ્યા બાદ ઘણા લાંબા સમય સુધી મોનીટરીંગ અને સતત નજર રાખ્યા બાદ દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરી લીધી છે.

    મુકીમ મહિલાઓને ફસાવવામાં એવો પાવરધો છે કે તે સામાન્ય વાતચીતમાં જ ગમે તેવી હોશિયાર સ્ત્રીને પોતાની વાતોમાં ફસાવી લેતો. તે મોટાભાગે એક જ વાર્તા વાપરતો, જેમાં તે પોતાને સરકારી અધિકારી ગણાવતો અને કહેતો કે તેની પત્નીનું મોત થઇ ગયું છે અને પોતાની એક દીકરીના સહારે જીવી રહ્યો છે. પોતાના દુખડા ગાઈ-ગાઈને તે મહિલાઓને ફસાવી લેતો. આટલું જ નહીં, તે જેતે મહિલાના પરિવારને પણ મળતો અને તેમને પણ ભોળવી લેતો. જેવું તેને લાગે કે તેનો ટાર્ગેટ હવે છટકી શકે તેમ નથી. તેવું જ તે લગ્ન અને તેના માટે રિસોર્ટ, મેરેજ હોલ કે મોંઘીદાટ હોટલ બૂક કરવાના રૂપિયા કઢાવી લેતો અને છૂ થઈ જતો.

    કોણ છે ભેજાબાજ મુકીમ અય્યુબ અને કેવી રીતે તે મહિલાઓને ફસાવતો?

    શરૂથી શરૂ કરીએ તો આરોપી મુકીમ અય્યુબ અંદાજે 36 વર્ષનો છે અને તે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢનો રહેવાસી છે. તેણે 2014માં પ્રથમ નિકાહ કર્યા હતા અને તેનાથી તેને ત્રણ બાળકો પણ છે. 2020માં, તેણે એક મેટ્રિમોનિયલ વેબસાઇટ પર પ્રોફાઇલ બનાવી અને ગુજરાતના વડોદરા ખાતે રહેતી મહિલાના સંપર્કમાં આવ્યો. વાતચીત બાદ તે તેની સાથે નિકાહ કરવા માટે રાજી થઈ ગયો, પીડિતાના એક વાર તલાક થઈ ચૂક્યા હતા અને તેને એક 5 વર્ષની દીકરી પણ હતી. વડોદરા છોડતા પહેલા મુકિમે પોતાનું પાકીટ ખોવાઈ ગયું હોવાનું બહાનું કરીને મહિલા પાસેથી 30 હજાર રૂપિયા લઈ લીધા હતા. જો કે તેની સાથે તેણે નિકાહ કરી જ લીધા. પણ એક વાત તે સમજી ચૂક્યો હતો કે આ રીતે મહિલાઓને ફસાવીને સરળતાથી રૂપિયા કમાઈ શકાય તેમ છે.

    - Advertisement -
    ક્રાઈમ બ્રાંચની પકડમાં આવ્યો ભેજેબાજ મુકીમ અય્યુબ (ફોટો The Hindu)

    ત્યાર બાદ 2023માં તેણે દિલ્હીના પ્રીત વિહારની અન્ય એક મહિલા સાથે પણ આવી જ રીતે એક વિધવા મહિલા સાથે નિકાહ કર્યા. તેને પણ એક પાંચ વર્ષની દીકરી હતી. બસ પછી તો શું? તેણે ભારતના અલગ-અલગ ક્ષેત્રોમાં જાળ પાથરવાનું શરૂ કર્યું અને મેટ્રોમોનીયલ વેબસાઈટો પર પ્રોફાઈલ બનાવીને મહિલાઓને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું. તેની મોડસ ઓપરેન્ડી મુજબ તે ખાસ તો વિધવા અને છૂટાછેડાવાળી મહિલાઓને વધુ ટાર્ગેટ કરતો. આમ કરતા-કરતા તેણે 50થી વધુ મહિલાઓને પોતાની જાળમાં ફસાવી અને છેતરપીંડી કરી. કહેવામાં આવી રહ્યું છે કે આરોપીએ મોટાભાગે મુસ્લિમ મહિલાઓને જ ટાર્ગેટ કરી છે.

    અય્યુબના ઝાંસાથી મહિલા જજ પણ ના રહ્યા બાકાત

    આ કેસમાં સહુથી વધુ આશ્ચર્યજનક બાબત તે છે કે 10 નપાસ મુકીમ અય્યુબ મહિલાઓને ફસાવવાના ધંધામાં એટલો ‘એક્સપર્ટ’ હતો કે તેના ઝાંસાથી મહિલા જજ પણ બાકાત ન રહ્યા. તેણે આ જ રીતે એક મહિલા જજને પણ ફસાવીને તેમની સાથે છેતરપીંડી આચરી હોવાનો ખુલાસો થયો છે. આ મામલે પોલીસના જણાવ્યા અનુસાર ભોગ બનનાર મહિલા ન્યાયાધીશ તેમની પુત્રી માટે સારા પાત્રની શોધમાં હતા. અયુબે તેમને પણ ફસાવીને તેમની સાથે છેતરપીંડી આચરી હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે.

    અન્ય એક ઘટનામાં આરોપીએ એક મહિલાને કેટલાક પૈસા આપીને તેના નામે સ્કૂટર બુક કરાવ્યું હતું. ત્યારબાદ તેણે આર્થિક ભીંસના બહાને સ્કુટરના બાકીના પૈસા મહિલા પાસેથી કઢાવ્યા. સ્કૂટરની ડિલિવરી થયા બાદ તે ગાયબ થઈ ગયો હતો. જોકે આરોપી મુકીમ અય્યુબ ખાને છેત્રેલી અનેક મહિલાઓએ આબરૂ જવાના ડરથી ફરિયાદ નથી નોંધાવી. જો તમામ મહિલાઓ સામે આવે તો આ આંકડો વધે તેવી શક્યતાઓ છે. હા, જેટલી મહિલાઓએ ફરિયાદ કરી છે તેના આધારે એક વાત નક્કી છે કે તેણે 50થી વધુ મહિલાઓને છેતરી છે.

    ધરપકડ બાદ ગુનો કબૂલ્યો

    નોંધનીય છે કે ફરિયાદો દાખલ થયા બાદ દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરી લીધી છે. તે વડોદરાથી પરત દિલ્હી જઈ રહ્યો હતો તે દરમિયાન તેની ધરપકડ કરવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ધરપકડ બાદ તેની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે. આ દરમિયાન તેણે ખુલાસો કર્યો હતો કે તેણે નિકાહના બહાને અનેક અપરિણીત, વિધવા અને છૂટાછેડા લીધેલી મહિલાઓ સહિતની હાઈપ્રોફાઈલ મહિલાઓને છેતરવા માટે વિવિધ મેટ્રિમોનિયલ વેબસાઈટ્સ પર આકર્ષક વિગતો સાથે અનેક ફેક આઈડીઓ બનાવી હતી. તે પોતે એક વરિષ્ઠ સરકારી અધિકારી તરીકેની ઓળખ આપીને મહિલાઓને ફસાવતો હતો. તેણે પૂછપરછમાં કબૂલ્યું છે કે તેણે આ રીતે તેણે દેશભરની અનેક મહિલાઓને છેતરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં