બિહારના બક્સરમાંથી (Buxar) વન વિભાગે પશ્ચિમ બંગાળની સત્તારૂઢ પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના નેતાની ધરપકડ કરી હતી. વન વિભાગે TMC નેતા અશોક કુમાર ઓઝાના (Ashok Kumar Ojha) ઘરે દરોડા પાડ્યા હતા. દરમિયાન પોલીસને લાખો રૂપિયાના હાથીદાંત (Elephant Teeth) મળી આવ્યા હતા. TMC નેતા હાથીદાંત વેચવાની તૈયારીમાં જ હતા તે દરમિયાન પોલીસ અને વન વિભાગના દરોડા પડતાં તેમનો ગુનો પકડાઈ ગયો હતો. પોલીસે અશોક ઓઝા સહિત 5 આરોપીઓની ધરપકડ કરી હતી.
દિલ્હીથી ગુપ્તચર વિભાગની ટીમને મળેલી માહિતીના આધારે, બક્સર પોલીસે બક્સર અને ભોજપુરના વન વિભાગના કર્મચારીઓ સાથે મળીને સંયુક્ત કાર્યવાહી કરીને TMC નેતા અશોક કુમાર ઓઝાના ઘરે દરોડા પાડયા હતા. TMC નેતા બિહારના બક્સરના બ્રહ્મપુર પોલીસ સ્ટેશન વિસ્તારના દેવકુલી ગામના રહેવાસી છે.
દરોડા દરમિયાન દરોડા બક્સર પોલીસે બક્સર અને ભોજપુરના વન વિભાગના કર્મચારીઓની ટીમને લાખોની કિંમતના 2 હાથી દાંત મળી આવ્યા હતા. દરોડા દરમિયાન મળેલ હાથી દાંતનું વજન આશરે 40 કિલો હોવાનું સામે આવ્યું હતું. એવું માનવામાં આવી રહ્યું છે કે જે હાથીના દાંત મળી આવ્યા છે તેનું મોત કોરોના સમયગાળા દરમિયાન થયું હતું. ઉલ્લેખનીય છે કે આ મામલે પશ્ચિમ બંગાળના ભાજપ નેતા સુવેંદુ અધિકારીએ પણ સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરી હતી.
Prominent TMC Leader; Ashok Kumar Ojha of Burrabazar; Kolkata arrested from Bihar's Buxar in Ivory smuggling case.
— Suvendu Adhikari (@SuvenduWB) October 23, 2024
Ojha; the key figure of the smuggling racket was arrested along with four others for smuggling Elephant Tusks weighing 23 kg.
TMC is the general store of Crimes:-… pic.twitter.com/Dw8RWV54O7
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે દેવકુલી ગામમાં કોરોનાના સમયગાળા દરમિયાન એક હાથીનું મોત થયું હતું. ત્યારબાદ તેના બંને દાંત ગેરકાયદેસર રીતે વેચવાની યોજના બનાવવામાં આવી હતી. દેવકુલી ગામના રહેવાસી અને TMC નેતા અશોક કુમાર ઓઝા બંને હાથીદાંત વેચવાની તૈયારી કરી રહ્યા હતા. તેમની પાસે ચાર તસ્કરો આ હાથીદાંત ખરીદવા આવ્યા હતા. આ દરમિયાન જ પોલીસે તેમની અશોક ઓઝાના ઘરે દરોડા પાડી આરોપીઓની ધરપકડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે હાથીદાંત જપ્ત કર્યા બાદ પોલીસે TMC નેતા અશોક ઓઝા સહિતના 5 આરોપીઓની ધરપકડ કરી હતી. પાંચેય આરોપીઓને બક્સર સિવિલ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. અશોક ઓઝા પાસે હાથીદાંત ખરીદવા આવેલ આરોપીઓની ઓળખ બેગુસરાયના ગણપત સાહ (61 વર્ષ), પિપરા જગદીશપુરના મનોજ કુમાર પાંડે, કરકટ રોહતાસના પારસ નાથ રામ નિવાસી અને તિરાસી બિગાહ રોહતાસના ધનંજય પ્રસાદ સિઘ તરીકે કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે પોલીસે ખુલાસો કર્યો હતો કે કોવિડ દરમિયાન હાથીના મૃત્યુ પછી, તેના દાંતને ગેરકાયદેસર રીતે વેચવાની યોજના ઘડવામાં આવી હતી. વન વિભાગના અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે હાથીના દાંતની દાણચોરી એ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગંભીર ગુનો છે. આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ દાણચોરીના નેટવર્કમાં સંડોવાયેલા અન્ય સભ્યોને શોધી કાઢવા માટે વધુ તપાસ કરી રહી છે.