Wednesday, June 26, 2024
More
    હોમપેજગુજરાતસુરતમાં હિંદુવાદી નેતાઓની હત્યાનું કાવતરું ઘડવાના કેસમાં બિહારથી ઝડપાયેલા મોહમ્મદ અલી પાસે...

    સુરતમાં હિંદુવાદી નેતાઓની હત્યાનું કાવતરું ઘડવાના કેસમાં બિહારથી ઝડપાયેલા મોહમ્મદ અલી પાસે બે દેશોની નાગરિકતા: પોલીસની ટીમ તપાસ માટે જશે નેપાળ

    સુરતમાં હિંદુવાદી નેતાઓની હત્યાનું કાવતરું ધડવાના કેસમાં મહોમ્મદ અલી નામના આરોપીની ધરપકડ થઈ હતી. તેની પાસે બે દેશોની નાગરિકતા હોવાથી તપાસ તેજ થઈ છે. તેની પાસે ભારત સહિત નેપાળની પણ નાગરિકતા છે. તેણે બોગસ ડોક્યુમેન્ટ બનાવીને નેપાળની નાગરિકતા મેળવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

    - Advertisement -

    સુરતમાં હિંદુવાદી નેતાઓની હત્યાનું કાવતરું ઘડવાના કેસ મામલે હવે તપાસ તેજ થઈ રહી છે. આ મામલે મુખ્ય આરોપી મૌલવી સહિત અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમાં તાજેતરમાં જ બિહારના મુઝફ્ફરપુરથી મહોમ્મદ અલી નામના એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપી પાસે ભારત સહિત નેપાળની પણ નાગરિકતા હતી. એકસાથે બે દેશોની નાગરિકાને લઈને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ ટીમ તપાસ માટે નેપાળ પણ જશે.

    સુરતમાં હિંદુવાદી નેતાઓની હત્યાનું કાવતરું ધડવાના કેસમાં મહોમ્મદ અલી નામના આરોપીની ધરપકડ થઈ હતી. તેની પાસે બે દેશોની નાગરિકતા હોવાથી તપાસ તેજ થઈ છે. તેની પાસે ભારત સહિત નેપાળની પણ નાગરિકતા છે. તેણે બોગસ ડોક્યુમેન્ટ બનાવીને નેપાળની નાગરિકતા મેળવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસને શંકા છે કે, તે નેપાળી નાગરિકતાના આધારે પાકિસ્તાન પણ ગયો હતો. પોલીસની ટીમ નેપાળ જઈને આ વિશે તમામ જાણકારી મેળવશે.

    પોલીસ તપાસ મુજબ આરોપી મહોમ્મદ મહોમ્મદ અલીના મોબાઈલમાંથી 40થી વધુ પાકિસ્તાની નંબરો પણ મળી આવ્યા છે. સાથે એ પણ જાણવા મળ્યું છે કે, આરોપીનો અબ્બુ નેપાળમાં રહે છે અને તેની કાપડની દુકાન પણ છે. હાલ ક્રાઈમ બ્રાન્ચે મહોમ્મદ અલી પાસેથી નેપાળના કેટલાક દસ્તાવેજ જપ્ત કર્યા છે. વધુ પૂછપરછ હાલ ચાલી રહી છે. માહિતી છે કે, મહોમ્મદ અલીની પૂછપરછ માટે IB, NIA, ATS અને RAW સહિતની એજન્સીઓ પણ સુરતમાં ધામા નાખશે.

    - Advertisement -

    નોંધનીય છે કે, તાજેતરમાં જ સુરત ક્રાઈમ બ્રાન્ચે મૌલવીના સાગરિત એવા શાહનાઝ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ સાબીરની બિહારના મુઝફ્ફરપુરથી ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે આરોપીને મુઝફ્ફરપુર કોર્ટમાં રજૂ કરી તેના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને તેને સુરત લાવવામાં આવ્યો હતો. જ્યાં હાલ તેની પૂછપરછ ચાલી રહી છે.

    ઉલ્લેખનીય છે કે, મુખ્ય આરોપી મૌલાના સોહેલ અબુબકર ટીમોલની સુરત પોલીસ દ્વારા શનિવારે (4 મે) ધરપકડ કરવામાં આવી હતી. તેણે હિંદુવાદી નેતા ઉપદેશ રાણાને મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે નૂપુર શર્મા, ટી રાજા સિંઘ, સુરેશ ચવ્હાણકે વગેરેને ટાર્ગેટ કરવાની ફિરાકમાં હતો. પોલીસ તપાસમાં વોટ્સએપ ચેટ અને ઓડિયો ક્લિપ્સ પણ મળી આવી હતી. હાલ મૌલવી ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં છે અને પોલીસ વધુ તપાસ કરી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં