Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતપૂણેના સાહિલ અહેમદે બોપલની હિંદુ યુવતીને ફસાવી, ન્યૂડ વિડીયોકોલ રેકોર્ડ કર્યા ને...

    પૂણેના સાહિલ અહેમદે બોપલની હિંદુ યુવતીને ફસાવી, ન્યૂડ વિડીયોકોલ રેકોર્ડ કર્યા ને શરૂ થયો બ્લેકમેલિંગનો સિલસિલો: રૂપિયા પડાવ્યા, ડામ અપાવ્યા, પોલીસ ફરિયાદ દાખલ

    ઘટના અમદાવાદના બોપલ-શેલા વિસ્તારની છે. અહીં એક 21 વર્ષીય હિંદુ યુવતી પોતાના પરિવાર સાથે રહે છે. થોડા સમય પહેલા તે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ મારફતે પૂણેમાં રહેતા સાહિલ અહેમદ નામના યુવકના સંપર્કમાં આવી હતી.

    - Advertisement -

    સોશિયલ મીડિયા પર કોઈ પણ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ કરવો ક્યારેક-ક્યારેક એટલો મોંઘો પડી જતો હોય છે કે વાત તમારા જીવ સુધી આવી જાય. આધુનિક યુગમાં માત્ર સોશિયલ મીડિયા પર બેફામ જીવતા જુવાનડાઓ માટે એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. બોપલની એક હિંદુ યુવતીને પૂણેના (Pune Maharashtra) સાહિલ અહેમદે સોશિયલ મિડીયાથી ફસાવીને જીવવું હરામ કરી નાખ્યું છે. આપત્તિજનક વિડીયો અને ફોટા લઈ તે આ યુવતીને પોતાના ઈશારે (Blackmail) નચાવી રહ્યો છે. યુવતીની માનસિક સ્થિતિ કથળતા તેના પરિવારે હવે પોલીસની મદદ લીધી છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર ઘટના અમદાવાદના બોપલ-શેલા (Ahmedabad Bopal) વિસ્તારની છે. અહીં એક 20 વર્ષીય હિંદુ યુવતી પોતાના પરિવાર સાથે રહે છે. થોડા સમય પહેલા તે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ મારફતે પૂણેમાં રહેતા સાહિલ અહેમદ નામના યુવકના સંપર્કમાં આવી હતી. થોડા સમયની વાતચીત બાદ સાહિલે યુવતીનું એ હદે બ્રેઇન વોશ કર્યું કે તે એમ જ કરવા લાગી જેમ આરોપી તેને કરવા કહેતો. યુવતી ધીમે-ધીમે તેના પરિવારથી દૂર થતી ગઈ અને સાહિલ તેને અલગ રવાડે ચઢાવતો રહ્યો.

    યુવતીને ગોવા મોકલી અને થઇ સંપર્ક વિહોણી

    તેવામાં ગત વર્ષે પરિવારે તેમની દીકરીને ગોવા (Goa) ખાતે ક્રિસમસ કેમ્પમાં મોકલી હતી. ત્યાંથી પરિવારને કોલ આવ્યો કે તેમની દીકરી (Hindu Girl) નિયમ અનુસાર 5 વાગે કેમ્પ પરત નથી ફરી અને તેનો ફોન બંધ આવે છે. ચિંતાતુર બનેલો પરિવાર તાત્કાલિક ગોવા પહોંચ્યો ને યુવતીની શોધખોળ હાથ ધરી. સદનસીબે તેમને તેમની દીકરી હેમખેમ મળી આવી, પરંતુ તેના શરીર પર ડામના નિશાન હતા. તેની પૂછપરછ કરતા અંતે સાહિલનું નામ સામે આવ્યું અને પરિવાર યુવતીને લઈને અમદાવાદ પરત આવી ગયું.

    - Advertisement -

    પરિવાર તે નહોતો જાણતો કે આ માત્ર શરૂઆત હતી. પરત આવ્યા બાદ પણ સાહિલ સતત યુવતીને ફોન અને મેસેજ કરીને કન્ટ્રોલ કરી રહ્યો હતો. વાત ત્યાં સુધી પહોંચી ગઈ કે તે સાહિલ કહે તેમ જ કરવા લાગી. દિવ્ય ભાસ્કરે આપેલા અહેવાલ અનુસાર જો સાહિલ તેને સિગારેટ પીવાનું કહે તો તે સિગારેટ પીતી, જો તેને જાતે જ ડામ લેવાનું કહે તો તે પોતાને જ ડામ આપતી. આટલું જ નહીં, સાહિલના કહેવા પર તે પોતાના કપડા પણ ઉતારી નાખતી. તે તેને QR કોડ મોકલીને રૂપિયા પણ મંગાવવા લાગ્યો હતો, અંતે પરિવારે તપાસ કરતા જે ખુલાસો થયો તે ચોંકાવનારો હતો.

    સાહિલના કહેવા પર સિગારેટ પીતી, કપડા ઊતારતી

    વાત એમ હતી કે સાહિલે યુવતીને વિડીયો કોલમાં નગ્ન થવાનું કહીને તેનો વિડીયો બનાવી લીધો હતો. આ સિવાય તેના અનેક ફોટા પણ તેની પાસે હતા. આ બધી સામગ્રીના આધારે જ તે યુવતીને ત્રાસ ગુજારીને ધમકાવતો (Blackmail) અને કહેતો કે જો તે તેનું કીધું નહીં કરે તો તેના આપત્તિજનક વિડીયો અને ફોટા વાયરલ કરી દેશે. વાત ત્યાં સુધી પહોંચી કે જો યુવતી પોતાની પાસે પૈસા ન હોય તો તેના સગા સંબંધીઓને ફોન કરી સાહિલને રૂપિયા આપવા આજીજી કરતી. આ વાતની જાણ તેના પરિવારને થતા તેમણે અંતે પોલીસ મદદ લેવાનું નક્કી કર્યું.

    યુવતીની માનસિક હાલત તે હદે ખરાબ કરી નાખવામાં આવી છે કે હાલ તેની મનોચિકિત્સક પાસે સારવાર ચાલી રહી છે. પરિવારે આ મામલે બોપલ પોલીસ સ્ટેશનમાં સાહિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

    કેસ સેન્સેટીવ છે, અમે ઇન્વેસ્ટીગેટ કરી રહ્યા છીએ: PI ગોહિલ, બોપલ પોલીસ સ્ટેશન

    આ મામલે વધુ માહિતી લેવા ઑપઇન્ડિયાએ અમદાવાદની બોપલ પોલીસ સ્ટેશનના પોઈસ ઇન્સ્પેકટર B.T ગોહિલનો સંપર્ક કર્યો હતો. તેમણે કેસ વિષે વિગતે માહિતી આપતા જણાવ્યું હતું કે, “યુવતી માત્ર 20 વર્ષની છે અને બોપલ ખાતે પરિવાર સાથે રહે છે. તે ઈન્સ્ટાગ્રામ મારફતે પૂણેના સાહિલના સંપર્કમાં આવી હતી. શરૂઆતની સારી-સારી વાતચીત બાદ તે તેના માટે ખૂબ પઝેસીવ થઇ ચૂકી હતી. જેવું યુવક કહેતો તેમજ યુવતી કરતી. અંતે તેણે તેના આપત્તિજનક ફોટા વિડીયો મેળવી લઈને તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. યુવતી એ હદે માનસિક ટોર્ચર થઇ કે તે સાહિલની તમામ વાતો માનીને તેનું અનુકરણ કરવા લાગી.”

    તેમણે આગળ જણાવ્યું કે, “આ મામલે પરિવારે પોલીસ ફરિયાદ કરતા અમે ઘટનાની સંવેદનશીલતા જોઈ તરત જ ફરિયાદ લઈ લીધી છે. યુવક પૂણેનો છે તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. અમે યુવતીના ફોન કોલ્સની માહિતી તેમજ સોશિયલ મીડિયા હેન્ડલ્સની તપાસ કરી રહ્યા છીએ. બીજી તરફ અમે યુવકને ઝડપથી ઝડપી લેવા માટે પણ કાર્યવાહી કરી રહ્યા છીએ. યુવતીને જે હદે માનસિક રીતે પ્રતાડિત કરવામાં આવી છે, તેને માનસિક સારવારની જરૂર પડી રહી છે. પોલીસ વિભાગ પરિવારની સાથે છે અને બનતી તમામ મદદ કરવા તૈયાર છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં