કર્ણાટકમાં મહિલા કોલેજની બહાર ઊભા રહીને હિંદુ વિદ્યાર્થિનીઓને લિંગ બતાવીને અશ્લીલ હરકતો કરનારા 48 વર્ષના આધેડ અયુબ ઉર રહેમાનની પોલીસે ધરપકડ કરી લીધી છે. તે સ્કૂટી લઈને આવતો હતો અને છેલ્લા ઘણા સમયથી બેંગ્લોરની વિવિધ મહિલા કોલેજોની બહાર ઊભો રહીને વિદ્યાર્થીનીઓને લિંગ બતાવી અભદ્ર ચેનચાળા કરતો હતો. તાજેતરમાં જ તેનો એક વિડીયો પણ વાયરલ થયો હતો. વિડીયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયામાં લોકોએ આવી હરકતો પર રોષ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, આ ઘટના કર્ણાટકમાં બની હતી. કર્ણાટકના બેંગ્લોરમાં રહેતો અયુબ ઉર રહેમાન વીવીપુરમ વિસ્તારમાં સ્થિત જૈન મહિલા કોલેજની બહાર પહોંચીને હિંદુ વિદ્યાર્થિનીઓને લિંગ બતાવતો હતો. તે વિવિધ કોલેજો પર સ્કૂટી લઈને પહોંચતો હતો અને તેના ચહેરા પર તે માસ્ક પણ પહેરી રાખતો હતો, જેથી તેની ઓળખ પણ ના થઈ શકે. તે છેલ્લા ઘણા દિવસોથી જૈન કોલેજ બહાર આવી અભદ્ર હરકતો કરતો હતો. કોલેજની બહાર ઊભેલી કે ફૂટપાથ પર ચાલી રહેલી હિંદુ વિદ્યાર્થીઓને પેન્ટની ચેન ખોલીને લિંગ બતાવતો હતો અને અભદ્ર ચેનચાળા કરતો હતો. અભ્યાસ માટે આવતી વિદ્યાર્થિનીઓ પણ આ બાબતથી હેરાન થઈ ગઈ હતી.
તેની આવી હરકતોથી પરેશાન થયેલી હિંદુ વિદ્યાર્થિનીઓએ એક દિવસ તેનો ગુપ્તાંગ દેખાડતો હોય તેવો વિડીયો બનાવી લીધો હતો. વિડીયોમાં તે પેન્ટની ઝિપ ખોલીને વિદ્યાર્થિનીઓને લિંગ બતાવતો હતો અને અભદ્ર હરકતો કરતો હતો. વિડીયો બનાવનારી વિદ્યાર્થિનીએ આ વિડીયો પોલીસને મોકલ્યો અને સોશિયલ મીડિયા પર વાયરલ પણ કરી દીધો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયા પર તેની ધરપકડ કરવા માટેની માંગણી થવા લાગી હતી. તે પછી પોલીસ પણ એક્શનમાં આવી હતી.
પોલીસે આરોપીને પકડવા માટે CCTV ફૂટેજની તપાસ કરી હતી. ત્યારબાદ તેની ઓળખ પણ કરી લેવામાં આવી હતી. તપાસ પૂર્ણ થયા બાદ અયુબ ઉર રહેમાનની સોમવારે (8 જુલાઈ, 2024) ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી દીધો છે. આ સાથે એ પણ જાણવા મળ્યું છે કે, તે બેંગ્લોરની અલગ-અલગ કોલેજોમાં જઈને આ પ્રકારની હરકત કરતો હતો. નોંધનીય છે કે, 48 વર્ષીય અયુબ ઉર રહેમાન બેંગ્લોરમાં ચાની ટપરી ચલાવે છે. પોલીસ હાલ તેની પૂછપરછ કરી રહી છે. પોલીસે જણાવ્યું છે કે, વિડીયોમાં દેખાઈ રહેલી સ્કૂટીના નંબર પ્લેટના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે.