Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમમહીસાગરના વીરપુરમાં દલિત પરિવાર પર જીવલેણ હુમલો: 'તારી જમીન લેવાની ઔકાત નથી'-...

    મહીસાગરના વીરપુરમાં દલિત પરિવાર પર જીવલેણ હુમલો: ‘તારી જમીન લેવાની ઔકાત નથી’- કહી રફીક, ઇમરાન, સમીર સહિતનું ટોળું હથિયારો લઇને તૂટી પડ્યું

    અચાનક થયેલા આ હુમલાથી યુવક ડઘાઈ ગયો હતો. હજુ તે કશું સમજે તે પહેલાં જ નોમાન શેખ, કાદર શેખ, સમીર શેખ અને શકીલ શેખે તેને ઘેરી લીધો હતો. આરોપીઓએ પોતાની પાસે રહેલાં બોથડ હથિયારોથી પીડિતને માર મારવાનું શરૂ કરી દીધું હતું.

    - Advertisement -

    મહીસાગર જિલ્લાના વીરપુરમાં એક દલિત પરિવાર પર મુસ્લિમ ટોળાએ જીવલેણ હુમલો કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. નજીવી બાબતમાં ધમાલ શોધી કાઢીને દલિત પરિવાર પર રફીક શેખ, ઇમરાન શેખ, સમીર શેખ સહિતના ઈસમોનું ટોળું તીક્ષ્ણ હથિયારો અને ધોકા લઈને તૂટી પડ્યું હતું. ઘટનામાં પીડિત યુવક શહેરમાં રહીને ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તકરાર બાદ આરોપીઓએ તેના પર હુમલો કરી દીધો હતો. ત્યારબાદ તેનો પરિવાર તેને બચાવવા વચ્ચે પડ્યો તો આરોપીઓએ તેમને પણ માર માર્યો.

    પીડિતે પોલીસ મથકે દાખલ કરાવેલી ફરિયાદ મુજબ તે ખાનગી નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તારીખ 29 સપ્ટેમ્બર, 2023ના રોજ પોતે સોસાયટીના નાકે આવેલી દુકાને ગયો હતો. તે દરમિયાન આરોપી રફીક હબીબ શેખે તેને રસ્તા પર આંતરીને અટકાવ્યો હતો. આ દરમિયાન યુવકે મૈત્રી ભાવથી કહ્યું હતું કે તે પરિવારનું ગુજરાન ચલાવવા તબેલો કરવા ઈચ્છે છે, જેથી કોઈ જમીન ધ્યાન પર હોય તો જણાવે. આ સાંભળી આરોપીએ ‘તારી જમીન લેવાની હેસિયત નથી’ તેમ કહીને દલિત યુવકને અપમાનજનક શબ્દો કહ્યા હતા.

    ત્યારબાદ પીડિત દલિત યુવકે તેને કહ્યું હતું કે તે માત્ર પૂછપરછ કરી રહ્યો છે અને જમીન ભાડે રાખવા માંગે છે. આ સાંભળી આરોપી રફીકે ફરીયાદીને કોલર પકડી લાફા ચોડી દીધા હતા. અચાનક થયેલા આ હુમલાથી યુવક ડઘાઈ ગયો હતો. હજુ તે કશું સમજે તે પહેલાં જ નોમાન શેખ, કાદર શેખ, સમીર શેખ અને શકીલ શેખે તેને ઘેરી લીધો હતો. આરોપીઓએ પોતાની પાસે રહેલાં બોથડ હથિયારોથી પીડિતને માર મારવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન પીડિત દલિત યુવકે બચાઓ-બચાઓની બૂમો પાડતાં તેના માતા-પિતા પણ બહાર દોડી આવ્યાં હતાં.

    - Advertisement -

    પીડિત યુવકના માતા-પિતા વચ્ચે પડતાં આરોપીઓએ તેમના પર પણ આડેધડ હુમલો કરી દીધો હતો. આ દરમિયાન કાદરે છરી જેવું તીક્ષ્ણ હથિયાર કાઢી પીડિત યુવકના માતા પર હુમલો કર્યો હતો. યુવકના માતાએ હુમલાથી બચવા હાથ આડો કરી દેતાં તેમના હાથ તેમજ સાથળના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ હુમલા દરમિયાન આરોપીઓએ દલિત પરિવારને જાતિસૂચક શબ્દો કહીને ઢોર માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

    મહીસાગર જિલ્લાના વીરપુરમાં દલિત પરિવાર પર મુસ્લિમ ટોળાનો જીવલેણ હુમલો થયા બાદ પીડિત પરિવારે વીરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વીરપુર પોલીસે આરોપી રફીક હબીબ શેખ, ઇમરાન કાદર શેખ, સમીર રફીક શેખ, શકીલ સુમાર શેખ, તેમજ નોમાન બાબુલ શેખ વિરુદ્ધ ઈ.પી.કો કલમ 143, 147, 148, 324, 323, 504, 506 (2) તેમજ એટ્રોસિટી એક્ટની કલમ 3 (1)(R)(S), 3 (2) (5-A) તથા જીપી એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઑપઇન્ડિયા પાસે FIRની નકલ ઉપલબ્ધ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં