Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમરાજસ્થાન: ઈંટની ભઠ્ઠીમાંથી સગીરાની લાશના ટુકડા મળ્યા, રેપ બાદ હત્યાની આશંકા; 3...

    રાજસ્થાન: ઈંટની ભઠ્ઠીમાંથી સગીરાની લાશના ટુકડા મળ્યા, રેપ બાદ હત્યાની આશંકા; 3 આરોપીઓની ધરપકડ

    પરિવારજનોએ સામૂહિક દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરવામાં આવી હોવાની આશંકા કરી, 3ની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરાઈ.

    - Advertisement -

    રાજસ્થાનના ભીલવાડામાં એક 12 વર્ષની સગીરા અચાનક ગુમ થઇ ગઈ હતી. ત્યારબાદ એક ઈંટની ભઠ્ઠીમાંથી સળગેલી હાલતમાં તેની લાશ મળી આવી હતી. સગીરા ખેતરમાં બકરી ચરાવવા માટે લઇ ગઇ હતી. સાંજ સુધી તે ઘરે પાછી ન ફરતાં પરિવારજનો શોધવા નીકળ્યા હતા. ત્યારબાદ એક ભઠ્ઠીમાંથી તેમને લાશ મળી આવી હતી. સમગ્ર મામલાની પોલીસને જાણ કરવામાં આવી છે. તેનો ગેંગરેપ થયો હોવાની આશંકા છે, જે મામલે પોલીસ હાલ તપાસ કરી રહી છે. આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ થયાના પણ સમાચાર છે.

    રિપોર્ટ્સ અનુસાર, રાજસ્થાનના ભીલવાડામાં કોટડી પોલીસ સ્ટેશનની હદમાં આ બનાવ બન્યો હતો. અહીં એક ગીરડિયા ગામમાં એક બાળકી ખેતરમાં બકરી ચરાવવા માટે લઇ ગઇ હતી. સાંજ પડતાં તે ઘરે પાછી ન ફરતાં પરિવારજનો ચિંતામાં મૂકાયા હતા. ત્યારબાદ તેમણે શોધખોળ આદરી અને આસપાસના લોકોને પણ પૂછપરછ કરી. એક ખેતર પાસેથી ઈંટની ભઠ્ઠીમાંથી સગીરાની લાશ મળી આવી હતી, તેમજ હાથમાંથી તેણે પહેરેલું ચાંદીનું કડુ પણ મળ્યું હતું.

    સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ થતાં ડોગ સ્ક્વોડ અને ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે, તેને સળગાવવામાં આવી હોવાની માહિતી ભઠ્ઠીની આસપાસ રહેતા સ્થાનિકો સાથેની પૂછપરછમાં જાણવા મળી હતી. આ ઉપરાંત ભઠ્ઠીની આસપાસ બાળકીની લાશના ટુકડાઓ પણ મળી આવ્યા હતા. પરિવારજનોએ સામૂહિક દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરવામાં આવી હોવાની આશંકા કરી હતી.

    - Advertisement -

    આ મામલે સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભીલવાડા જિલ્લાના એસપી આદર્શ સિદ્ધુના જણાવ્યા મુજબ, 12 વર્ષની સગીરાને સળગાવી હોવાની જાણકારી મળી છે અને તેની પર સામૂહિક બળાત્કારની આશંકા નકારી શકાય તેમ નથી. આ મામલે 4માંથી 3 આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી રહી છે. બાળકીના પરિવારે પણ આ કૃત્ય કરનાર આરોપીઓ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરી હતી.

    આ ઘટનાને લઈને રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર સામે ફરી એક વખત સવાલો સર્જાયા છે. ભાજપ આઇટી સેલ હેડ અમિત માલવિયાએ ટ્વિટ કરીને આ ઘટનાને અમાનવીય ગણાવી અને સાથે એમ પણ કહ્યું કે, અશોક ગેહલોત રાજ્યમાં બની રહેલા જઘન્ય અપરાધો પર ક્યારે બોલશે? 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં