Monday, October 21, 2024
More
    હોમપેજરાજકારણદલિતોના ઠેકેદાર બનતા ચંદ્રશેખર 'રાવણ'ને મળવાનો પ્રયત્ન કરનાર 2 વાલ્મીકિ યુવકો પર...

    દલિતોના ઠેકેદાર બનતા ચંદ્રશેખર ‘રાવણ’ને મળવાનો પ્રયત્ન કરનાર 2 વાલ્મીકિ યુવકો પર જીવલેણ હુમલો: આઝાદ સમાજ પાર્ટીના ‘ભાઈચારા સંમેલન’માં માંગવા ગયા હતા મદદ

    ફરીયાદી પીડિત યુવકના જણાવ્યા અનુસાર, તે વાલ્મીકિ સમાજમાંથી આવે છે અને તે તેના સમાજના કર્મચારીઓને થઈ રહેલી કેટલીક તકલીફોને લઈને રજૂઆત કરવા પહોંચ્યા હતા. તેના જણાવ્યા અનુસાર, તે ચંદ્રશેખરની ગાડી પાસે પહોંચ્યો અને પોતાની વ્યથા જણાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ 'દલિત સાંસદે' તેમની વાત પણ ન સાંભળી અને તેના સમર્થકોએ તેને ત્યાંથી દૂર જવાના નિર્દેશ આપી દીધા.

    - Advertisement -

    આઝાદ સમાજ પાર્ટીના (Aazad Samaj Party) સાંસદ અને પોતાને દલિતોના મસીહા ગણાવતા તથા પોતાને ‘રાવણ’ તરીકે ઓળખાવતા ચંદ્રશેખર ફરી એકવાર વિવાદોમાં આવ્યા છે. તેમના પર થોડા સમય પહેલાં એક યુવતીએ ગંભીર આરોપો લગાવ્યા હતા. ત્યારે હવે તેમની પાર્ટીના તથાકથિત ‘ભાઈચારા સંમેલન’માં બે વાલ્મીકિ સમાજના યુવકો પર જીવલેણ હુમલો થયો છે. આરોપ છે કે, ચંદ્રશેખર આઝાદના (Chandra Shekhar Aazad Ravan) મળતિયાઓએ પોતાના સમાજની વ્યથા જણાવવા આવેલા 2 વાલ્મીકિ યુવકો પર જીવલેણ હુમલો કર્યો હતો.

    પ્રાપ્ત માહિતી અનુસાર, આ મામલે ચંદ્રશેખરના 2 મળતિયાઓ વિરુદ્ધ નામજોગ અને બાકીના 20 અજ્ઞાત લોકો વિરુદ્ધ લૂંટ અને હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસનું કહેવું છે કે, કેસની તપાસ કરવામાં આવી રહી છે, મારપીટમાં યુવકો ઘાયલ થયા હતા અને તેમણે ફરિયાદ નોંધાવી છે. ઘટના ગાઝીયાબાદના (Ghaziabad) સિંહાની પોલીસ સ્ટેશન વિસ્તારની હોવાનું સામે આવ્યું છે. અહીં બારાદરી મહોલ્લામાં રહેતા આકાશે ફરિયાદ નોંધાવી હતી કે, ગત 24 ઓગસ્ટે નવયુગ માર્કેટના આંબેડકર પાર્કમાં આઝાદ સમાજ પાર્ટી દ્વારા ભાઈચારા સંમેલનનું આયોજન થયું હતું અને તે તેમાં ભાગ લેવા ગયો હતો. આ દરમિયાન ત્યાં ચંદ્રશેખર પણ હાજર હતા.

    એક વાર ન સાંભળતા બીજી વાર મદદ માંગવા ગયો ને ચંદ્રશેખર ઉકળી ઉઠ્યા

    ફરિયાદી પીડિત યુવકના જણાવ્યા અનુસાર, તે વાલ્મીકિ સમાજમાંથી આવે છે અને તે તેના સમાજના કર્મચારીઓને થઈ રહેલી કેટલીક તકલીફોને લઈને ચંદ્રશેખર પાસે રજૂઆત કરવા પહોંચ્યો હતો. તેના જણાવ્યા અનુસાર, તે ચંદ્રશેખરની ગાડી પાસે પહોંચ્યો અને પોતાની વ્યથા જણાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ‘દલિત સાંસદે’ તેમની વાત પણ ન સાંભળી અને તેમના સમર્થકોએ તેને ત્યાંથી દૂર જવાના નિર્દેશ પણ આપી દીધા. ફરિયાદી વાલ્મીકિ યુવકનું કહેવું છે કે, તે પોતાના સમાજને પડી રહેલી તકલીફો જણાવવા ફરી ચંદ્રશેખર પાસે ગયો તો તે ઉકળી ઉઠ્યા હતા.

    - Advertisement -

    તેના મળતિયાઓએ ચેન લૂંટી, જીવલેણ હુમલો કર્યો: ફરિયાદી

    ફરિયાદમાં જણાવ્યા અનુસાર, જેવા ચન્દ્રશેખર ગુસ્સે થયા કે નજીકમાં ઉભેલા તેના અંકિત અને કપિલ બેદી સહિતના 20 જેટલા અન્ય સમર્થકોએ હત્યાના ઈરાદે તેમના પર હુમલો કરી દીધો હતો. આકાશના જણાવ્યા અનુસાર, આઝાદની સામે જ તેમને જમીન પર પટકી દેવામાં આવ્યા અને તેમની સોનાની ચેન લૂંટી લેવામાં આવી. તેના જણાવ્યા અનુસાર, તેના સાથી પ્રમોદને હુમલાખોરોએ ધારદાર હથિયારથી હુમલો કરીને લોહીલુહાણ કરી દીધો.

    પીડિતના જણાવ્યા અનુસાર, તેઓ માંડ-માંડ ત્યાંથી જીવ બચાવીને ભાગ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો છે કે, ત્યાં તેમને ખૂબ અપમાનિત કરવામાં આવ્યા હતા. ફરિયાદીઓએ ચંદ્રશેખર, તેના બે સાથી કપિલ બેદી અને અંકિત તેમજ 20 લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહીની માંગ કરી હતી. બીજી તરફ આ મામલે DCP રાજેશે જણાવ્યું હતું કે, ફરિયાદના આધારે અંકિત અને કપિલ તેમજ 20 અજ્ઞાત લોકો વિરુદ્ધ લૂંટ, હત્યાનો પ્રયાસ તેમજ અન્ય ધારાઓ અંતર્ગત ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તપાસ બાદ જે તથ્યો સામે આવશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં