Friday, November 22, 2024
More
    હોમપેજદેશઅલીગઢમાં હિંદુ મહિલાને ભગાવી ગઇ માહી ખાન, 2 મહિના પહેલા જ ઈન્સ્ટાગ્રામ...

    અલીગઢમાં હિંદુ મહિલાને ભગાવી ગઇ માહી ખાન, 2 મહિના પહેલા જ ઈન્સ્ટાગ્રામ પર થઈ હતી મિત્રતા: પતિએ કહ્યું- સાથે હતી 6 મહિનાની બાળકી

    દીપક શર્માએ જણાવ્યું કે તેની પત્ની માહી ખાન દ્વારા મુસ્લિમ યુવકના સંપર્કમાં આવી છે. આવી સ્થિતિમાં, તેને ડર છે કે તેની પત્નીનું બ્રેઈનવોશ કરીને, તેઓને સંપૂર્ણ પ્લાનિંગ સાથે મૂર્ખ બનાવવામાં આવ્યા છે અને તેની પત્ની સાથે કંઈક ખોટું થઈ શકે છે.

    - Advertisement -

    અલીગઢમાં ‘ધ કેરાલા સ્ટોરી’ જેવી એક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક પરિણીત હિંદુ મહિલાને તેની મુસ્લિમ મિત્ર ઘરેથી લઈ ગઈ અને પછી બંને ગુમ થઈ ગયા. મુસ્લિમ મહિલાએ હિંદુ મહિલાના પતિને કહ્યું કે તેની પત્ની તેની સાથે ફરવા જઈ રહી છે અને સાંજ સુધીમાં આવી જશે. જો કે ઘણા દિવસો બાદ પણ તેનો કોઈ પત્તો લાગ્યો નથી. મહિલાની સાથે તેની 6 મહિનાની પુત્રી પણ હતી.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના ગાંધી પાર્ક પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. ગાંધી પાર્ક પોલીસ સ્ટેશન વિસ્તારના નાગલામાં રહેતા દીપક શર્માએ પોલીસમાં ફરિયાદ કરી છે કે તેમની પત્ની ભાવના શર્મા અને તેમની 6 મહિનાની પુત્રી ગુમ છે. છ દિવસથી વધુ સમય વીતી જવા છતાં મહિલા અને તેની દીકરીનો પત્તો લાગ્યો નથી.

    માહી આખી રાત પીડિતના ઘરે રાત રોકાઇ, પછી તેની પત્ની અને પુત્રી સાથે ભાગી ગઈ

    દીપક શર્માના કહેવા પ્રમાણે, તેની પત્નીએ 2 મહિના પહેલા ઈન્સ્ટાગ્રામ પર માહી ખાન નામની યુવતી સાથે મિત્રતા કરી હતી. બંનેએ ઇન્સ્ટાગ્રામ પર વાત કરવાનું શરૂ કર્યું. માહી ખાન 28 સપ્ટેમ્બરે અલીગઢ આવી હતી અને દીપકના ઘરે રોકાઈ હતી. ત્યારબાદ 29 સપ્ટેમ્બરે માહી ખાન તેની પત્ની ભાવનાને એમ કહીને પોતાની સાથે લઈ ગઈ કે તે મા-દીકરીને તેના ઘરે લઈ જાય છે. સાંજે તે બંનેને બસમાં બેસાડશે અને તેઓ પાછા ફરશે. જો કે, આવું બન્યું ન હતું.

    - Advertisement -

    દીપક કહે છે કે તેણે અને તેના પરિવારે માહી ખાનની વાત માની લીધી કારણ કે તે એક દિવસથી તેમના ઘરે રહી હતી અને તેનું વર્તન સારું હતું. તેમને લાગ્યું કે તે એક સારી મિત્ર બની ગઈ છે, પરંતુ મા-દીકરી સાંજ સુધી પરત ન આવ્યા અને તેમના ફોન પણ બંધ થઈ ગયા. ત્યારથી તેઓ પરેશાન છે. તેમણે જણાવ્યું કે પત્ની અને પુત્રીના ગુમ થયાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.

    દીપક શર્માએ જણાવ્યું કે તેની પત્ની માહી ખાન દ્વારા મુસ્લિમ યુવકના સંપર્કમાં આવી છે. આવી સ્થિતિમાં, તેને ડર છે કે તેની પત્નીનું બ્રેઈનવોશ કરીને, તેઓને સંપૂર્ણ પ્લાનિંગ સાથે મૂર્ખ બનાવવામાં આવ્યા છે અને તેની પત્ની સાથે કંઈક ખોટું થઈ શકે છે.

    શર્માએ પોલીસને તેમની પત્ની અને પુત્રીને વહેલી તકે શોધવાની અપીલ કરી હતી. તે જ સમયે, પોલીસ નજીકના સીસીટીવી સ્કેન કરી રહી છે. મહિલાને શોધવા માટે અનેક ટીમો પણ બનાવવામાં આવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં